Book Title: Prabuddha Jivan 2011 Year 58 Ank 01 to 12
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 6
________________ ૬ હિરાલાલને ગાંધીજીએ એમના ભણતર માટે વિલાયત જવાની સગવડન ન કરી આપી એટલે આ બધાં વંટોળ ઊભા થયા. આ સમયે ગાંધી માનવમાંથી મહાત્મા થઈ ચૂક્યા હતા, માત્ર ગાંધી કુટુંબના જ પિતા ન હતા. એમના વિચાર અને વર્તન ઉપર સમગ્ર ભારતના વળાંકો ઊભા હતા, અને ગાંધીજી આ વળાંકો માટે પણ સભાન હતા, એમને જે ‘સત્ય’ અને ‘ન્યાયી' લાગ્યું તે કર્યું. એક પિતા તરીકેની એમાં કોઈ નિફ્ળતા ન હતી. પ્રસિદ્ધ વ્યક્તિઓની આ જ કરુણતા છે કે એમના સંતાનો પોતાની લાયકાત વિચાર્યા વગર પિતાની પ્રસિદ્ધિને કારણે અશક્ય મહત્ત્વાકાંક્ષા પોતાના જીવનમાં ઊભી કરે અને પિતાની લાકડીનો ટેકો ન મળે, જે અન્યાયી અને અયોગ્ય માંગણી હોય-ત્યારે પોતાની નિષ્ફળતાઓનો દોષ અને આક્રોષ આવા પિતા ઉપર જ ઊતારે ‘ગાંધી-હિરાલાલ’ની ઘટનાને આ દૃષ્ટિ કોણથી જોવાની જરૂર છે. આ નવલકથા ઉપરથી 'ગાંધી વિરુદ્ધ ગાંધી' નાટક બન્યું ત્યારે તો એ નાટ્યકારે હિરાલાલને ખોબલે ખોબલે સહાનુભૂતિ મળે એવું પાત્રાલેખન કર્યું! ગુજરાતી, હિંદી, મરાઠી કે અંગ્રેજીમાં આ નાટક ભજવાયું ત્યાં પ્રેક્ષકોની સહાનુભૂતિ હિરાલાલ તરફ જ ઢળી. અને નાટક આર્થિક રીતે સફળ પણ રહ્યું, આ નાટક ઉપરથી ફિલ્મકાર ફિરોઝખાને ફિલ્મનું સર્જન કર્યું ત્યારે ફિરોઝખાને ‘ગાંધીઃ માય ફાધર’ના નામે એ ફિલ્મમાં આ ઘટનાનું સમતુલન આબાદ રીતે કરવા પ્રયત્ન કર્યો છતાં સર્જકની આ સભાનતા હિરાલાલને પૂરો ન્યાય આપવામાં થોડી ઊણી પણ ઉતરી, મહાન પાત્રને લઈને કૃતિનું સર્જન કરાય ત્યારે પાત્રની મહાનતાથી અજાણ્યે પણ પ્રભાવિત થઈ જ જવાય. એમની આ ફિલ્મ સંદર્ભે ફિલ્મકાર ફિરોઝખાન સાથે મારે ફોન ઉપર વિગતે વાત થઈ, લગભગ ૩૦ મિનિટ સુધી, અને મારી પાસે આ કલાકારે પ્રબુદ્ધ જીવન જાન્યુઆરી ૨૦૧૧ એટલા બધાં સંદર્ભો ફોન ઉપર ખડકી દીધા કે હું તો સ્તબ્ધ બની ગર્યો! પ્રબળ પુરુષાર્થ અને સ્વચિંતન પોતાની કલાકૃતિમાં ભળે તો જ ઉત્તમ કલાકૃતિ સર્જાઈ જાય એની પ્રતીતિ આ સર્જકે મને કરાવી દીધી. જાન્યુઆરી માસ આવે ત્યારે જ્યારે ગાંધીજીની શહાદતને અંતર નમન કરતું હોય એવા સમયે કોઈ અયોગ્ય વિચાર હત્યા-વધ અને પિતા પુત્ર સંબંધ વગેરે ક્યાંક ઉપસે ત્યારે હૃદય દ્રવી ઊઠે જ. હમણાં ‘નવનીત સમર્પણ’ અને પછી ‘ભૂમિપુત્ર’માં પ્રગટ થયેલ શરીફા વીજળીવાળાએ જેમનો ગાંધીજી પાસે પુત્રવત ઉછેર થયેલો એ પૂ. નારાયણભાઈ દેસાઈની લીધેલી દીર્ઘ મુલાકાતમાંથી એક અંશ અત્રે પ્રસ્તુત કરૂં છું. સવાલ :– તમારા (નારાયણ દેસાઈ) પ્રેમલગ્ન હતા? કયા ગુણોથી તમે આકર્ષાયેલા? લગ્નમાં કોઈ અવરોધ ખરો ? ઉત્તર :– અમે બન્નેએ જ એક બીજાની પસંદગી કરેલી. અવરોધ તો જરાય નહીં, પણ અમારી એક મૂંઝવણ હતી. બાપુએ (ગાંધીજીએ) નક્કી કરેલું કે તેઓ એવાં જ લગ્નમાં હાજરી આપશે જેઓ બેમાંથી એક પાત્ર હરિજન અને બીજું સ્વર્ણ હોય. અમે બન્ને સ્વર્ણ હતાં. અમારા વતી નરહરીભાઈએ (ગાંધીજી પાસે) બહુ વકીલાત કરી. પણ બાપુએ ફેંસલો આપ્યો. ‘મારા આશીર્વાદ તો બાબલાને (નારાયણભાઈને બધાં બાબલો કહેતા) હોય જ. પણ એ ઘરનો-છોકરો છે. માટે અપવાદ ન કરાય. એને આશીર્વાદ મળશે. મારી હાજરીની અપેક્ષા ન રાખે !' ગાંધીની શહાદત અને બલિદાન અને ગાંધી સિદ્ધાંતોને કોરિ કોટિ વંદન. ધનવંત શાહ drdtshah@hotmail.com ‘સર્વોદય તીર્થમિદં તવૈવ' આચાર્ય સમંતભદ્ર તથા મહાત્મા ગાંધી એક તુલનાત્મક દૃષ્ટિ ઘહિંદી-ડૉ. રામજીસિંહ • અનુવાદક-પુષ્પા પરીખ ‘સર્વોદય' શબ્દ ભલે સંસ્કૃત સાહિત્યમાં નથી જોવા મળતો પરંતુ સર્વોદયની ભાવના પ્રાચીન વૈદિક આર્ય તથા નીતિગ્રંથોમાં પર્યાપ્ત રૂપે જાણીતો છે. આનું એક કારણ એ હોઈ શકે કે અને ‘ઉદય-આ બે શબ્દોનો બનેલો સમાસ એટલે ‘સર્વોદય'. ભલે શબ્દકોષમાં આ શબ્દ ન હોય પરંતુ આ શબ્દની પાછળની ભાવના અતિ સુરમ્ય અને પ્રખર છે. 'વાગસ્પત્યમ્ કે શબ્દક્પદ્રુમ' જેવા બૃહદ્ શબ્દકોષમાં પણ આ શબ્દ નથી જણાતો. સંપૂર્ણ વેદ, ઉપનિષદ્, ગીતા તથા વાલ્મીકીય રામાયણમાં પણ આનો પ્રયોગ જણાતો નથી. છતાં વૈદિક સંસ્કૃતિમાં સર્વોદયની ભાવના રૂપે એ (વિદુષી અનુવાદક પુષ્પાબેન પરીખ, આ સંસ્થા તેમ જ પ્રબુદ્ધ જીવનના સક્રિય કાર્યકર અને ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષા સાહિત્યના અભ્યાસી ચિંતક છે.) શબ્દ વિધમાન છે. આશ્ચર્ય તો ત્યારે થાય છે કે જ્યારે જૈનાચાર્ય સમન્તભદ્રના પુસ્તક “યુક્તાનુશાસન'માં ‘સર્વોદય' શબ્દ 'સર્વોદય' ‘સર્વ’તીર્થના રૂપે વપરાયો છે. ‘સર્વોદય’માં ‘સર્વ’ શબ્દનો બહુવચન તરીકે પ્રયોગ જણાય છે. ‘સર્વનો બીજો અર્થ છે હરેક રીતે યા દરેક પ્રકારે', સર્વ પ્રકારનો અર્થ ભૌતિક-આધ્યાત્મિક, પ્રેય-કોય, સિવાય આર્થિક, સામાજિક, રાજનીતિક, સાંસ્કૃતિક આદિ સર્વેમાં વપરાય છે. મહાત્મા ગાંધીજીએ સર્વોદયનો ઉપર જણાવેલા અર્થ ઉપરાંત એક નવો અર્થ પણ જણાવવાનો પ્રયોગ કર્યો છે. તેઓના આ

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 402