________________
(૨૩) મન માંડે મોંકાણ ત્યારે
આપે. બીજો કોઈ ઉપાય નથી. ઇન્કમટેક્ષવાળોય દોષિત ના દેખાય એવું રાત્રે કરીને સૂઈ જવાનું. આખું જગત નિર્દોષ જોઈને પછી ચંદુભાઈને સૂઈ જવા કહેવું.
૩૭૯
પહોંચે, મતથી કરો તોય
તમે કોઈની જોડે ઝઘડો કર્યો એ અતિક્રમણ કહેવાય. એ અતિક્રમણનું પ્રતિક્રમણ કરો. એટલે એનો પશ્ચાત્તાપ થઈ નિકાલ થઈ
જાય.
પ્રશ્નકર્તા ઃ પ્રતિક્રમણ પ્રત્યક્ષમાં થવું જોઈએ ને ?
દાદાશ્રી : પ્રતિક્રમણ પાછળથી થાય તોય વાંધો નથી.
પ્રશ્નકર્તા : મેં તમારી અવહેલના કરી હોય, અશાતના કરી હોય તો મારે તમારા પ્રત્યક્ષમાં આવીને પ્રતિક્રમણ કરવું જોઈએને ?
દાદાશ્રી : જો પ્રત્યક્ષ થાય તો સારી વાત છે. ન થાય તો પાછળ કરે તોય સરખું જ ફળ મળે.
પ્રશ્નકર્તા : પણ પેલાને પહોંચે કેવી રીતે ?
દાદાશ્રી : એ બધું અમે જાણીએ, કેવી રીતે પહોંચે તે ! એ બુદ્ધિથી તમારે સમજાય એવું નથી. એ અમે ‘જ્ઞાનીપુરુષ' જાણીએ. તે અમે તમને કહીએ એટલું તમારે કરવાનું. બીજી ભાંજગડમાં, બુદ્ધિમાં તમે પડશો નહીં. વખતે એ ભેગા ના થાય તો આપણે શું કરવું ? એમને એમ બેસી રહેવું ? ભેગા ના થયા તો શું કરવું ? આ અમે કહીએ છીએ એ પ્રોસેસ (પ્રક્રિયા) છે.
આ કાળમાં વિરાધકો વધારે
અમે શું કહ્યું, “તમને દાદા માટે એવા ઊંધા વિચાર આવે છે, માટે તમે એનું પ્રતિક્રમણ કર્યા કરો.' કારણ કે એનો શો દોષ બિચારાનો ? વિરાધક સ્વભાવ છે. આજનાં બધાં મનુષ્યોનો સ્વભાવ જ
પ્રતિક્રમણ
વિરાધક છે. દુષમકાળમાં વિરાધક જીવો જ હોય. આરાધક જીવો ચાલ્યા ગયા બધા. તે આ જે રહ્યા છે, એમાંથી સુધારો થાય એવા જીવો ઘણા છે, બહુ ઊંચા આત્માઓ છે હજુ આમાં !
તીર્થંકરો તે જ્ઞાતીઓ પ્રત્યે
૩૮૦
અમારા વિશે અવળો વિચાર આવે તો પ્રતિક્રમણ કરી નાખવું. મન તો ‘જ્ઞાનીપુરુષ’નુંય મૂળિયું ખોદી નાખે. મન શું ના કરે ? દઝાયેલું મન સામાને દઝાડે. દઝાયેલું મન તો મહાવીરનેય દઝાડે.
પ્રશ્નકર્તા : ‘જે ગયા તે કોઈનું કશું ધોળે નહીં.' તો મહાવીરનો અવર્ણવાદ તેમને પહોંચે ?
દાદાશ્રી : ના, એ સ્વીકારે નહીં. એટલે રીટર્ન વીથ થેંક્સ (આભાર સાથે પરત) ડબલ થઈને આવે. એટલે પોતે પોતાના માટે માફી માગ માગ કરવાની. આપણને એ શબ્દ જ્યાં સુધી યાદ ના આવે ત્યાં સુધી માફી માગ માગ કરવી. મહાવીરનો અવર્ણવાદ બોલ્યા હોય તો માફી માગ માગ કરવાની. તે તરત ભૂંસાઈ જાય બસ. તીર મારેલું એમને પહોંચે ખરું, પણ એ સ્વીકાર ના કરે.
એ છે પરિણામ, અશાતતાઓનું
પ્રશ્નકર્તા : અમારા ગામમાં ચાલીસ દેરાસરો છે છતાંય પણ એવી કઈ અશાતના થઈ છે, કે એવા ક્યા કારણો છે કે જેથી કરીને આ ગામનો અભ્યુદય થતો નથી ?
દાદાશ્રી : થશે, અભ્યુદય થશે. અને હવે અભ્યુદય થવાની તૈયારીમાં જ છે.
પ્રશ્નકર્તા : કોઈ અશાતના થઈ છે ?
દાદાશ્રી : અશાતના વગર તો બધું થાય નહીં ને આવું. અશાતનાઓ જ થઈ છે ને, બીજું શું છે ?
પ્રશ્નકર્તા : એના નિવારણ માટે કોઈ રસ્તો ?