Book Title: Pratikramana Granth
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 305
________________ સામાયિકની પરિભાષા પપ૧ પપર પ્રતિક્રમણ દાદાશ્રી : એ એમ કરતાં કરતાં સિદ્ધ થાય, એકદમ ના થઈ જાય. પ્રશ્નકર્તા : એ પ્રયોગ અધૂરો રહ્યો એટલે પછી બીજો પ્રયોગ કરીએ. એ અધૂરો મૂકીને ત્રીજો પ્રયોગ કરીએ, હમણાં અધૂરો છે, એટલે બધા અધૂરા રહે છે. દાદાશ્રી : આપણે એ પ્રયોગ ફરી પૂરા કરવા ધીમે ધીમે કરીને. હજુ પણ પ્રયોગ પૂરો નથી થયો ? સામાયિક, ‘તથી થતી, તથી થતી'તી પ્રશ્નકર્તા : મારાથી સામાયિક ક્યારેય નથી થતી. દાદાશ્રી : તારે ‘નથી થતી, નથી થતી’, એનું સામાયિક કરી નાખવું. એક ધ્યાનમાં હતા કે બેધ્યાનમાં હતા, એટલું જ ભગવાન પૂછે છે. હા, તે બેધ્યાનમાં ન હતા. ‘નથી થતું? એનું ધ્યાન કર્યું. પેલાએ ‘થતું હતું’ એનું ધ્યાન કર્યું. બીજી કશી ભાંજગડ છે નહીં. આ તો એનું એ જ છે. આમ એક જ વસ્તુ છે, આમ જુએ તો ને આમ જુએ તો. આપણે આમ ન ફરીએ તો બેક (પંઠો પેલું કહેવાય અને પેલી બાજુ ફર્યા તો બેક આમ કહેવાય. અમે તો આવું ઊંધું ચલાવીએ કે ‘નથી થતી’. જો એની જગ્યાએ હું હોઉં તો હું ક્યારનો બેસી જાઉં, ‘નથી થતી, નથી થતી.” એટલે અંતરાય-બંતરાય બધુંય જતું રહે. અંતરાય કહે, આમને જિતાય નહીં. આ તો અવળું ફરીને બેઠા. આ દિશા વાંકી પડી તો આપણે આમ ફરી ગયા. પછી એ દિશા તરફ સીધા જાય ત્યારે આ વાંકું થાય, તો પેલી બાજુ ફરી જઈએ. દિશાઓ ફર્યા કરવાની. એટલે આ બધું એકનું એક છે. પણ એમાં બે ન થવું જોઈએ. ત્યાં આગળ ઘર સાંભરે એવું ના થવું જોઈએ. ‘નથી થતું, નથી થતું’ એ જ ધ્યાન હોવું જોઈએ. આ દાદાના ધોળા વાળ આખાય દેખાય. કો'કને ધ્યાનમાં આખા કાળા દેખાય. એનો કોઈ વાંધો આવતો નથી. આપણે કામ શું છે ? એકાગ્ર ધ્યાન હતું કે નહીં ? ધ્યાન ક્યારે કહેવાય ? એકાગ્ર થાય તો એક જ વસ્તુ અને આ બધા રામ રામ બોલે છે તે એ ધ્યાન ન હોય. અને આ ધ્યાન તો દાદાઈ ધ્યાન કહેવાય. એ તો અજાયબી કહેવાય ! ધ્યાન કરનાર ‘ચંદુભાઈ’, ધ્યાનનો અનુભવ કરનાર ‘ચંદુભાઈ ને જાણનાર આત્મા, એટલે તું જાણે કે ધ્યાન બરાબર ‘થતું નથી, થતું નથી” અને પેલો જાણે કે ‘થાય છે, થાય છે'. એટલે બધાય માર્ગ ખુલ્લા થયેલા હોય. જો જ્ઞાન હોયને તો બધાય માર્ગ ખુલ્લા ને જો જ્ઞાન નથી તો એક જ માર્ગ ખુલ્લો છે ને બીજા માર્ગે જશે તો ભ્રષ્ટાચાર થઈ જશે. એમાં “જોયો’ ‘જોતારા'ને સામાયિકમાં ‘તમે’ ‘જોનારા’ને જોયો ! આ સામાયિકમાં બધાં દોષો ધોવાઈ જાય ! સામાયિક વખતે આત્મા તમે પોતે અને આ જોનારનેય તમે જોયો, અંદરથી ! નહીં તો માણસમાં આટલી યાદ કરવાની શક્તિ તો હોય જ નહીં ને ! આ તો બધું પડે પડ જોઈ થોડુંઘણું તમને અહીં ભાસ પડ્યો કે નહીં ? એમ ? શું વાત કરો છો ? કહેવું પડે ! તમારે કેમનું છે મહીં ? થોડું ઘણું રાગે પડ્યું હતું ? આ તમને સામાયિકનો લાભ મળી ગયો. કારણ કે આ સામાયિક તો આત્મ સામાયિક કહેવાય. અને વ્યવહાર સામાયિક એટલે શું ? આ બહાર જે સામાયિક કરે છે તે મનને સ્થિર કરવાનું સામાયિક. તેય પૂરું મન સ્થિર થાય તો ઉત્તમ અને અહીં આ તો મનની વાત જ નહીં ને ! આ તો પુણિયા શ્રાવકનાં સામાયિક બધાં ! પ્રશ્નકર્તા : આપે પેલું હમણાં કહ્યુંને કે આ સામાયિકમાં જોનારાને જુએ છે તો એ જરા સમજાયું નહીં. દાદાશ્રી : આત્મા સિવાય બુદ્ધિની શક્તિ છે એટલે બહારની

Loading...

Page Navigation
1 ... 303 304 305 306 307