________________
સામાયિકની પરિભાષા
૫૪૧
૫૪૨
પ્રતિક્રમણ
પ્રશ્નકર્તા: આ સવારની સામાયિક કરીએ છીએ એમાં તો ૫૦ મિનિટ પછી સુખનો ઊભરો આવે છે.
દાદાશ્રી : આવે જ ને ! કારણ કે આપેલો આત્મા છે અને અચળ આત્મા છે. લોકોની પાસે તો ચંચળ આત્મા છે અને તમારે તો આત્મસ્વરૂપ થઈને સામાયિક કરો. એટલે ગજબ આનંદ આવે. જેટલી સ્થિરતા વધારે ઉત્પન્ન થાયને, એટલું સુખ વધારે આવે.
પ્રશ્નકર્તા : સામાયિક અડતાળીસ મિનિટનું કેમ રાખ્યું ?
દાદાશ્રી : સુડતાળીસ નહીં, અડતાળીસ મિનિટ. અરે, એક દહાડો જો અડતાળીસ મિનિટ રહ્યું તો થઈ ગયું. પ્રખર આત્મા, ફૂલ ટેસ્ટેડ !
આઠ મિનિટ મન-વચન-કાયા જેને બંધ થઈ જાય, તેને ભગવાને સામાયિકની શરૂઆત કહી ને આઠથી અડતાળીસ મિનિટ રહે તેને સામાયિક કહી. અડતાળીસ મિનિટથી તો વધારે કોઈને પણ ના રહે. આત્મામાં જ રહેવું એ સામાયિક.
“અક્રમ'માં સામાયિક પ્રશ્નકર્તા : સામાયિકમાં વિચારો આવે ને ‘દાદા ભગવાનના અસીમ જય જયકાર હો' બેઉ ચાલે, તે શું છે ?
દાદાશ્રી : અહીં પાડોશમાં મિયાંભાઈની ઘાણી ચકડ ચકડ બોલતું હોય, ને તમે રેંટિયો કાંતતા હોય તો શું કરો ? તેમ આ મનનો ચક્કો ચાલ્યા જ કરશે. તમારે એને જોયા જ કરવાનો. ખરાબ વિચારો કે સારા વિચારો જોયા જ કરવાના છે. હવે પાડોશી હોય તેની વાણી કંઈ બંધ કરાય ? એનાથી ગભરાવાની જરૂર નથી. આપણે અહીં સત્સંગ કરતા હોઈએ. આ આપણે આપણી સ્ટડી રૂમમાં હોઈએ ને બહાર હુલ્લડ થાય તો તમારે શું ? મન શેય થયું ને તમે જ્ઞાતા થયાં, એટલે મન વશ થઈ ગયું. અમારેય મન તો હોય, મોક્ષ થતાં સુધી મન તો હોય. પણ અમારું મન કેવું હોય ? સેકંડના કાંટાની જેમ ફર્યા કરે, અટકે નહીં.
અમારું મન બધું ખલાસ થયેલું. તેના જ્ઞાતા-દ્રષ્ટા રહો તો મન ખલાસ થાય.
પ્રશ્નકર્તા : વ્યવહાર સામાયિક અને નિશ્ચય સામાયિકમાં શો ફેર ? હિતકારી કર્યું ?
દાદાશ્રી : નિશ્ચય સામાયિક ! વ્યવહાર સામાયિક મનથી થાય અને નિશ્ચય સામાયિક આત્માથી થાય. મનને એકાગ્ર કરવું ને બહાર દોડધામ ના કરવા દેવું તે વ્યવહાર સામાયિક.
પ્રશ્નકર્તા : વ્યવહાર સામાયિકનું ફળ શું ?
દાદાશ્રી : પુણ્યાનુબંધી પુણ્ય. નિશ્ચય સામાયિક તે તમે શુદ્ધાત્મા છો એ ફરી નક્કી કરાવડાવે. ને પછી વિષયસંબંધી દોષો જોવા માંડે, તે ૩૫ વર્ષની ઉંમરથી ૩૪, ૩૩ તે ઠેઠ સુધી જોવા માંડે. પછી હિંસા સંબંધી, કષાય સંબંધી, આમાં ફક્ત આત્મા જ હોય. મન, બુદ્ધિ, બધું આઈડલ (નિષ્ક્રિય) રહે.
જોયા કરવું એ સામાયિક કહેવાય ને આ સામાયિક પ્રતિક્રમણ કહેવાય.
પ્રશ્નકર્તા : ખાલી સામાયિક કરવાથી ધોવાય કે પ્રતિક્રમણ કરવું
દાદાશ્રી : પ્રતિક્રમણ કરવું પડે. આ સામાયિક પ્રતિક્રમણ કહેવાય છે. સામાયિક એટલે બહારનો વ્યવહાર બંધ અને પ્રતિક્રમણ એટલે મહીં ચાલુ.
પ્રશ્નકર્તા : સામાયિક બધા ભેગા થઈને અમે કરીએ છીએ, તો તેમાં દર વખતે શું કરવું ?
દાદાશ્રી : વિષયનું વધારે કરવું. પહેલાં વિષયનું પ્રતિક્રમણ લો. તે તેને ઠેઠ સુધી જાય. પછી ઋણાનુબંધ પર લો. ઋણાનુબંધ એટલે આપણને જે જે ભેગાં થયાં હોય, તે બધાને યાદ કરીને પ્રતિક્રમણ કરો.