Book Title: Pathik 1998 Vol 38 Ank 01 02
Author(s): Nagjibhai K Bhatti and Other
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 15
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે. એક વિશિષ્ટ મુદ્રામાં તેમને ‘સમભંગ’ સ્થિતિમાં ઉભેલા દર્શાવ્યા છે. ૧૯ દરેક તકતીમાં બુદ્ધ ભૂમિસ્પર્શ મુદ્રામાં જ હોઈ અહીં ‘અક્ષોભ્ય' બુદ્ધની પૂજા પ્રચલિત હશે તેવું અનુમાન કરવામાં આવ્યું છે.' પરંતુ તે અંગેના પર્યાપ્ત પુરાવા પ્રાપ્ત થયા નથી. ૧૮ સ્થાપત્યકીય અવશેષ અહીં મળી આવેલી આઠ ગુફાઓ ઉપરાંત એક વિશાળ સભાખંડના અવશેષ પણ મળી આવ્યા છે, જેનો ઉપયોગ ધાર્મિક વાર્તાલાપ માટે થતો હશે. છેલ્લા તબક્કામાં પુરાવસ્તુવિદોને એક મોટા ભંડાર જેવા બાંધકામના અવશેષ પણ મળી આવ્યા છે. ૧૯ સિક્કા અહીંથી ગધાઈ ઉપરાંત મૈત્રકકાલ, સોલંકીકાલ અને ૧૬મી સદીના પ્રાચીન સિક્કા પણ મળી આવ્યા છે. આમાં ગધાઈ અને મૈત્રકકાલના સિક્કા મોટા પ્રમાણમાં મળ્યા છે. સિક્કાઓના પ્રાથમિક અભ્યાસમાં ગધૈયા શૈલીનો એક સિક્કો લગભગ ૯મી સદીનો જણાયો છે.૨૦ અન્ય વસ્તુઓ આ ઉત્ખનનમાં સુરાહી આકારનું એક સુંદર ચિત્રાંકનથી સુશોભિત, સંભવતઃ ચીનથી આયાત કરેલું પાત્ર મળ્યું છે. ઉપરાંત ગળામાં કોતરેલી ઘૂઘરમાળ સહિતનાં પકવેલી માટીમાં નાનાં રમકડાં, ખંડિત દીવો, મુદ્રા જડિત કાંસાની વીટીં પણ મળી આવ્યાં છે. કરાંચી સાથે સંબંધ ૨૨ કરાંચી યુનિવર્સિટીએ ત્યાંના દરિયાકિનારે કરેલા ઉત્ખનનમાં પણ આવા જ બૌદ્ધ અવશેષો મળી આવ્યાના સમાચાર છે. ડૉ. રાધાકુમુદ મુખરજીએ ભારત વર્ષમાં બૌદ્ધ પથનો વિકાસ હર્ષવર્ધનના સમયમાં કેવો હતો તેનું વાસ્તવિક ચિત્ર દોર્યું છે. તેમાં કરાંચીમાં સમ્મિતિય નિકાયના પ000 ભિક્ષુઓ વસતા હોવાનું કહે છે. કોટેશ્વર અને કરાંચી (પાકિસ્તાન) ભૌગોલિક રીતે દરિયાકિનારે આમને-સામને છે અને વચમાં ફકત દરિયો જ છે. છેલ્લે ઈ.સ. ૧૮૧૯માં જે મોટો ધરતીકંપ આ વિસ્તારમાં થયો તેને લીધે કચ્છના પશ્ચિમ ભાગમાં, લખપત ઉપરના પ્રદેશમાં લગભગ ૧૫૫૫ ચોરસ કિલોમીટર જમીનનો વિસ્તાર ઊંચો-નીચો થઈ ગયો; આ ઊંચાણ ‘અલ્લાહબંધ'ના નામે ઓળખાય છે. અલ્લાહ-બંધની આ રચનાથી સિંધુ નદીના એક મુખનું છેવટનું આવતું પાણી પણ કચ્છ તરફ વહેતું સદાને માટે બંધ પડી ગયું અને લખપત તરફથી એક વખતની ફળદ્રુપ જમીન રણવિસ્તારમાં ઉમેરાઈ ગઈ.૨૩ આ જોતાં એવું બને કે એક કાળે કરાંચી અને સિયોતની આ બૌદ્ધ વસાહતો એક જ હોય અને બૌદ્ધો દરિયા વાટે અવરજવર અને પ્રવાસ કરતા હોય ! પુરાતત્ત્વવિદોનું એવું માનવું છે કે પશ્ચિમના દરિયાકિનારે આવેલ આ સ્થળ સંસ્કૃતિસમૃદ્ધ અને અતિ વસ્તિવાળું હતું અને તેનો વિનાશ વારંવારના ધરતીકંપોને કારણે થયેલા ભૌગોલિક અને કુદરતી એવા અનેકવિધ ફેરફારોને કારણે થયો હોય. તેમના મત પ્રમાણે બૌદ્ધ ધર્મના પ્રસાર માટેનું પશ્ચિમ ભારત વર્ષનું આ અગત્યનું કેન્દ્ર હશે, જ્યાંથી તે દક્ષિણમાં પ્રસર્યો હશે.૨૪ આ બાબતે હજુ આ પ્રદેશમાં બૌદ્ધ સંસ્કૃતિ તેના છેવટના તબક્કામાં ૫૦૦ વર્ષોથીય વધુ સમય સુધી અવિરત ફાલીફૂલી અને સમૃદ્ધ થઈ હશે, ત્યાર બાદ કુદરતી આફતો અને માનવીઓની આક્રમાણકા૨ી હિંસક ગતિવિધિએ તેનો ૧૦મી સદીના અંતે નાશ કર્યો હોય. પ્રસ્તુત અવશેષો એટલું દર્શાવે છે જ કે કચ્છમાં ૧૦મી સદીમાં બૌદ્ધ ધર્મ પ્રવર્તમાન હતો તથા બહારની દુનિયા સાથે તેનો જીવંત સંપર્ક હતો. પ્રાચીન સ્તૂપ - અવશેષોની સંભાવના પથિક દીપોત્સવાંક-૧૯૯૭ - ૧૨ · For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68