________________
(૧૪) કાઢે કષાયની કોટડીમાંથી...
જ જોઈએ કે આ ચુમ્મોત્તેર વર્ષ થયાં, હવે તો જરા ધીમા પડો. એટલે આવું થયું હોય તો, ક્ષમાપના માંગી લેવી. કોઈને વધારે પડતું દુઃખ થયું હોય તો, ક્રમણનો વાંધો નથી. અતિક્રમણનો વાંધો છે. એટલે અતિક્રમણ થાય તેનો સરકારેય ગુનો ગણે છે. આ બધા બોલે એનો વાંધો નથી. નવી જ જાતનું, તૃતીયમ બોલે, અને આ બધાના મનમાં એમ થાય કે, અરેરે, આવું કેવું બોલે છે ! એ અતિક્રમણ કહેવાય.
જેની દાનત ચોર હોય તે અતિક્રમણ કહેવાય. ઇરાદો ખરાબ હોય તે અતિક્રમણ કહેવાય.
૨૫૧
તાંતો જતો રહે એટલે જાણવું કે આ ક્રોધ-માન-માયા-લોભ રહ્યું નથી હવે. તમે શુદ્ધ જ થઈ ગયા હવે. તમે જ્ઞાતા-દ્રષ્ટા પરમાનંદી. ‘ચંદુભાઈ’શું કરે છે, એને જોયા કરવું. ચંદુભાઈનું ચલાવશે કોણ ? વ્યવસ્થિત નામની શક્તિ. અને બહુ સારું ચાલશે.
ગુસ્સો થાય અને સામા માણસને દુઃખદાયી થઈ પડ્યો હોય, ભલે ક્રોધ ના થયો, પણ દુ:ખદાયી થઈ પડ્યો તો આ તો પોતે શુદ્ધાત્મા છું એમ માને છે પણ જેણે અતિક્રમણ કર્યું છે, તેની પાસે પ્રતિક્રમણ કરાવો. એટલે અતિક્રમણ કરનાર ચંદુભાઈ - તે ચંદુભાઈને તમારે કહેવું પડે કે પ્રતિક્રમણ કરો. તમારે નહીં કરવાનું. આત્મા થયા પછી પ્રતિક્રમણ હોય નહીં. પણ જેણે અતિક્રમણ કર્યું, તેની પાસે પ્રતિક્રમણ કરાવો, તમારા પડોશી પાસે.
હવે ક્રોધ-માન-માયા-લોભ થવાનાં નહીં, પણ છોકરી જોડે એકદમ બહુ આકરા થઈ ગયા હોય તો તમારે ચંદુભાઈને કહેવું કે, ‘આટલા બધા આકરા શું કરવા થાવ છો ? બેબીને કેટલું ખરાબ લાગે !' અંદરખાને માફી માગી લો. બેબીને મોઢે કહેવાનું નહીં પણ અંદરખાને માફી માંગી લો. ફરી નહીં કરવું આવું. અને નહીં તો પછી માફી માંગવાની હોતી નથી. આપણે જો કશી કચકચ કે દુઃખ થાય એવું ના કર્યુ હોય તો.
પ્રશ્નકર્તા : કષાયોના તાંતા પછી પ્રતિક્રમણ નથી થતું.
પ્રતિક્રમણ
દાદાશ્રી : ઉદ્વેગમાં પ્રતિક્રમણ બહુ મોડું થાય, ને તાંતામાં થોડીવાર લાગે. ઉદ્વેગ એટલે બોમ્બાર્કીંગ કરે એના જેવું છે. ને તાંતો એટલે ટીયરગેસ છોડીને ગૂંગળાવે તેના જેવું.
પ્રકૃતિને જોવી એ પુરુષાર્થ
પ્રશ્નકર્તા : એ બરોબર છે. ક્રોધ આવે તો તે ઘડીએ અંદર
૨૫૨
ભાવમાં થાય કે, આ ખોટું છે. તારે ક્રોધ ના કરવો જોઈએ.
દાદાશ્રી : આપણે છે તે ચંદુભાઈને કહેવું કે ભઈ, અતિક્રમણ કેમ કર્યું ? પ્રતિક્રમણ કરો.
પ્રશ્નકર્તા : પેલો ક્રોધ આવે તો આ બાજુ અંદર પેલું ઊભું થાય કે, આ ચંદુ શા માટે કરે છે ? આવું શું કામ કરે છે ? આ ખોટું છે. પણ કો'ક દહાડો એ ક્રોધ આપણને પાડી નહીં નાખે ને ? તો શું કરવું ?
દાદાશ્રી : આપણને કોઈ પાડી નહીં નાખે. એ બધાં મડદાં છે. જીવતાને શી રીતે પાડે ? પુદ્ગલમાત્ર મડદાલ છે. કોઈ નામ ના દે. ‘હું તો દાદાનો, મારી પાસે ક્યાં આવો છો ? શરમ નથી આવતી. દાદા, દાદા, દાદા’ કહીએ.
પ્રશ્નકર્તા : એટલે એમ થાય કે, ક્રોધ પાછો પરિભ્રમણમાં નાખી દે, નવા બંધ પાડે ?
દાદાશ્રી : એ શું નાખતો'તો ? એ (ક્રોધ) બિચારા ન્યૂટ્રલ, નપુંસક જાતના લોક ! એ તો જે ક્રોધના દબાયેલા છે એને માટે. આપણે દબાયેલા નથી.
અને પ્રતિક્રમણ ના થતું હોય તેને એમ કહી શકો છો કે ભઈ, પ્રતિક્રમણ કરો.
પ્રશ્નકર્તા : ક્રોધની શરૂઆત થાય પછી પ્રતિક્રમણની શરૂઆત થાય ?