Book Title: Pathik 1998 Vol 38 Ank 01 02
Author(s): Nagjibhai K Bhatti and Other
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 40
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રાણીઓ, રાવો અને રાવળોના પુત્રો ‘કુંવર' કહેવાતા. આ કુંવરોના પુત્રો “ઠાકુર' ગણાતા. ઠાકુરનો મોટો પુત્ર ભૂમિયા' (જમીનદાર) કહેવાતો, જેને સામાન્ય જનતા ગરાસિયા તરીકે ઓળખતી. ગુજરાતમાં રાજપૂતો અને મુસ્લિમ દરબારો કે આવા જમીનદારો માટે ગરાસિયા શબ્દ પ્રચલિત થયો છે. રાવનું મૂળ: જે ક્રીસ્ટ નામના એક વિદ્વાનના મતે કેટલાક સેમેટિક સિક્કાઓ પર “રાવ' ના મૂળ જેવો “એ” ERU શબ્દ છે. આ શબ્દનો ઉચ્ચાર અસિરિયનો “રેવુ' REU કરતા હતા. ડેબિક નામનો જર્મન વિદ્વાન એનો અર્થ “ભરવાડોનો રાજા' કરે છે. આ રીતે જો “રાવ' શબ્દ નું મૂળ મધ્યએશિયાઈ હોય તો કચ્છ સુધી પથરાયેલી માલધારી પ્રજા આ અર્થને ટેકો આપે છે. વળી ભારોપીય ભાઇ ભૂમિકામાં આવા ઘણા સમાન શબ્દો મળે છે તેથી કચ્છના શાસક માટે “રાવ’ બિરુદ બંધબેસતું ગણાય. “રાવ'નો ઉચ્ચાર કચ્છમાં વર્ષો સુધી “રાઉ તરીકે થતો હતો. ૧૭મી સદીના લેખો અને ઓગણીસમી સદીના લેખોમાં પણ “રાઉ' જ વંચાય છે, જ્યારે કેટલાક લેખોમા'રાજ' શબ્દ રાવની જગ્યાએ મૂકવામાં આવતો હતો.. મહારાવ :- જામનગરમાં જામરાવળની છઠ્ઠી પેઢીએ રાજય કરતા જામ રણમલ્લનું ઈ.સ. ૧૬૬૪માં મરણ થયું. લાખા નામના એક રાઠોડ રાવતની કૂખે અવતરેલ કુંવરને તેની પાછળ ગાદીએ બેસાડવાના પ્રયતો થયા, પણ રણમલ્લનો ભાઈ રાયસિંગ કચ્છના રાવ તથા બીજ જાડેજાઓની મદદથી ગાદીએ બેઠો, તેથી રણમલ્લની વિધવા તથા મલિક ઇસા નામનો નોકર લાખાનાં હક્ક માટે સોરઠના ફોજદાર કુતુબુદ્દીન ખાન પાસે આવ્યા.રપ એ વખતે કુતુબુદ્દીન ખાન અમદાવાદમાં કામચલાઉ સૂબો હતો. છેવટે આ પ્રશન સમ્રાટને સોંપાયો. સમ્રાટે નિર્ણય આપ્યો કે રાયસિંગ પાસેથી ગાદી પડાવી લેવામાં આવે અને બાળ ભત્રીજા સત્તાજીને ગાદી આપવામાં આવે." _કતુબુદ્દીનખાને નવાનગર જઈ યુદ્ધ કરીને રાયસિંહને મારી નાખ્યો. નવાનગર કબજે કરીને એનું નામ ઇસ્લામનગર રાખ્યું. રાયસિંહનો પુત્ર તમાચી નાની ઉંમરનો હતો તે નાસી ગયો અને કચ્છમાં આશર લઈ રહ્યો.૨ રાયસિંહે જામનગરમાં બે વર્ષ રાજ્ય કર્યું. ખંભાળિયા પાસે તેનો પાળિયો છે. નવાનગરને ઇસ્લામનગર નામ અપાયાની ખબર જયારે કચ્છમાં આશ્રય લઈ રહેલા તમાચીને પડી ત્યારે તે બળવો કરીને ઓખામંડળ ગયો અને યુદ્ધ ચાલુ રાખ્યું. તેની ૩૦OOની ફોજ કુતુબુદીનના પુત્ર મહમદ સામે હારી છતાં તે હિંમત હાર્યો નહિ, કારણ કે તેને કચ્છનો ટેકો હતો. પ્રાગમલ્લજીએ પોતાના પુત્ર ગોડજીને લડવા સાથે મોકલ્યો હતો. ગુજરાતમાં સૂબા તરીકે મહારાજા જશવંતસિંહ આવતાં તેણે પોતાનો કેસ રજૂ કર્યો. પરિણામે તેના હક્કનો સ્વીકાર થયો. મુઘલ સમ્રાટે પણ તેને માફી આપી. આમ નવાનગર કચ્છ- સમર્થિત તમાચીને મળ્યું તેથી કચ્છના રાવે “મહારાવ'નું બિરુદ ધારણ કર્યું છે અને કચ્છ કરેલી મદદના બદલામાં તમાચીએ બાલંભાનો કિલ્લો કચ્છને આપ્યો. રાયધણ બીજાના સમયમાં આ કિલ્લો જ ફતેહમહમદ માટે જામનગર પર સવારીઓનું નિમિત્ત બન્યો હતો. “મહારાવનું મહત્ત્વ : કચ્છને મન આ પ્રસંગનું વિશેષ મહત્ત્વ હતું, કારણ કે છેક હમીરજીથી રાવ અને રાવળનો સંઘર્ષ ચાલતો હતો. રાજકીય સ્તરની દૃષ્ટિએ રાવ ચડિયાતા જ ગણાતા હતા, પરંતુ વ્યવહારમાં કોઈ નિર્ણાયક વિજય કચ્છને મળ્યો નહોતો. જામનગર જામ રાવળ પછી કેટલીય વખત કચ્છ મેળવવાનાં અભરખા સેવ્યા હશે, પરંતુ તે અશક્ય હતું. રાયસિંહના મરણ પછી કચ્છને તક મળી ગઈ અને જામનગરને * સં. રાજ્ઞાનું પ્રા.રૂપ પામે છે અને અપભ્રંશ રૂપ રાસ છે, જે વર્તમાન સમય સુધીમાં આવતો “રાવ’ સ્વાભાવિક રીતે આવી રહે છે. જૂનાગઢના ચૂડાસમાઓ રા’ લગાવતા હતો તે અપ. ૩ નું ટૂંક રૂપ જ છે, જેમ કે “રા' નવધણ” વગેરે –સંપાદક (પથિક દીપોત્સવાંક-૧૯૯૭ - ૩૭) For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68