Book Title: Pratikramana Granth
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 285
________________ સામાયિકની પરિભાષા જતાં હોય તેને હાંક હાંક કરે અને કુંડાળામાં પેસવા ના દે તેને સામાયિક કહે છે. તોય તે સામાયિક થાય, કારણ કે આર્તધ્યાન ને રૌદ્રધ્યાન તેમાં ના થાય. મુમુક્ષુ : આર્તધ્યાન અને રૌદ્રધ્યાન તેમાં સમતા જ કહેવાય ને ? ૫૧૧ હોય તો પછી દાદાશ્રી : પણ આર્તધ્યાન ને રૌદ્રધ્યાન જાય નહીં, એ તો હોય જ. એના માટે સામાયિક કરતાં પહેલાં પહેલો નિયમ કરવો પડે. ‘હે દાદા ભગવાન ! આ ચંદુલાલ, મારું નામ, આ મારી કાયા, આ મારી જાત, મારું મિથ્યાત્વ બધું આપને ધરાવું છે. અત્યારે મને આ સામાયિક કરતી વખતે વીતરાગભાવ આપો.' આમ વિધિપૂર્વક કરે તો કામ થાય. મોક્ષ આપે, સાચું સામાયિક મુમુક્ષુ : સામાયિક, પ્રતિક્રમણ એ બધું ધર્મધ્યાન કરવાથી મોક્ષનો માર્ગ મળે ? દાદાશ્રી : મળે, પણ અત્યારે જે ચાલે છે એ સામાયિક ને પ્રતિક્રમણથી ના મળે. આ તો સાચો માલ ન હોય. સાચું સામાયિક હોય તો એક જ સામાયિક કરે તો મોક્ષ થાય. અત્યારે એમાં કોઈનો દોષ નથી. આ કાળનો સ્વભાવ એવો છે. મુમુક્ષુ : આપણે ખોટું સામાયિક કરીએ છીએ તે ખબર કેમ પડે ? આપણે તો સાચું કરીએ છીએ એ આશયથી જ કરતા હોઈએને ? દાદાશ્રી : આત્મા ઓળખ્યા પછી સાચું સામાયિક થાય. ત્યાં સુધી સાચું સામાયિક થાય નહીં. ત્યાં સુધી મન સ્થિર કરવાનું સાધન ખરું. દેહને સ્થિર કરવાનું સાધન. એ બધા લૌકિક સામાયિક ! અને આ (અહીં) અલૌકિક સામાયિક, વ્યવહાર આત્મા'ને સ્થિર કરવા માટેનું છે. આપણે અહીં જ્ઞાન આપ્યા પછી ‘વ્યવહાર આત્મા’ને સ્થિર કરી શકાય ને ! જાણ્યા વગર શી રીતે બને ? આપણે અહીં જ્ઞાન આપ્યા પછી, એ ‘વ્યવહાર આત્મા'ને સ્થિર કર્યા કરે. અહીં આગળ ૫૧૨ જાગૃતિ બહુ હોય ને ત્યાં જાગૃતિ જ ના હોય. સામાયિકતો કર્તા કોણ ? પ્રતિક્રમણ કોઈ એક ભાઈ હોય તે સામાયિક કરતા હોય તો બીજા લોકોને શું કહે કે, ‘હું રોજ ચાર સામાયિક કરું છું, આ બીજા ભાઈ તો એક જ સામાયિક કરે છે.' એટલે આપણે સમજીએ કે એ ભાઈને સામાયિક કરવાનો ઇગોઈઝમ (અહંકાર) છે, એટલે બીજાનો દોષ કાઢે છે કે, એ એક જ કરે છે અને હું ચાર કરું છું.' પછી આપણે બે-ચાર દહાડા પછી જઈએ કે ભાઈ, કેમ આજે સામાયિક નથી કરતા ?” ત્યારે કહેશે કે, ‘પગ ઝલાઈ ગયા છે.’ તે આપણે પૂછીએ કે, ‘ભાઈ, પગ સામાયિક કરતા હતા કે તમે કરતા હતા ? પગ જો સામાયિક કરતા હોય તો તમે બોલતા હતા તે ખોટું બોલ્યા.' એટલે આ પગ પાંસરા જોઈએ, મન પાંસરું જોઈએ, બુદ્ધિ પાંસરી જોઈએ, બધા સંજોગ પાંસરા હોય ત્યારે સામાયિક થાય અને અહંકારેય પાંસરો જોઈએ. અહંકારેય તે ઘડીએ પાંસરો ના હોય તો કાર્ય ના થાય. એટલે આ બધું ભેગું થાય ત્યારે કાર્ય થાય. તેમાં તમે એકલા શું કરવા માથે લો છો ? એટલે આ પરસત્તાએ કર્યું એમાં તમારું શું ? એવું માથે લે કે ના લે ? પણ આ તો ‘અહંકાર’ કર્યા કરે છે ખાલી. કરે છે આ બધું સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ’ પણ ‘પોતે’ કહે છે ‘હું કરું છું’ તે ગર્વ૨સ અને ગર્વરસ ચાખવાની ટેવ છેને, ત્યાં સુધી આ સંસાર ઊભો કરે છે. વાત તો સમજવી પડશેને ? એમને એમ કંઈ ગખ્ખું ચાલે કંઈ ? હવે તેથી આ લોકોએ કહ્યું છે કે યહી ગલે મેં ફાંસી.' આ સામાયિક કરી, પ્રતિક્રમણ કર્યું, આ મેં ત્યાગ્યું એ બોલ્યા એ તમારા ગળામાં ફાંસી છે, તેં ગર્વરસ ચાખ્યો તેની. સામાયિક, પુણિયા શ્રાવકતું પ્રશ્નકર્તા : પુણિયા શ્રાવકનું સામાયિક કેવું હતું ?

Loading...

Page Navigation
1 ... 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307