Book Title: Pratikramana Granth
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 298
________________ સામાયિકની પરિભાષા દાદાશ્રી : હવે આવું સામાયિક બીજાં લોકો કે કોઈ સાધુસંન્યાસીઓ કરી ના શકે. ૫૩૭ પ્રશ્નકર્તા : આજે સામાયિક કર્યું તે મોટામાં મોટી પાવરફૂલ ટેકનિક (શક્તિશાળી વૈજ્ઞાનિક રીત) છે. દાદાશ્રી : આ તો સામાયિક નથી, આ તો આપણી શોધખોળ છે. સામાયિક એટલે સમતામાં રહેવું. રાગ-દ્વેષ ન થવા દે. એ તો તમારે આખો દહાડો રહે જ છે ને એવું. એ તો આખો દહાડો તમારે સામાયિક છે. તે રાગ-દ્વેષ તો તમને થતા નથી. એટલે તમારો આખો દહાડો, દહાડાના દહાડા સામાયિક થાય. અને આ તો તમે અંદર જોયું તે ઘડીએ આત્મા કેવો થઈ ગયો ! એની કેટલી શક્તિ છે ! તે વખતે નહોતા ચંદુભાઈ, નહોતા કોઈના ધણી, નહોતા કોઈના કશું, ત્યારે જ બધું દેખાયું. નહીં તો ધણી થયેલો, વળી આંધળો દેખે શું બહાર ? એ તો ફૂલ લાઈટ જ જોઈએ. યાદ કરવા જાય તો એમાંનો એકુય પર્યાય યાદ ના આવે ને આ જો બધા પર્યાય જોયા ને ! બાકી સ્મૃતિ એટલી બધી સ્પીડી, જલદી ફરી જ ના શકે. આ તો નાનપણમાં આમ થયું, પછી અમુક મોટી ઉંમરમાં આમ થયું, પછી અમુક ઉંમર સુધી આમ થયું, દેખાડ્યે જ જાય. હવે આ દેખાય છે તે બધાને ફેર હોય. કોઈને બિલકુલ પ્યૉર દેખાતું હોય. કોઈને સહેજ આવરણવાળું દેખાતું હોય, આમાં ફેર હોય. પ્રશ્નકર્તા : સામાયિકમાં પહેલાં થોડા વખતમાં પંદર-વીસ મિનિટમાં આખી ફિલ્મ પતી ગઈ. દાદાશ્રી : હા, એ પતી જાય. પ્રશ્નકર્તા : તો પછી શું કરવાનું ? દાદાશ્રી : પછી એમને એમ સ્થિર રહેવાનું, એમાં કંઈ વાંધો નહીં. અગર તો બીજો કોઈ પણ ઉપયોગ લેવાનો. ૫૩૮ પ્રતિક્રમણ પ્રશ્નકર્તા : પછી એ ફિલ્મ મેં બે વાર જોઈ લીધી. દાદાશ્રી : એનો વાંધો નહીં, સારું. જેટલું જોવાય એટલું ચોખ્ખું કરવાનો ટાઈમ મળે ને ! આ તો શુદ્ધ-ચોખ્ખો-પ્યૉર આત્મા છે. આમ દોષ હોય એ બધા યાદ કરવા જઈએ તો એમાંનું કશું યાદ આવે નહીં અને સામાયિકમાં બધું એમને એમ દેખાય. એટલે એ જોનાર જ્ઞાતા-દ્રષ્ટા આત્મા હતો આનો. એટલે આત્મા તમને જુએ કે તમે શું કામ કરો છો. બીજા કોઈને કશું કહેવું છે, સામાયિકનો અનુભવ ? પ્રશ્નકર્તા : એકદમ શાંતિ થઈ ગઇ. બધા દોષો ખૂબ દેખાયા. દાદાશ્રી : દોષો જોયા એટલા ગયા. હજુ નાના નાના હશે તે ફરીવાર સામાયિક કરો આવું ત્યારે જતા રહે. પછી તમારે કશું આવ્યું ? પ્રશ્નકર્તા : હા, નાનપણથી તે અત્યાર સુધીના બધા દોષો દેખાયા અને હવે એક વિશેષ પ્રાર્થના છે કે હવે ફરી વિષય સંબંધી આવા દોષો ના થાય, એવું કરી આપો. દાદાશ્રી : હા, એ કરી આપીશું. પણ કેટલી ઉંમર સુધી દેખાયા ? પ્રશ્નકર્તા : નાનપણથી. દાદાશ્રી : નાનપણથી અત્યાર સુધીના બધા દોષો દેખાયા ! આ તો બહુ સારું. એ દેખનાર જ્ઞાતા-દ્રષ્ટા આત્મા, આ આત્મા દેખાયો ! તમે આમ યાદ કરવા જાવ તો એય યાદ ના આવે અને આ બધું દેખાયું. બહુ થઈ ગયું. ચાલો, જેટલા દેખાયા એટલા ગયા, એ ફરી નહીં આવે. તથી અસ્તિત્વ મતતું ત્યારે પ્રશ્નકર્તા : આ પોતાની ફિલ્મ જોતા હોઈએ અને એ વખતે

Loading...

Page Navigation
1 ... 296 297 298 299 300 301 302 303 304 305 306 307