Book Title: Pathik 1998 Vol 38 Ank 01 02
Author(s): Nagjibhai K Bhatti and Other
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 39
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 10 ‘જામ‘ શબ્દનો સંબંધ ઇરાન સાથે જોડનારાઓમાં વૉકર અને મૂર જેવા વિદ્વાનોનો પણ સમાવેશ થાય છે. ૬ તેમની આ વિચારસરણી દંતકથાઓ પર આધારિત છે. ઇરાની વિશે ‘ઝંડપીમો’ અને ‘જમસેદ પીમોક્ષેતો' સાથે ‘જામ‘ શબ્દનો સંબંધ છે તે સાબિત કરવા માટે તેમની પાસે કોઈ પ્રતીતિકર આધાર નથી. ભારતના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં ‘જામ‘ શબ્દનો સામાન્ય અર્થ ‘મુસ્લિમ શાસક' કરવામાં આવે છે. સિંધના હિન્દુશાસક તિમાજીના વારસોએ ઇસ્લામ અંગીકાર કર્યો ત્યારબાદ અર્થાત્ ઈ.સ. ૧૩૮૦ આસપાસ ‘જામ‘ શબ્દનો અર્થ વિશેષ પ્રચલિત બન્યો. ૧૮ ઉપર્યુક્ત ચર્ચાને અંતે સ્પષ્ટ થાય છે કે જાડેજાઓએ ‘જામ‘ ખિતાબ એક કારણે નહિ, પરંતુ અનેક પરિબળોને લીધે ધારણ કર્યો હતો. સર્વપ્રથમ તે સંમાન સૂચક હોવાને કારણે તે સ્વીકારવાનું તેમાં વિશેષ પ્રલોભન હતું, પણ તેનો ઉપયોગ ‘તુહફ-તુલ-કિરામ‘માં ઉલ્લિખિત શાસકો, લાસબેલા તથા કલાત નામોનો ડેરાગાઝીખાનના અમીરો, દક્ષિણ સિંધના નાના મોટા રાજાઓ, જતો અને રાજપૂતો જેવા શાસક વર્ગ કરતો હતો તેથી પણ તેને સ્વીકારવામાં આવ્યો. વળી કચ્છના જાડેજાઓના પૂર્વજોને પોતાના પ્રાચીન પૂર્વજોનો ખ્યાલ ભારત બહાર લુપ્ત થતો ગયો હોય તેથી મધ્યએશિયાના આ વિદેશી શબ્દના ફૅશનરૂપ આકર્ષણે તેમને ‘જામ‘નો ખિતાબ કરવા પ્રેર્યા અને અંતે તો તેનો સંબંધ જમશેદ જેવા મહાન રાજવી સાથે હતો તેથી તેને અપનાવવામાં સામાજિક સ્તર ઊંચો ઊઠતો હતો. વળી રાજાપદમાં દૈવી અંશના ઉમેરણ માટે પણ આવો ખિતાબ ધારણ કરવો આવશ્યક હતો. તદુપરાંત તેનો સામાન્ય અર્થ પાછળથી ‘મુસ્લિમ શાસક' રૂઢ થયો તેથી ધાર્મિક દૃષ્ટિએ દૂધ અને દહીંમાં પગ રાખવા માટે પણ લાંબા સમય સુધી તેને વળગી રહેવામાં ડહાપણ હતું તેથી જ્યારે એક મુસ્લિમ સુલતાને (મહમૂદ બેગડો) તેમને ‘રાવ'નો ખિતાબ આપ્યો ત્યારે ‘જામ‘ છોડી દેવાયો. રાવ : ‘રાવ’નો ખિતાબ ધારણ કરનાર કચ્છના શાસક ખેંગારજી પ્રથમ હતા. કચ્છના ઇતિહાસમાં તેમનું અત્યંત નોંધપાત્ર સ્થાન છે. ભારતીય ઇતિહાસમાં મૌર્યવંશીય ચંદ્રગુપત જેટલું એ મહત્ત્વ ધરાવે છે. કચ્છીઓએ તેમને ‘કચ્છના કાર્તિકેય' કહીને યોગ્ય અંજલિ આપી છે, કારણ કે કચ્છનું રાજકીય એકીકરણ પૂરું કરનાર એ કચ્છી બિસ્માર્ક હતો. તેને પણ બિસ્માર્ક જેટલાં જ યુદ્ધો લડવાં પડ્યાં હતાં. કદાચ તેણે લડેલાં યુદ્ધોની ભયંકરતા સેડાન તથા સંડોવા જેવી નહિ હોય. તેણે ભૂજની ગાદી પર નવા વંશની સ્થાપના કરી, જેને આપણે 'રાવવંશ' તરીકે ઓળખાવી શકીએ. અત્યાર સુધી ‘જામ‘નું વિદેશી બિરુદ ધારણ કરતો કચ્છનો શાસક હવે પોતાને ‘રાવ' તરીકે ઓળખાવતો થયો. ‘રાવ’ પદ ધારણ કરવાના સંદર્ભે કચ્છનાં સાધનો જણાવે છે કે સિંહના હુમલાની ઘટના વખતે ખેંગારે મહમૂદ બેગડાનો જીવ બચાવ્યો ત્યારે સુલતાનના મોંમાંથી સાહજિક રીતે ‘તુમ તો બડે રાવ હો' જેવા ઉદ્ગારો નીકળી ગયા.૧૯ ત્યારથી જામનો ખિતાબ જામનગર પાસે રહ્યો અને ભૂજે રાવની પદવી ધારણ કરી તેમ કહેવાય છે. આ ઘટનાને 'મિરાતે અહમદી’ તથા ‘મિરાતે સિકંદરી' જેવી રચનાઓનો ટેકો નથી. તેથી પ્રસંગ શંકાસ્પદ છે, પરંતુ તેનું હાર્દ તો ઐતિહાસિક જ છે. કચ્છે દિલ્હીથી સ્વતંત્ર થયેલી ગુજરાતની અહમદમાશાહી સલ્તનતને પોતાના સાર્વભૌમ તરીકે સ્વીકારવાના બદલામાં ‘રાવ’ ખિતાબ મેળવી લીધો હોય તે સંભવિત છે, એટલુ જ નહિ, આ ઘટનાથી જામ રાવળનો પણ કોઈ દાવો કચ્છ પર નહિં રહે તેવું સૂચિત થયું. ‘રાવ’ ખિતાબનું મહત્ત્વ : ટૂંકમાં, રાવના ખિતાબે રાવળને પણ પોતાનું શુ સ્થાન છે તે બતાવી આપ્યું. મુંબઈ ગૅઝેટિયરના કર્તા નોંધે છે તેમ ‘રાવ’ કરતાં ‘રાવળ’ નિમ્ન સ્તરનો ખિતાબ હતો,૨૦ જયારે ‘રાવ’ એ ‘રાજા’ ની સમકક્ષ હતો. આ ખિતાબ વંશનો વડો જ ધારણ કરી શકતો હતો, જ્યારે રાજાઓ, પથિક દીપોત્સવાંક-૧૯૯૭ ૦૩૬ • For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68