Book Title: Pathik 1998 Vol 38 Ank 01 02
Author(s): Nagjibhai K Bhatti and Other
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 11
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરથી સાંપડે છે.” (“ટાઈમ્સ ઑફ ઇન્ડિયા' - ગુજરાતી આવૃત્તિ તા ૧૭-૨-૧૯૯૧.) કોઈ રાજકીય કે પ્રાકૃતિક કારણસર નગરે તેની જાહોજલાલી-સમૃદ્ધિ ગુમાવી દીધી હોય અને એના કારણે ઉચ્ચ વર્ગ ત્યાંથી સ્થળાંતર કરી ગયો હોય, પણ પાછળ નિમ્ન વર્ગ (કારીગર-મજૂર વ.) રહ્યો હોય એ શક્ય છે, કારણ કે નગરના છેવાડે આજની ઝૂંપડપટ્ટી જેવાં મકાનો મળી આવ્યાં છે. સમયાંકન : ધોળાવીરાનો સમય પ્રાપ્ત પુરાવશેષોની તુલના પ્રમાણે અત્યારે ઈ.પૂ. ૨૫૦૦ થી ઈ.પૂ. ૧૯૦૦ દરમ્યાન નક્કી કરવામાં આવેલ છે. અલબત્ત, અહીંથી આ સમય પૂર્વેની સંસ્કૃતિ કે જે હડપ્પીય નથી તેના પુરાવાઓ પણ મળી આવ્યા છે. તે, ઈ.પૂ. ૨૫૦૦-૧૯૦૦ ઈ.પૂ.ની મેચ્યોર હડપ્પીયન સંસ્કૃતિ પછીની ઈ.પૂ. ૧૫૦૦ દરમ્યાનની લેઇટ હડપ્પીય સંસ્કૃતિના પુરાવાઓ પણ સાંપડ્યા છે. આગળ નોંધ્યું તેમ આ નગરમાં લગભગ ૬૦૦ વર્ષનો હડપ્પીય વસવાટ નિશ્ચિત મનાય છે. સારાંશ : કચ્છનું આજનું હવામાન - પર્યાવરણ - વાતાવરણ ને ઉત્પનન આ તેમજ કચ્છના અન્યત્ર ટીંબાઓમાંથી પ્રાપ્ત પુરાવશેષોના આધારે જોઈએ તો એ સમયના પર્યાવરણ ઈત્યાદિ વચ્ચે ખાસ કંઈ તફાવત હોય એમ લાગતું નથી. ધોળાવીરામાંથી પ્રાપ્ત જળસંગ્રહના અવશેષોને કચ્છની આજની પાણીની સ્થિતિનો પ્રમુખ ઘોતક પુરાવો ગણી શકાય. તત્કાલીન હડપ્પીય યુગના અન્ય કેટલાક અંશો આજે પણ કચ્છનાં સમાજ - જીવન અને સંસ્કૃતિમાં જળવાઈ રહેલા જોઈ શકાય છે. ઈ.સ. ૧૯૪૭ પછીના સ્વતંત્ર ભારતનું મોહેં-જો-દડો ગણી શકાય તેવા આ નગરનું વ્યાપક ને વિસ્તૃત ઉત્પનન તેમજ તજ્ઞો દ્વારા તેનો અભ્યાસ થશે (જેને વર્ષો નીકળી જવાની પૂરી સંભાવના છે, ત્યારે જ તેની વિશાળતા ભવ્યતા ને મહત્તાનો સાચો ખ્યાલ આવશે. અત્યારે તો બસ આટલું જ. અસ્તુ. ઠે. આચાર્ય, જામકંડોરણા હાઈસ્કૂલ, આદર્શ સ્કૂલ પાસે, ધોરાજી – ૩૬૦૪૧૦ સંદર્ભ ૧. ઘોષ અમલાનંદ, ભારતીય પુરાતત્ત્વવિદ્યા' (અનુ. ૨. પોશેલ જી. ‘હડપ્પન સિવિલાઈઝેશન' (સં.). ૩. ડૉ. સાંકળિયા એચ. ડી. “અખંડ ભારતમાં સંસ્કૃતિનો ઉષ:કાળ'. ૪. ડૉ. સાંકળિયા એચ. ડી. “સિંધુ સંસ્કૃતિ' (પરિચયપુસ્તિકા). ૫. ચીતળવાલા વાય. એમ. “ગુજરાતમાં સિધુઘાટીની સભ્યતા'. ૬. શાસ્ત્રી કે. કા. “અસાંજો કચ્છ'. ૭. “સિન્ધસંસ્કૃતિ' “પથિકનો' વિશેષાંક, ડિસે. '૮૧. ૮. “પથિક' દીપોત્સવાંક, ઓકટો.-નવે. '૮૨. ૯. “ગુજરાત' સાપ્તાહિકનો ‘પુરાતત્ત્વસમૃદિ વિશેષાંક' તા. ૫-૮-૯૦. ૧૦. “કચ્છ તારી અસ્મિતા' “કચ્છમિત્ર' વિશેષ પ્રકાશન : ઈ.સ. ૧૯૯૬. ૧૧. ડૉ. વસા પુલિન, “કચ્છની સિન્ધસંસ્કૃતિ' (પરિચયપુસ્તિકા પૃ.૫૬). ૧૨. “કચ્છકે ધોળાવીરામેં મિલે હડપ્પન સભ્યતાકે અવશેષ' શ્રી બિસ્ટ સાથે ભેટવાર્તા - નીલમ કુલશ્રેષ્ઠ “સરિતા' - જૂન-૧૯૯૧. ૧૩. ટાઇમ્સ ઓફ ઇન્ડિયા' - ગુજરાતી આવૃત્તિ, તા. ૧૭-૨-૧૯૯૧. પથિક દીપોત્સવાંક-૧૯૯૭ ૮) For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68