Book Title: Pratikramana Granth
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 283
________________ સામાયિકની પરિભાષા પ૦૭ ૫૦૮ પ્રતિક્રમણ મુમુક્ષુ : આ ના સમજાયું. દાદાશ્રી : આ જે ‘વ્યવહાર આત્મા’ છે ને, એ ‘મિકેનિકલ આત્મા’ છે. એને સ્થિર નથી કરવાનો. એ તો ખાલી અભ્યાસ જ કરવાનો છે કે મન સ્થિર રહે છે કે નહીં, એટલે જોવાનું જ છે. એ મનને સ્થિર કરવા માટે આ સામાયિક કરીએ કે ઘડીવાર આ દેહ તો પાંસરો રહે, ઘડીવાર મન પાંસરું રહે. સાધારણ એને સ્થિરતા રાખવા માટે જ. જેમ બહુ થાકેલો માણસ થાક ખાવા બેસે તેથી કાંઈ કાયમ બેસી રહે ? મુમુક્ષુ : ના. દાદાશ્રી : બહુ રહે નહીં. પછી ખાલી વિચાર કરીને છૂટી જાય. ખાલી વિચારવાથી છૂટી જાય. પ્રશ્નકર્તા : એ આરંભ પરિગ્રહની શાસ્ત્રમાં મર્યાદા બાંધવાની કહી છે, તો એ બાંધે તો શું ફરક પડે અને ના બાંધે તો શું ફરક પડે ? દાદાશ્રી : બાંધે તો આ કર્મ ઓછું આવે. આ ભવમાં બાંધે તો આવતા ભવમાં કર્મ ઓછું આવે. એમ કરતાં કરતાં બાંધતાં બાંધતાં ઓછું કરતાં કરતાં ઉપર ચઢ્યા કરે. પ્રશ્નકર્તા : એ પેલું સામાયિક જેવું ? દાદાશ્રી : સામાયિક એટલે આરંભ રહિત. એક કલાક, આરંભ પરિગ્રહથી રહિત થવું એ સામાયિક. એવું સામાયિક કોણ કરે ? મુમુક્ષુ : સામાયિક કરતો હોય ને ધરતીકંપ થયો તો પણ સામાયિક ના છોડવી જોઈએને ? દાદાશ્રી : એવી સામાયિક કોણ કરે છે ? એવી સામાયિક કોઈ કરે નહીં ? એટલે એ સામાયિક એ સાધારણ પ્રયોગ છે, દેહને સ્થિર કરવાનો. દેહ સ્થિર રહે તો સંસારમાં હિતકારી થાય, લક્ષ્મી ને બધું વધારે આવે. જેને ઘડીવાર દેહ જ સ્થિર ના રહે, તેને લક્ષ્મી શી રીતે આવે ? એટલે એ સામાયિક એ સાચું સામાયિક નથી. સાચા પુરુષના સિક્કા વિતાવી સામાયિક આ અત્યારે જે આને “આત્મા’ માની બેઠા છે ને, એ તો ‘મિકેનિકલ આત્મા’ છે. એ કોઈ દહાડો સાચો આત્મા નથી. અને એને જ સ્થિર કરવા માંગે છે. અલ્યા, આ તો ‘મિકેનિકલ’ છે, કોઈ દહાડો સ્થિર થાય જ નહીં. દાદાશ્રી : એવું છે આ. આ સામાયિક એ તો થાક જેવું છે. બાકી આ તો મશીનરી રાતદહાડો ચાલુ જ હોય અને આ નિરંતર સામાયિકમાં રહે છે. એક ક્ષણ સામાયિકની બહાર નહીં. આ સંસારમાં ઘેર બેઠા, બૈરાં-છોકરાં વચ્ચે રહીને નિરંતર સામાયિકમાં રહે છે. અને ‘આત્મા’ એ જ સામાયિક છે. બીજું બધું આ સામાયિક, ‘વ્યવહાર સામાયિક’ છે. સાચું સામાયિક પ્રાપ્ત કરવાના હેતુ માટે આ ‘વ્યવહારિક સામાયિક' કરવાનું છે. એ વ્યવહારિક સામાયિકેય સાચા પુરુષનું આપેલું હોવું જોઈએ. મુમુક્ષુ : સાચા પુરુષની વ્યાખ્યા શું ? દાદાશ્રી : સાચા પુરુષ એટલે, આ થાણા જિલ્લાના કલેક્ટરે તમને કંઈક ઓર્ડર લખી આપ્યો હોય, કે આટલી જમીન તમને સુપ્રત કરવામાં આવે છે. હવે એ તો ખરેખર લેક્ટર તો છે જ, પણ ક્લેક્ટર ના હોય ને તેની પાસે લખેલો ઓર્ડર હોય તો ? નીચે કલેક્ટર લખીને સિક્કો મારેલો હોય અને કલેક્ટર ના હોય તો ? ત્યાં ચાલે નહીં, આગળ ચાલે નહીં. એવી રીતે આ જે કલેક્ટરો બધા સામાયિક લખી આપે છે ને, તે સાચા પુરુષો નથી.

Loading...

Page Navigation
1 ... 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307