Book Title: Pathik 1998 Vol 38 Ank 01 02
Author(s): Nagjibhai K Bhatti and Other
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નગરરચના અને સંરચના : લગભગ ૧૨ (બાર) મીટર ઊંચી દીવાલોવાળી કિલ્લેબંધી ધરાવતા આ નગરની રચના સિવું – સંસ્કૃતિનાં અન્ય નગરોની જેવી જ છે, અર્થાત્ ત્રણ વિભાગમાં વહેંચાયેલ છે : ૧. રાજદરબાર કે પ્રમુખ શાસનાધિકારીનું રહેઠાણ (સિટેડલ) ૨. અન્ય અધિકારીઓના આવાસ (અપર ટાઉન) ૩. સામાન્ય નગરજનોના આવાસ (લોઅર ટાઉન) કિલ્લા-મહેલ તેમજ નગરની મુખ્ય દીવાલોને અનેક વાર કરાયેલ બીટુમન (સફેદ ગુલાબી ચળકતા ચૂના)નો રંગ આજે પણ ચમકે છે ! નગરની કિલ્લેબંધીની મજબૂત સુરક્ષાવ્યવસ્થા છે. બહારની કિલ્લેબંધી ત્રણ દીવાલોની બનાવેલ છે. આ દીવાલો માટી, પથ્થર ને ઇંટોમાંથી બનાવેલ છે. ૯૦ના ખૂણે તે વળે છે. અંદરની કે બહારની દીવાલ જ્યાં પણ વળે છે ત્યાં દીવાલોની નીચે ડમરુ જેવા આધારસ્તંભો રખાયેલ છે. આ એક મહત્ત્વની ઉપલબ્ધિ છે. પહેલાં એ ખંડિત મળેલા ત્યારે એવું અનુમાન કરવામાં આવેલ છે કે તે ખેતી ઉપયોગી કોઈ ઉપકરણ ચક્કીના ટુકડા હશે, પણ મૂળ સ્થિતિમાં ને અખંડિત અવસ્થામાં મળી આવતાં તે શું છે તેનો હવે સ્પષ્ટ ખ્યાલ મળે છે. રાજમહેલ : લગભગ ૭૭૦ મીટર પૂર્વ-પશ્ચિચ અને ૬૧૬ મીટર ઉત્તર-દક્ષિણ લંબાઈ-પહોળાઈ ધરાવતો આ રાજમહેલ (સિટેડલ) કિલ્લાના મધ્યભાગમાં ઊંચાણવાળી જગ્યાએ આવેલ છે. આ નગરના શાસક કે પ્રમુખ સ્થાનિક શાસનાધિકારીનું રહેઠાણ મનાય છે. તે ખૂબ જ મજબૂત કિલ્લાથી સુરક્ષિત છે. તેને ચાર પ્રમુખ દરવાજા છે. પથ્થરના સ્તંભોમાં ઉત્તમ કોતરણી છે, જે અન્યત્ર જોવા મળતી નથી. આ મહેલની સંરચના કૈંક અંશે યુરોપીય મહેલો જેવી હોવાનું શ્રી બિસ્ત માને છે. અહીંની પ્રત્યેક દીવાલનું નિજી દ્વાર છે કે જે કેન્દ્રમાં જોઈ શકાય છે. મહેલમાં પાણીનું ટાંકું અને તેમાં પાસેના વહેળામાં પાણી લઈ આવવા માટેનું ભૂગર્ભ નાળું પણ છે, એટલું જ નહિ, આ નાળામાં વહેળામાંથી આવતા પાણીનો કચરો અને રેતી નીચે-તળિયે બેસી જઈ હોજમાં ચોખ્ખું પાણી આવે તેવી ગાળણપદ્ધતિ(આજના ફિલ્ટર પ્લાન જેવી)ની પણ વ્યવસ્થા છે. અહીં એક સ્વિમિંગ હોજ અને બાજુમાં એક વિશાળ (રમતગમત માટેનું?)મેદાન પણ છે. આ મહેલમાં રાજય કે નગરનો શાસક કે પ્રમુખ શાસનાધિકારી પરિવાર સાથે રહેતો હોય એ પ્રકારની તમામ વ્યવસ્થા જોઈ શકાય છે. મહેલની દક્ષિણે કિલ્લેબંધીવાળા ઓરડાંઓની ચાર પંક્તિ જોવા મળે છે. સંભવતઃ તેમાં મહેલના સેવકો રહેતા હશે. ઉપલું નગર : | મુખ્ય મહેલથી થોડે દૂર મધ્ય નગર કે ઉપલું નગર (અપર ટાઉન) આવેલું છે, જેમાં નગરના ધનિકોવેપારીઓ અને અન્ય અધિકારીઓ રહેતા હશે. આમાં બેથી પાંચ ઓરડાવાળાં પથ્થરનાં નાનાં મકાનો છે, આ મધ્યનગરને પણ મજબૂત રક્ષણાત્મક દીવાલ છે અને ચોતરફ ખુલ્લી જગ્યા છે. આની ઉત્તર બાજુની રક્ષણાત્મક દીવાલ મુખ્ય મહેલ સુધી લંબાયેલ છે. આ નગરમાં સુવ્યવસ્થિત ગલીઓની વ્યવસ્થા જોવા મળતી ન હોઈ સંભવતઃ નષ્ટ થઈ ગયેલી હોવી જોઈએ. સુરક્ષાની દષ્ટિએ કિલ્લાની દીવાલમાં થોડે થોડે અંતરે બૂરા બનાવાયેલ છે. લગભગ 300 મીટરના વિસ્તારમાં આ વિભાગ ફેલાયેલ છે. તેના ઉત્તરી તેમ જ પશ્ચિમી ભાગે થોડી ખુલ્લી (પથિક દીપોત્સવાંક-૧૯૯૭ - ૫ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68