Book Title: Pio Anubhav Ras Pyala Author(s): Bhadraguptasuri Publisher: Vishvakalyan Prakashan Trust View full book textPage 7
________________ કારણ મેં હમણાં જ લખ્યાં - ૧. એક જ ઘરેડની આ જીંદગી, ૨. કંઈ ગમતું નથી, ઉત્સાહ નથી, ઉમંગ નથી. ૩. કયાંય સારું લાગતું નથી. ૪. ખોટા-ખોટા વિચારો. પ. શૂન્યમનસ્કતા, અન્યમનસ્કતા. ૬. જીવનની નિષ્ફળતાની લાગણીનો ડંખ. ૭. કંટાળો...કંટાળો કંટાળો. બરાબરને ? મુનિરાજ ! સહુથી મોટું અને મહત્વનું કારણ બતાવું? જે સાધુ વૈરાગ્યમાર્ગ પર વિજય નથી મેળવતો, વૈરાગ્યને દ્રઢ-પરિપક્વ નથી કરતો, તેને મનની મંદી સતત સતાવતી રહે છે! પ્રશમરતિમાં ભગવાન ઉમાસ્વાતીએ કહ્યું છેઃ तत्प्राप्य विरतिरत्नं विरागमार्गविजयो दुरधिगम्यः । ન્દ્રિય-ગાય-વ-પરીસહ-સંપવિથોણ છે સાધુ બની ગયા પછી પણ વૈરાગ્યની જ્યોત જ્વલંત રાખવી, ઘણી મુશ્કેલ હોય છે. તેનાં કારણો તેમણે આપ્યાં છે :૧. ઈન્દ્રિયોની ચંચળતા, ૨. કષાયોની પ્રબળતા, ૩. ગારવો (રસ - અદ્ધિ - શાતા) ની પ્રચુરતા. ૪. પરીસહો સહવાની કાયરતા. આ ચારે નબળાઈઓ છે ને આજના સાધુમાં? તમારે કબૂલ કરવું પડશે. આજે સાધુ આ નબળાઈઓને સ્વીકારીને જીવી રહ્યો છે ! એ ઇન્દ્રિયોને પરવશ છે. એ કષાયોને આધીન છે. એ ગારવોને ઇચ્છે છે અને પરીસહો સહવાથી દૂર ભાગે છે. એ કેય પરિસહ આનંદથી સહવા તૈયાર નથી... પછી મનની મંદીનો - ડિપ્રેશનનો શિકાર બને જ ને ! છતાં તમને હું કહું છું કે કશી દવા લીધા વિના મનની આ મંદી દૂર કરી શકાય છે. ડિપ્રેશનની તીવ્ર લાગણી કોઈને કોઈવાર-ઘણીવાર તો વર્ષો સુધી અનુભવી હોય તેવી વ્યક્તિઓનાં મોટાં નામ જોઈએ તો તેમાં મહાન વૈજ્ઞાનિક સર આઇઝેક ન્યુટન, મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરૂ, સર વિન્સ્ટન ચર્ચિલ, અમેરિકાના પ્રમુખ અબ્રાહમ લિંકન જેવા અનેકોનો સમાવેશ થાય છે. ચર્ચિલે તો પોતાના ડિપ્રેશનને જીવતું નામ આપ્યું હતું Black Dog'ચર્ચિલને જ્યારે ડિપ્રેશનનો હુમલો આવતોPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 130