Book Title: Pratikramana Granth
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 296
________________ સામાયિકની પરિભાષા પ૩૩ ૫૩૪ પ્રતિક્રમણ પાછા ચાલવાનું, ગઈ કાલે કોની જોડે કર્યું, પરમ દહાડે કોની જોડે કર્યું, ચોથે દહાડે કોની જોડે કર્યું, અથવા નાનપણથી સંભારવાનું એ જેટલું યાદ આવેને એનાં પ્રતિક્રમણ કરવાનાં. એ યાદ આવશે, કુદરતી રીતે જ યાદ આવશે. તમારે યાદ નહીં આવે તો શું કરીશું એવું ગભરાવું નહીં. તમે શરૂ કરશો કે ધોધમાર વરસાદ પડશે ! રણમાંય વરસાદ પડશે ! અને પછી જ્યાં આગળ હિંસા જેવા દોષ કર્યો હોય, અગર તો વાણીથી હિંસા કરી હોય, અગર તો કપટ કર્યો હોય, કંઈ લોભ કર્યા હોય, માન કર્યા હોય, ધર્મમાં વિરાધના કરી હોય તે બધાનું પ્રતિક્રમણ કરતાં કરતાં આગળ ચાલો. પછી અબ્રહ્મચર્ય સંબંધી અણહક્કના ભોગ ભોગવ્યા હોય અને વિચાર પણ એવો કર્યો હોય, એ પણ બધાંને સંભારીને ધો ધો કરજો. જગત જેની નિંદા કરે, જયાં નિંદા થાય એવું હોય તેનું ફળ નર્કના અધિકારી થાય ! માટે એ બધાનું પ્રતિક્રમણ કરી નાખજો. આ ચેતન વાણી છે. તે ચેતન વાણી જ કામ કરશે. શુદ્ધતાપૂર્વક બેસીને પ્રતિક્રમણ શરૂ કરી દો. પાંચ મહાવ્રત છે, તે મહાવ્રતનો ક્યાં ક્યાં ભંગ થયો એનું જ કરવાનું છે, બીજું કશું કરવાનું નથી. બાકી હર્યા હોય, ફર્યા હોય, પાન ખાધું હોય, એનું નથી કરવાનું. મનુષ્યને મનુષ્યના સામસામી દોષ થયા હોય તેનાં પ્રતિક્રમણ કરવાનાં છે. એટલે મિશ્રચેતન જોડેના જે દોષ થયાં હોય તે દોષ માટે પ્રતિક્રમણ કરવાનું આપું છું. આ ‘દાદા'ની આજ્ઞા થઈ છે તે પાળજો. આમ તો રોજ પ્રતિક્રમણ કર્યા કરીએ છીએ. કોઈ મિશ્રચેતન પ્રત્યે વિષયનો વિચાર આવ્યો હોય, કંઈ દોષ કર્યા હોય, તે બધાને નાનપણથી અત્યાર સુધીનું યાદ કરી કરીને પ્રતિક્રમણ કરવાનું. આ પ્રતિક્રમણ આજ્ઞાપૂર્વકનું છે, તે બધું ધોવાઈ જશે. માણસનો શું આચાર ના થાય ? પણ આજ્ઞા પાળી એટલે ચોખ્ખું થઈ જાય. પ્રશ્નકર્તા : મિશ્રચેતનમાં શું શું આવે ? દાદાશ્રી : મિશ્રચેતન એટલે આ કૂતરાને લાત મારી કાઢી મેલ્યું હોય તો તેની જોડે વેર બાંધ્યું કહેવાય. રસ્તા પર કોઈ સ્ત્રીને ધક્કો માર્યો હોય તેય મિશ્રચેતન જોડે દોષ કર્યો કહેવાય, એ બધા દરેક મિશ્રચેતન જોડેના એક-એક દોષને સંભારીને, એક-એક દોષને ખોળીને આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન કરજો. જ્ઞાનીપુરુષની આજ્ઞામાં રહેવાથી દોષોનાં ઓપરેશન થતાં જાય. આ તો ‘લિફટ’ માર્ગ છે. તે રસ્તે ચાલતાં માર્ગ મળી ગયો છે ને ! એટલે આમ આજ્ઞામાં રહેવાથી માલ ચોખ્ખો થતો જાય. એમ કરતાં કરતાં મોક્ષે જવાશે. પ્રશ્નકર્તા : ભૂલો ખ્યાલમાં ન આવે તો ? દાદાશ્રી : તો દાદાને યાદ કરીને કહેવું, “હે દાદા ભગવાન, હવે યાદ નથી આવતું.” તે પાછું યાદ આવવા માંડશે અને જેટલા દોષ દેખાયા એટલા દોષ ભાંગી જશે. હવે સુખ પોતાને મહીં શરૂ થઈ ગયું છે, પણ પૂર્વેના મિશ્રચેતન જોડેના હિસાબ બાકી હશે તે દાવા માંડશે, અને આમ માર ખાઈને પાંસરા થવા કરતાં મિશ્રચેતન જોડે થયેલા દોષોની માફી જ માંગ માંગ કરીએ એટલે હલકા થઈ જવાય. છોકરાં જોડે, પત્ની જોડે, ફાધર, મધર એ બધાં મિશ્રચેતન જ કહેવાય. એ બધાનાં પ્રતિક્રમણ કરવાનાં. આજ્ઞા પાછળ જ્ઞાનીપુરુષનું વચનબળ કામ કરે એટલે કામ નીકળી જાય. હવે અત્યારથી જોતાં જોતાં જોતાં ઠેઠ નાની ઉંમર સુધી અંદર જોયા કરો. જોતાં જોતાં આ વર્ષથી ગયા વર્ષમાં, એના આગલા વર્ષમાં એમ કરતાં કરતાં બધું દેખાશે, ઠેઠ સુધી. નાનપણથી અત્યાર સુધીનું જોવું અગર તો અત્યારથી નાનપણ સુધી જોવું. ગમે તે એક અભ્યાસમાં પડી જજો મહીં. આત્મા થકી જોજો મહીં, અટકે તોય જો જો કર્યા કરજો. એટલે દેખાતું જશે આગળ. અંતરાયો ઘણી વખત ના હોય અને કોઈને હોય તો અટકે અને અંતરાય ઓછા હશે તેને બધું દેખાતું જશે. ઠેઠ નાના હતા ત્યાં સુધી બધું દેખાશે, શું શું કર્યું તે બધુંય. સામાયિકની વિધિ (જ્ઞાતસાક્ષાત્કાર પામ્યા પછી). નીરુબેન : હે દાદા ભગવાન, હે શ્રી સીમંધર સ્વામી પ્રભુ, મને

Loading...

Page Navigation
1 ... 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307