Book Title: Pratikramana Granth
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 295
________________ સામાયિકની પરિભાષા પ૩૧ ૫૩૨ પ્રતિક્રમણ થયા હોય, હિંસા સંબંધી કોઈ જીવો જોડે થયા હોય, કોઈને દુઃખ દીધું હોય, કોઈને અવળો શબ્દ બોલ્યા હોય, કોઈની જોડે કષાય કર્યા હોય, એ હિંસા સંબંધી દોષો. દાદાશ્રી : હા, તે ઠેઠ સુધી વિષયના જે જે દોષો થયા હોય તે બધા દેખાશે. દેખાતા દેખાતા દેખાતા બાર વર્ષનો થયોને ત્યાં સુધી દેખાયા કરશે. જ્યારથી વિષયની શરૂઆત થાય ત્યાં સુધીનું દેખાશે. શરૂઆતથી તે અંત સુધી જેટલા દેખાયા એટલા બધા ઊડી ગયા. ફાડ ફાડ કરવાં ચીતરાયેલાં પાતાં અને સામાયિક શું છે ? જે તમારે આદત હોય, પેલા ભાઈ કહેતા'તાને કે મારે પુસ્તકો વાંચવાની આદત છે. તો એ પુસ્તકોનો ઢગલો કલ્પનાથી મૂકવો, અને પછી જ્ઞાતા-દ્રષ્ટા રહી, પુસ્તકો ફાડ ફાડ કરવાં. એક કલાક ફાડે ને આપણે જોઈએ. ચંદુભાઈને કહેવું, “પુસ્તકો બધાં ફાડી નાખો એટલે એ ગાંઠ ઓગળી જાય. લોભની ગાંઠ હોય તો લોભની ગાંઠ મુકવી. આ ગાંઠો ઓગાળવાનું સાધન છે. મહીં ગ્રંથિઓ છે, છેવટે નિગ્રંથ થવું પડશે. નિગ્રંથ થયા વગર છૂટકો નથી. આમ કરવી શરૂઆત, સામાયિકતી પ્રશ્નકર્તા: આગલા જન્મમાં અમે અતિક્રમણ કેટલાં ક્યાં ? કેવાં ક્યાં ? શું કર્યું ? એ તો અમને ખ્યાલ જ નથી. એ ખ્યાલ કેમ આવે ? દાદાશ્રી : આગલા ભવનું આપણે શું કામ છે તે ? અત્યારે કેટલાં અતિક્રમણ કરીએ છીએ તે ધોવાનાં છે. પ્રશ્નકર્તા : આ ભવમાંય અતિક્રમણ કર્યા હોય તેનો ખ્યાલ ન આવે ને બધો કંઈ ? દાદાશ્રી : એ તો એકલા સામાયિકમાં બેસીએ ને એ બાજુ પડીએ કે મારે આ બધું ખોળી કાઢવું છે, તો બધું જડી આવે, વિગતવાર જડી આવે. આજે એક સામાયિક કરજો. પ્રશ્નકર્તા : હા, કેવી રીતે સામાયિક કરીએ ? દાદાશ્રી : હા, નાનપણથી તે અત્યાર સુધી જેની જેની જોડે દોષ પછી જૂઠ, ચોરી-સંબંધી, વિષય-વિકાર સંબંધી કે આ વસ્તુઓમાં મમતા, એ શું કહેવાય ? પરિગ્રહ કહેવાય. એ જે જે દોષ કર્યા હોય એ દોષોને યાદ કરી અને ભગવાન મહાવીરની સાક્ષીએ અથવા શ્રી સીમંધર સ્વામીને નમસ્કાર કરું છું એમ કહીને માફી માંગજો, આટલું કરજો, થાય એટલું ? પ્રશ્નકર્તા : થાશે. જેટલા યાદ આવશે એટલા બધા કરી જઈશું. દાદાશ્રી : યાદ આવે એટલો વખત બધું કરજો. જેની ઇચ્છા છે, જે સરળ છે, એને યાદ આવ્યા વગર રહેશે નહીં. અને ભગવાનના માર્ગમાં સરળતા એ મોક્ષનો સરળ રસ્તો, ઊંચો રસ્તો. સરળ ના થયો તો ભગવાનના માર્ગમાં જ નથી. એટલે આટલું કરજો. બધું યાદ કરી કરીને કરજો. અને જોડે જોડે એમેય કરજો કે જ્ઞાનીપુરુષ હોવા છતાંય, અમે શંકા કરી ને જ્ઞાની પુરુષ કેવા હોય, એવું બધું પૂછયું, તેય અમારો દોષ છે. એવું પણ કરજો. નાનપણમાં બિલાડીને માર્યું હોય, પછી વાંદરાને કંઈક ઢેખાળો માર્યો હોય, એ બધું મહીં દેખી શકે છે. એ પહેલાંના પર્યાય મહીં દેખી શકે છે, પણ સામાયિક વધુ કરતા હોય તો. પહેલી વખત સામાયિક કરે તો એવું એકદમ ના થાય, પણ પાંચ-દસ-પંદર સામાયિક થાય ત્યાર પછી બહુ ઝીણવટ આવતી જાય. પહેલું દાદાનું ધ્યાન ધરી, સ્મરણ કરીને, એકાદ પદ વાંચી અને પછી ત્રિમંત્ર બોલીને, પછી ‘હું શુદ્ધાત્મા છું'ની સ્થિરતા કરી લેવાની, પછી આજથી તે નાનપણ સુધીના જે જે બનાવો બન્યા હોય, વિષય વિકારી કે હિંસાના બનાવો, જૂઠ-પ્રપંચ કર્યા હોય એ બધું જેટલું તમને દેખાય, એટલા બધાનાં પ્રતિક્રમણ કરવાની શરૂઆત તમે કરજો. આજથી

Loading...

Page Navigation
1 ... 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307