Book Title: Pratikramana Granth
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 292
________________ સામાયિકની પરિભાષા પ૨૫ પર૬ પ્રતિક્રમણ દાદાશ્રી : સામાયિક થાય તો સારી વસ્તુ છે. ના થાય તો આમ, જેમ જેમ દોષો ઉત્પન્ન થાય તેમ તેમ કાઢતા રહેવું. પ્રશ્નકર્તા : અમારી ઇચ્છા છે કે સામાયિક કરવું જોઈએ અને છતાં નથી બેસતું એ શાથી ? દાદાશ્રી : બધા ભેગા હોય ત્યારે બેસાય. એકલાને બેસતાં ના ફાવે. ભેગાનું વજન થાય સામસામી, વાતાવરણ ઊભું થાય. એટલે બધાયે ભેગા ફરી બેસવું. પ્રશ્નકર્તા : અમારે એવી ગોઠવણી કેવી રીતે કરવી કે જેથી વધુમાં વધુ લાભ લેવાય ? દાદાશ્રી : વધારે માણસ ભેગા થાય એટલે વધારે લાભ લેવાય. અસર થાય ને બધી સત્સંગની. સામાયિક કરવું હોય તો દસ-બાર માણસ ભેગા બેઠા હોય તો સામાયિક કરો તો સારું થાય. એકલા બેસો તો (અસર) ના થાય, બધાની અસર થાય. તથી કરવાપણું આમાં પ્રશ્નકર્તા : આ તો આપણા વિજ્ઞાનની વાત છે. આપણે અડતાળીસ મિનિટ બેસીને કરીએ છીએ તે, આ ગાંઠો ઓગાળવા માટે આપે કહ્યું છે. અજ્ઞાનથી કરે છે એ અજ્ઞાન ક્રિયા છે. અને આપણું તો આ જ્ઞાનક્રિયા છે. જ્ઞાનક્રિયાથી છૂટે અને અજ્ઞાનક્રિયાનું તો ફળ આવે, ભૌતિક સુખો મળે. પ્રશ્નકર્તા : મારો એવો અનુભવ છે કે સામાયિક કરવાથી જાગૃતિ બહુ વધે છે. દાદાશ્રી : જાગૃતિ બહુ વધે. જાગૃતિ માટે એના જેવું એકેય નથી. પ્રશ્નકર્તા : પણ હું એને ક્રિયા સમજતો હતો. દાદાશ્રી : ના, એ તો જ્ઞાનક્રિયા છે. જ્ઞાનક્રિયાને ખરેખર ક્રિયા કહેવામાં આવતી નથી. વહેવારમાં કહેવું પડે કે હું સામાયિક કરું છું. સામાયિક ‘કરવાનું’ એ તો ‘કરવાનું' શબ્દ બોલીએ એટલું જ. જો કે સામાયિકમાં રહેવાનું જ હોય. આ તો પહેલાંની ટેવ પડી ગયેલી ને, શબ્દો બોલવાની, એટલે એવું બોલવું પડે. ભાષા થઈ ગયેલીને, કે સામાયિક કરવાની છે, બાકી સામાયિકમાં તો રહેવાનું છે. કરવાનું તો છે જ નહીંને આપણે ત્યાં. એ ભાષા એવી થઈ ગયેલી તે બોલવું પડે. ભાષાનો વ્યવહાર બધો એવો થઈ ગયેલો. અંદરતી શદ્ધિ, સામાયિકથી પ્રશ્નકર્તા : આ સામાયિકમાં આપણે બેઠા હોઈએ તે જ્યારે મનમાં આવો ખરાબ વિચાર આવે તો એ સમયે જ પ્રતિક્રમણ કરવું ? દાદાશ્રી : હા, એ સમયે જ કરવું બધું અને તે “આપણે” કરવાનું નથી. “આપણે” જાણકાર છીએ અને ચંદુભાઈને ભાન નથી, ચંદુભાઈ કર્તા છે. એટલે કર્તાને આપણે એમ કહેવું કે ‘આમ કરો, તમે આમ કેમ કર્યું ?” આપણે જ્ઞાતા છીએ ને એ કર્તા છે. ધ્યાન-સાધનાની ક્રિયા જે છે તે તમને અહીં ફરીવાર આવશો ત્યારે બતાવશે. એક પ્રકારનું એવું સામાયિક છે કે જે અંદર આખી લાઈફના દોષો જોઈ શકે, તમે અંદર બધા દોષો જોઈ શકો અને દાદાશ્રી : એ તો આપણું અક્રમ વિજ્ઞાન છેને ! એટલે સ્થિર બેસીને ગાંઠો બાળવા માટે (આ સામાયિક છે) ! બાકી આને સામાયિક કહેવાય નહીં. બીજું નામ આપવું પડે ને બીજું નામ જડતું નથી એટલે આ ચાલવા દીધું. અને સામાયિક એટલે તો બીજું કશું નહીં, મનમાંથી જે સ્કૂરણા થાય તેના જ્ઞાતા-દ્રષ્ટા રહ્યા કરવાનું. પ્રશ્નકર્તા : સામાયિક ને પ્રતિક્રમણ એ ક્રિયા કહેવાય ? દાદાશ્રી : ના, સામાયિક-પ્રતિક્રમણ એ ક્રિયા નથી. એ જ્ઞાનક્રિયા

Loading...

Page Navigation
1 ... 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307