________________
(૨) પ્રત્યેક ધર્મ પ્રરૂપ્યું પ્રતિક્રમણ
૨૫
પ્રતિક્રમણ
સંસારમાં અને મોક્ષમાર્ગમાં આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાનની જરૂર
દાદાશ્રી : હા, પશ્ચાત્તાપ સાચા દિલના કરે તો. પ્રશ્નકર્તા : પશ્ચાત્તાપ કરે ને બીજે દિવસે પાછો તેનું તે જ કરે
તો ?
દાદાશ્રી : હા, પણ સાચા દિલથી કરે તો કામ કાઢી નાખે.
પ્રશ્નકર્તા : આ પસ્તાવો થાય છે, તે ગયા જન્મના આયોજનને કારણે થાય છે ?
દાદાશ્રી : એ આ જન્મના જ્ઞાનને કારણે પસ્તાવો થાય.
પ્રશ્નકર્તા: જીવનમાં આપણે કંઈક ખોટાં કામો ક્યાં હોય, તો એનું દુઃખ થાય, પણ પશ્ચાત્તાપ ના થાય, તો શું કરવું ?
દાદાશ્રી : એનું દુઃખ થાય છે એ જ પશ્ચાત્તાપ છેને ! કોઈ પણ તાપ વગર દુઃખ થાય નહીં. ઠંડકમાં દુ:ખ હોતું હશે ? આ તાપ એ જ દુ:ખ છે. દુઃખ થાય એટલે બહુ થઈ ગયું. પણ ફરી નહીં કરું એવું બોલો છો કે નથી બોલતા ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : તમને બધાને શેમાં શેમાં પસ્તાવો થાય છે તે લખી લાવજો. કયે સ્ટેશને ગાડી અટકે છે તેની ખબર પડે. એટલે પછી ત્યાં આગળ આપણે ગાડી મોકલીએ. પસ્તાવો થાય, ત્યાંથી સમજવું કે પાછો વળવાનો થયો.
કોઈ પણ ક્રિયા કર્યા પછી પસ્તાવો કરે છે, એ માણસ એક દહાડો શુદ્ધ થશે જ, એ નક્કી છે.
પસ્તાવાથી માંડીને પ્રતિક્રમણ સુધી જગતના લોકો માફી માંગી લે છે, એથી કંઈ ‘પ્રતિક્રમણ’ થતું નથી. એ તો રસ્તામાં ‘સોરી', “થેન્ક યુ” કહે એના જેવી વાત છે. એમાં કંઈ મહત્ત્વ નથી. મહત્ત્વ ‘આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન’નું છે.
પ્રશ્નકર્તા : આપણે કરેલાં પાપો ભગવાનના મંદિરમાં જઈને દર રવિવારે કબૂલ કરી દીધાં હોય તો પછી પાપ માફ થઈ જાયને ?
દાદાશ્રી : એવાં જો પાપ ધોવાતાં હોતને તો કોઈ માંદા-સાજા હોય જ નહીંને ! પછી તો કશું દુ:ખ હોય જ નહીંને ! પણ આ તો દુઃખ પાર વગરનું પડે છે. માફી માંગવાનો અર્થ શું કે તમે માફી માંગો તો તમારા પાપનું મૂળ બળી જાય. એટલે ફરી એ ફૂટે નહીં, પણ એનું ફળ તો ભોગવવું જ પડે !
પ્રશ્નકર્તા : કોઈ કોઈ મૂળ તો પાછાં ફરી ફૂટી નીકળે.
દાદાશ્રી : બરાબર બળ્યું ના હોય તો પાછું ફૂટ્યા કરે. બાકી મૂળ ગમે તેટલું બળી ગયું હોય પણ ફળ તો ભોગવવાં જ પડે. ભગવાનને હઉ ભોગવવા પડે ! કૃષ્ણ ભગવાનનેય અહીં તીર વાગ્યું હતું, એમાં ચાલે નહીં. મારે હઉ ભોગવવું પડે.
દરેકના ધર્મમાં માફીનું હોય છે, ક્રિશ્ચિયન, મુસ્લિમ, હિન્દુ, બધામાં હોય, પણ જુદી જુદી રીતે હોય. દરેક ધર્મમાં પ્રસ્તાવાથી શરૂઆત છે, ક્રિશ્ચિયન, મુસ્લિમ, બધામાં ! ને આપણે અહીં પ્રતિક્રમણ હોય.
બાકી આ બધું જગત વિકલ્પ છે. મુસલમાનોય કાનમાં આંગળી ઘાલીને બૂમાબૂમ કરી મેલે છે, તેય ખરું છે અને ક્રિશ્ચિયનો શું કરે ? ચર્ચમાં ગયેલા કે નહીં ? કેમ વાંધો શો હતો તે ? તમે કાળો કોટ પહેરીને મહીં પેઠા કે કોઈ પૂછનાર જ નહીંને ! એ લોકો રવિવારનો દહાડો આવે ને, તે છ દહાડાની જે ભૂલો થઈ હોયને, તે રવિવારે માફી માંગ માંગ કરે, પશ્ચાત્તાપ કર્યા કરે.
પશ્ચાત્તાપ તો આપણા લોકો જ કરતા નથી. આપણા લોકો કરે છે, તે બાર મહિનામાં એક ફેરો કરે છે. તે દહાડે તો લૂગડાં નવાં લઈ