________________
(૩) નહોય ‘એ’ પ્રતિક્રમણ મહાવીરનાં !
એટલે મેં કહ્યું, ‘પડકમણું એટલે શું ?” ત્યારે કહે, ‘એ તો ચાળીસ વર્ષથી કરું છું, પણ એ મને ખબર નથી. હું કાલે મહારાજને પૂછી આવીશ.' ત્યારે ધન્ય ભાગ્ય મારાં ! મહાવીરના ધન્ય કે કોના ધન્ય
૪૧
છે એ ! આ ચાલે છે તેય ધન્ય ભાગ્ય છે ! ‘મહારાજને પૂછી લાવીશ', હવે આને ક્યાં પહોંચી વળાય ?
તમે પડકમણું કરો છો કે નથી કરતા ?
મુમુક્ષુ : હા, એક જ કરું છું બાર મહિનામાં. આખા વર્ષની માફી માંગી લેવાની તે દહાડે.
દાદાશ્રી : બસ, પછી પતી ગયું બધું તે દહાડે ?
ચાળીસ વર્ષથી કરો છો ! પૂછવું ના પડે ? આપણે જે કરીએ એ આપણે પૂછવું ના જોઈએ કે ભઈ, શું છે આ ? શેના હારુ છે, એવું ના પૂછવું પડે ? તો તમને કોણ ઠપકો આપશે ? આ લોકો વરસમાં એક વાર પ્રતિક્રમણ કરે, ત્યારે નવાં કપડાં પહેરીને જાય. તે પ્રતિક્રમણ એ શું પૈણવાનું છે કે શું છે ? પ્રતિક્રમણ કરવાનું એટલે કેટલું બધું પસ્તાવાનું ! ત્યાં નવાં કપડાં શેમાં ખાવાં છે ? એ કંઈ પૈણવાનું છે ? પાછાં રાયશી ને દેવશી. તે સવારનું ખાધેલું સાંજે યાદ રહેતું નથી, તે કેવી રીતે પ્રતિક્રમણ કરે ?
વીતરાગ ધર્મ કોને કહેવાય કે રોજ પાંચસો-પાંચસો પ્રતિક્રમણ કરે. જૈન ધર્મ તો બધે છે પણ વીતરાગ ધર્મ નથી. બાર મહિને એકવાર પ્રતિક્રમણ કરે, એને જૈન કેમ કહેવાય ? છતાં સંવત્સરી પ્રતિક્રમણ કરો તેનોય વાંધો નથી.
મિચ્છામિ દુક્કડમ્ પ્રશ્નકર્તા : મિચ્છામિ દુક્કડમ્ એટલે શું ?
દાદાશ્રી : મિચ્છામિ દુક્કડમ્ એ છે તે અર્ધમાગધી ભાષાનો શબ્દ છે. મિચ્છામિ દુક્કડમ્ એટલે શું કહેવા માગે છે કે, મિથ્યા મે દુષ્કૃતમ એવું કહેવા માગે છે, કે મારા દુષ્કૃત થયેલાં મિથ્યા થાઓ.
૪૨
પ્રતિક્રમણ
પણ એથી કશું થાય નહીં, એ તો પ્રતિક્રમણ તમારે કરવું પડે. મિચ્છામિ દોકડો કર્યા કરે એ સમજ્યા વગર બધું નકામું ગયું ! મહેનત બધી ધૂળધાણી થઈ ગઈ. મિચ્છામિ દુક્કડમ્ એટલે જેટલાં દુષ્કૃત થયાં હોય એ બધી જાતનાં દુષ્કૃત મિથ્યા થાવ.
પ્રશ્નકર્તા ઃ એ જે કામ કરતા હોય એનાં પ્રતિક્રમણ કરવાની જરૂર ?
દાદાશ્રી : ના, એ કામ કરતા હોય એમાં ગભરાવાનું નહીં. બધી બાબતનું પ્રતિક્રમણ છે એ, આ એકલું દુષ્કૃત નથી. એટલે ગભરાવાનું કંઈ કારણ નથી. દુષ્કૃત કર્યું કહેવાય કે જેમાં પ્રત્યક્ષ હિંસાનો વેપાર થતો હોય ત્યાં દુષ્કૃત કહેવાય. આ અનાજ-કરિયાણાનો ધંધો હોય એમાં જીવડાં પડી ઊઠે, એ જૈનોને ના શોભે. અને છતાંય ફરજિયાત આવી પડ્યું હોય તો પણ પશ્ચાત્તાપ તો લેવો જ જોઈએ ને કે ‘હે ભગવાન ! મારે ભાગે ક્યાં આવ્યું આ !' ખુશ તો ના જ થવું જોઈએ ને ? અભિપ્રાય તો જુદો હોવો જ જોઈએ ને આપણો ?
જ્ઞાતી પ્રરૂપે વીતરાગ ધર્મ
હવે જ્યાં ચોપડવાની પી ગયા, અને પછી કહેશે, ડૉક્ટર ખરાબ છે, ડૉક્ટરે આમ કર્યું, દવા એની બરોબર ના આપી. તે મારા છોકરાને, બાબાને ના મટ્યું, અલ્યા, ચોપડવાની પી ગયો, તે શેનું મટે ? જે
ચોપડવાની પી જાય તો મરી જાય ને ? ચોપડવાની દવા તો પોઈઝન
હોય ને ? એવું આ ચોપડવાની પી ગયા છે, અને જૈનધર્મને વગોવે
છે.
ક્યાં વીતરાગ માર્ગ, ને તેમાં કેટલા ભાગ પડ્યા આજે. જે અક્કલવાળો પાક્યો તે એને જુદો લઈને બેઠો. અલ્યા, પણ આ જુદો લઈને બેસીશ, તો વખતે તને બાપજી બાપજી કરનારા મળશે, પણ આની જવાબદારીનું ભાન કોના માથે ત્યારે ? તેં જુદો માંડ્યો તેથી !!
આ ચૂલો કેમ જુદો માંડ્યો ? આ એક ચૂલાની રસોઈ તે ચૂલો જુદો કેમ માંડ્યો ? અહંકારીઓ બધા ભાગ જ પાડે હંમેશાં.