Book Title: Pathik 1998 Vol 38 Ank 01 02
Author(s): Nagjibhai K Bhatti and Other
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 28
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મંડળ તરીકે સમાવેશ થતો. ભીમદેવ ૧લા(ઈ.સ. ૧૦૨૨-૧૦૬૪)એ આખો વાગડ પ્રદેશ જીત્યો અને કચ્છનાં ગામોનાંય દાન આપતાં શાસન ફરમાવ્યાં. આવાં ત્રણ દાનશાસન પ્રસિદ્ધ થયાં છે. કચ્છમાં એણે ઘણાં નવાં ગામ વસાવેલાં. વિ.સં. ૧૦૮૬(ઈ.સ. ૧૦૨૯)ના રાધનપુર દાનપત્રમાં મહારાજાધિરાજ શ્રી ભીમદેવ કચ્છ મંડલમાં ઘડહડિકા દ્વાદશ (બાર ગામનો તાલુકો)માં આવેલું મસૂર ગામ કચ્છમંડલમાંના નવણીસકથી આવેલા આચાર્ય અજપાલને દાનમાં આપ્યાનો ઉલ્લેખ છે. આ ઘડહડિકા હાલનું ગેડી (તા. રાપર) હોઈ શકે. ભીમદેવ ૧ લાના સં. ૧૦૯૩(ઈ.સ. ૧૦૩૭)ના દાનપત્રમાં એણે પ્રસન્નપુરથી આવેલા વત્સ ગોત્રના દામોદરપુત્ર ગોવિંદને સહસચાણા ગામમાંની એક હલવાહ (એક હળથી ખેડાય એટલી) ભૂમિ દાનમાં આપ્યાનો ઉલ્લેખ છે. આ સહસચાણા ગામનું અભિજ્ઞાન થઈ શકતું નથી. એની દક્ષિણે આવેલું વેકરિયા ગામ હાલનું વેકરા (તા. રાપરનું કે માંડવીનું) હોઈ શકે. ભીમદેવ ૧ લાના વિ. સં. ૧૧૧૭(ઈ.સ.૧૦૬૧)નાં ભદ્રેશ્વર દાનશાસનમાં એણે કચ્છ મંડલમાંનું જભગણા ગામ પ્રસન્નપુરથી આવેલા બ્રાહ્મણ ગોવિંદને દાનમાં આપ્યાનું જણાવ્યું છે. દાનશાસનમાં સૂર્યગ્રહણ પર્વનો ઉલ્લેખ છે. અહીં આવતા સ્વમુHI. છમછડુત ના ઉલ્લેખથી ભીમદેવ સીધો કચ્છ પર શાસન કરતો હોવાનું જણાય છે. નાડુવતિ (સ. ૬, શ્લો, ૪૭)ના ઉલ્લેખ અનુસાર કર્ણદેવ ૧લા (વિ.સં. ૧૧૨૦-૧૧૫૦)ના વખતમાં ભદ્રેશ્વરમાં કર્ણવાપિકા નામે વાવ કરાવાયેલી, જેનો પાછળથી જગડુએ ઉદ્ધાર કર્યો હતો. ભદ્રેશ્વરના દેરાસરમાં સં. ૧૧૩૪ (ઈ.સ. ૧૦૭૮)નો એક શિલાલેખ છે. એમાં કોઈ શ્રીમાળી ગચ્છના જૈન મંદિરનું સમારકામ કરાવ્યાનો અને દાન આપ્યાનો ઉલ્લેખ છે. આ શિલાલેખ હાલ વિદ્યમાન નથી. ભદ્રેશ્વરની પ્રાચીનતાનું સૂચન કરતો આ સહુથી જૂનો શિલાલેખ છે. સિદ્ધરાજ જયસિંહનાં સં. ૧૧૯૫(ઈ.સ. ૧૧૩૯)ના ભદ્રેસર (તા.મુંદ્રા) શિલાલેખમાં) ભદ્રેશ્વર વેલાકુલ (બંદર)નો ઉલ્લેખ આવે છે. તેના રાજયકાળના પાછલા ભાગમાં તેના મહામાત્યપદે દાદાક નામના એક નાગર ગૃહસ્થ હતા. કુમારપાળ (વિ.સં. ૧૧૯૯ થી ૧૨૩૯)ના તાબામાં અઢાર મંડલોમાં કચ્છનો સમાવેશ થતો એમ પ્રબંધચિંતામણિ' (પૃ. ૧૯૯) અને કુમારપાળપ્રબંધ' (પૃ. ૯૫) નોંધે છે. વાઘેલા રાજા અર્જુનદેવના વિ.સં. ૧૩૨૮ના રવ (તા. રાપર)ના પાળિયાલેખમાં એના રાજ્યકાલ દરમ્યાન મહામાત્યશ્રી માલદેવ શાસન કરતો ત્યારે ધૃતઘટી (ગડી)માં... રવિસિંહે વાવ કરાવ્યાનો ઉલ્લેખ છે. વૃતઘટી એ હાલનું ગેડી છે. અહીં દેવી રવેચીને નામનિર્દેશ છે જે વાગડમાં શક્તિપૂજાનું માહાસ્ય દર્શાવે વાઘેલા રાજા સારંગદેવનો કંથકોટના ખોખરા દેરા પાસેનો એક પાળિયાલેખ વિ.સં. ૧૩૩૨ - ઈ.સ. ૧૨૭૫ પૂરો વાંચી શકાયો નથી. એમાં એ રાજાના મહામાત્ય કાન્ડનો ઉલ્લેખ છે. વાઘેલા રાજા અર્જુનદેવ અને સારંગદેવના કચ્છમાંથી ઉપલબ્ધ શિલાલેખો પરથી કચ્છમાં અણહિલવાડના મૂલરાજવંશી સોલંકી રાજાઓની જેમ વાઘેલા સોલંકી રાજાઓનું પણ શાસન અહીં પ્રવર્તતું હોવાની પ્રતીતિ થાય છે. સોલંકી-વાઘેલા કાલના બીજા કેટલાક નાના અભિલેખો મળ્યા છે જે કચ્છના સાંસ્કૃતિક ઇતિહાસની દષ્ટિએ મહત્ત્વના છે. કચ્છમાં જૂનામાં જૂનો ઉપલબ્ધ પાળિયાલેખ સિક્રાનો સં. ૧૦૬૦ (ઈ.સ. ૧૦૦૩ (પથિક દીપોત્સવાંક-૧૯૯૭ - ૨૫) For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68