Book Title: Pio Anubhav Ras Pyala
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust

Previous | Next

Page 8
________________ ત્યારે તે કહેતા - બ્લેક ડોગ મારી પાછળ પડયો છે ! આ ડિપ્રેશનનો કાળો કૂતરો કોઈને કરડી ગયાનો અનુભવ થાય છે, તો કોઈને એની ભસાભસથી બહુ ડર લાગે છે ! ઘણા બધા લોકોએ ડિપ્રેશનના આ કાળા કૂતરાથી ડર્યા વિના, મક્કમપણે તેનો સામનો કર્યો છે. આ સામનો જુદી જુદી વ્યક્તિઓએ જુદી જુદી રીતે કર્યો છે. એ બધી રીતો તમને પછી બતાવું છું. આજે મારે તમને પહેલી અને અતિ અસરકારક રીત બતાવવી છે. અને એ રીત છે વાંચનની, અધ્યયનની, મનનની. તમે નીચેના ગ્રંથોનું અધ્યયન-મનન કરો ઃ ૧. શાનસાર. ૨. યોગસાર ૩. અધ્યાત્મસાર ૪, શામ્યશતક ૫. વૈરાગ્યશતક ૬. ધ્યાનશતક મુનિરાજ, તમે સંસ્કૃત-પ્રાકૃત ભાષાને જાણો છો. આ ગ્રંથોના અર્થ તમે જાણી શકો છો. તમે અવશ્ય આ ગ્રંથોનો સ્વાધ્યાય કરજો. આની સાથે સાથે થોડા પ્રાચીન ગુજરાતી ભાષામાં રચાયેલા કેટલાક ગ્રંથોના નામ સૂચવું છું - ૧. સમાધિશતક ૪. ક્ષમા છત્રિશી ૨. સમતાશતક ૩. પુદ્ગલ ગીતા આ રચનાઓને કંઠસ્થ કરી, તેનો સ્વાધ્યાય કરતા રહો. આ રચનાઓ ‘આત્મહિતકર આધ્યાત્મિક વસ્તુસંગ્રહ' નામના પુસ્તકમાંથી મળશે. (પ્રકાશક શ્રી જૈન શ્રેયસ્કર મંડળ, મહેસાણા) અમે પણ આ છ રચનાઓને નાની પોકેટ સાઈઝમાં છપાવીને પ્રકાશિત કરવા ધારીએ છીએ. સાધુ-સાધ્વી-સંઘમાં આ રચનાઓનો પ્રસાર કરવો ઘણો નાવશ્યક અને ઉપકારક લાગે છે. ૫. પરમાત્મ ઇત્રિશી ૬, યતિધર્મ બત્રિશી સાધુ-સાધ્વી બન્યા પછી તરત જો આ રચનાઓ કંઠસ્થ કરાવવામાં આવે તો સાધુ-સાધ્વીનો વૈરાગ્ય જીવંત રહે. પછી સંસ્કૃત-પ્રાકૃત ભાષાનું જ્ઞાન મળ્યા પછી, ‘જ્ઞાનસાર’ આદિ અને ‘શામ્યશતક’ આદિ છ ગ્રંથો કંઠસ્થ કરવામાં આવે તો સાધુસાધ્વીને પોતાની આરાધનાની ચોક્કસ દિશા મળે અને તેમનું મન કયારેય મંદી · ન અનુભવે. છ આ બધા ગ્રંથો, (અને આવા બીજા પણ ‘પ્રશમરતિ’ ‘શાન્તસુધારસ' વગેરે ગ્રંથો) મનની તરડાયેલી ધરતી પર પુષ્કરાવર્ત મેઘ-વર્ષા જેવા છે, કાજળઘેરી કાળી રાતના અંધારા જેવા મનની અંદર મધ્યાહ્નના સૂર્યના કિરણો જેવા છે. આ ગ્રંથો તમને ઉત્સાહ-ઉમંગથી ભરી દેશે. ઇન્દ્રિયોની ચંચળતા ઘટશે અને કષાયો ઉપશાન્ત થશે. અલબત્ત, તમારે આ બે ધ્યેય જીવંત રાખવાં પડશે. ગારવોની આસક્તિ ઘટશે અને પરિષહોને સહવાની શક્તિ વધશે.

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 130