Book Title: Pio Anubhav Ras Pyala
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust

Previous | Next

Page 9
________________ પ્રિય મુનિરાજ, હવે એકલતાની અંધારી કોટડીમાંથી બહાર નીકળો. સુખદુઃખના જાતજાતના તોફાનોમાં ઘેરાયેલા જિંદગીના મહાસાગરના કિનારે ઊભા રહો. ઊભા ઊભા તેનું દર્શન કરો. તમારા મનમાં ડિપ્રેશન લાંબુ ટકી શકશે નહીં. દરિયો તોફાની છે તે જાણવા છતાં પોતાની હોડીને મુકામ પર પહોંચાડવા તત્પર સાગરખેડુઓને જે જુએ છે તેને પોતાના મનની ઉદાસીના ખાબોચિયામાં જ પડયા રહેવાનું ગમે નહીં વ્હાલા મુનિવર, તમે તમારા અંતરાત્માને પૂછો ઃ સાધુ છું ને ? એક સાધુ તરીકે મારામાં જે કાંઈ રચનાત્મક ગુંજાશ છે, તેનો મેં શું ઉપયોગ કર્યો ? મારા સાથી, મારા પરિચિત મૂનિઓની ઉદાસી દૂર કરી ? તમારા પરિચયમાં આવનારા જીવાત્માઓને આત્મજ્ઞાનનો પ્રકાશ આપ્યો ? એમને શાન્તિ-સમતા અને પ્રસન્નતાનો અનુભવ કરાવ્યો ? સુજ્ઞ મુનિવર, તમારા કુંડાળાની બહાર બીજા પણ સાધુ-સાધ્વી-શ્રાવકશ્રાવિકા સાથે તમારી સગાઈ છે, તમારો સંબંધ છે - એ વાત તમે જાણો છો ને? પરમાત્માના ચતુર્વિધ સંઘમાં એ બધાનો સમાવેશ છે ! આ ચતુર્વિધ સંઘનો નાતો સર્વશ્રેષ્ઠ નાતો છે, આ વાત ન ભૂલશો. - વિદ્વાન મુનિરાજ, તમારામાં ઘણી બધી રચનાત્મક ગુંજાશ છે તેને શોધી કાઢો. તેને અનુરૂપ તમે નવાં જીવનધ્યેય નકકી કરો. એ જીવનધ્યેયોને દ્રઢતાથી અનુસરો. એની સાથે સાથે તમે તમારા મનને ઔષધ અને ખોરાક આપો. એ ઔષધ ને ખોરાક છે ઈષ્ટ-પરમાત્માનું સ્મરણ અને ચિંતન. તમારા શ્રદ્ધેય તીર્થકર પરમાત્માનું ખૂબ સ્મરણ કરતા રહો અને એમની કૃપાને પાત્ર બનતા રહો. | મુનિવર, એક અગત્યની વાત કરું. તમારી સાથે રહેનારા-જીવનારા મુનિવરોની ભૂલોને માફ કરતા રહો. એમને ક્ષમા આપતા રહો. એમની સાથે નેહભર્યું સાહચર્ય સ્થાપિત કરો. એમના જીવનમાં રસ લેવાનું શરૂ કરો. તમારા પ્રત્યે આંતર પ્રીતિ છે; માટે આ પત્ર લખ્યો છે. ખાસ તો આ ‘શામ્યશતક' વાંચી જવા - વિચારી જવા તમને લખવું જ હતું, ત્યાં તમારો પત્ર આવ્યો ! એટલે વિસ્તૃત પત્ર લખાઈ ગયો ! તમે મારા સ્વાથ્યની ચિંતા કરો છો, એ સ્વાભાવિક છે. ચિંતાજનક સ્વાથ્ય નથી. ખૂબ સ્વસ્થતા ને પ્રસન્નતા છે. આ અંગે તમને અવસરે પત્ર લખીશ. મારા યોગ્ય સેવાકાર્ય લખજો. જલ્દી સ્વસ્થ બનો, એ જ કામના.

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 130