Book Title: Pathik 1998 Vol 38 Ank 01 02
Author(s): Nagjibhai K Bhatti and Other
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 55
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઈ.સ. ૧૯૪૨ થી ૧૯૪૭ ના ગાળામાં વિજયરાજજીએ છઠ્ઠા જયોર્જને નામે કોરીઓ પડાવી હતી. ઈ.સ. ૧૯૪૬માં મહારાવ વિજયરાજની છબીવાળી ૨૫, ૫૦, ૧૦૦ અને ૫૦૦ કોરીના મૂલ્યની નોટો છાપેલી, પરંતુ તે ચલણમાં મૂકવામાં આવી ન હતી ! (૧) ચાંદીના સિક્કા - વિજયરાજજીના ચાંદીના એક કોરીના સિક્કામાં એક બાજુ “કોરી એક એમ જણાવેલ છે, ઉપર વર્તુલાકારે ફારસીમાં લખાણ છે. બીજી બીજુએ વર્તુળમાં રાજયસૂચક ચિહ્ન ત્રિશુલ અને અર્ધચંદ્ર તથા સંવત ૧૯૯૯ (ઈ.સ. ૧૯૪૩) જણાવેલ છે. ધારની પાસે વર્તુલાકારે “મહારાજશ્રી વિજયરાજજી કચ્છ' દેવનાગરી લિપિમાં લખેલ છે. પાંચ કોરીના સિક્કા ઉપર અગ્રભાગે ફારસીમાં લખાણ છે, જેમાં જયોર્જ છઠ્ઠો અને ઈ.સ. ૧૯૪૨ લખેલ છે. તેની આજુબાજુ વર્તુળાકારમાં પાંદડીની કલાત્મક વેલ અંક્તિ કરવામાં આવી છે. સિક્કાની કિનારીએ ઝીણાં ઝીણાં ટપકાંની કાંગરી પાડવામાં આવી છે. પાછળના ભાગમાં ત્રિશૂળ, કટાર, તથા અર્ધચંદ્ર સાથે નાગરીમાં “મહારાજાધિરાજ મિરજા મહારાજેશ્રી વિજયરાજ બહાદુર કચ્ચ ભૂજ એમ લખાતું. આ સિક્કાનું વજન આશરે ૧૧૮ તોલા હતું તથા વ્યાસ ૧.૩ ઇંચ હતો. (૨) તાંબાના સિક્કા - મહારાઓશ્રી વિજયરાજજીના પાંચ પ્રકારના તાંબાના સિક્કાઓ ચલણમાં હતા. આ સિક્કાઓમાં અનુક્રમે આધિયો, પાયલો, ઢબુ, ઢીંગલો અને ત્રાંબિયોનો સમાવેશ થાય છે, જેમાં પ્રથમ ચાર સિક્કાઓમાં વચ્ચે વીંધ છે, જ્યારે ત્રાંબિયો સૌથી નાનો સિક્કો છે, પરંતુ તેમાં વીંધ નથી. દરેક સિક્કામાં એક બાજુ ફારસીમાં લખાણ છે, બીજી બાજુ રાજાનું નામ વીંધમાં ઉપરની બાજુએ અર્ધચંદ્ર, ડાબી બાજુ ત્રિશૂળ અને જમણી બાજુ કટારનું ચિહ્ન છે. નીચે સિક્કાનું નામ નાગરીમાં દર્શાવવામાં આવેલ છે. (૫) મદનસિંહજી (ઈ.સ. ૧૯૪૮) મહારાઓશ્રી મદનસિંહજીના ૧૯૪૮માં થયેલા રાજયાભિષેક વખતે તેઓશ્રીના નામના જે સિક્કા પડ્યા તે કચ્છના ઇતિહાસમાં તેમજ ભારતભરમાં પણ એક સ્વતંત્ર રાજ્ય તરીકેના તેઓશ્રીના એકલાના જ સિક્કા છે, જેમાં ફકત “મહારાઓશ્રી મદનસિંહજી કચ્છ ર૦૦૪' એ પ્રમાણે છાપેલું છે. અત્યાર સુધી મુખ્ય બાજુ ઉપર “એમ્પરર ઑફ ઇન્ડિયા'નું નામ છપાતું હતું. પાછળની બાજુ રાજયનું નામ આવતું તેને બદલે મુખ્ય બાજુ કચ્છના મહારાઓશ્રીનું નામ અને પાછળની બાજુમાં “જયહિન્દ' છપાયેલું છે. વિશિષ્ટ સિક્કા - દિન્દ્ર ની છાપવાળો કોરીનો સિક્કો ભારત આઝાદ થયું ત્યાર બાદ પણ એક વર્ષ સુધી ચલણમાં રહ્યો હતો. “જયહિન્દ'ની છાપવાળા કોરીના સિક્કા દુર્લભ અને વિશિષ્ટ ગણાય છે. ગુજરાતમાં સૌથી મોટા સોનાના સિક્કા કચ્છના મહારાઓએ પડાવ્યા હતા, જેમાં ૨૫, ૫૦ અને ૧૦૦ કોરીના સોનાના સિક્કા હતા. મદનસિંહજીના સમયમાં સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી જે સિક્કા બહાર પડ્યા તે કચ્છના ઇતિહાસમાં તેમજ ભારતભરમાં પણ એક સ્વતંત્ર રાજ્ય તરીકેના તેઓશ્રીના એકલાના જ સિક્કા છે. મહારાઓશ્રી મદનસિંહજીના “જયહિંદ'ની છાપવાળા ત્રણ પ્રકારના સિક્કાઓ પડ્યા છે. તાંબાનો ઢબુ (એટલે કોરીનો આઠમો ભાગ) અને ચાંદીના સિક્કામાં એક કોરી અને પાંચ કોરીના સિક્કા હતા. તા. ૨૬-૪-૧૯૪૯થી ભારતના સિક્કા કરછમાં કાયદેસરના ચલણ તરીકે દાખલ થયા. બ્રિટિશ રાજ કાલ દરમ્યાન ભારતવર્ષમાં બે પ્રકારનું ચલણ અમલમાં હતું : (૧) સરકારી અર્થાત્ અંગ્રેજ સત્તાનું બ્રિટિશ ચલણ એ (૨) દેશી રાજયોનું ચલણ-કચ્છ એક દેશી રજવાડું હતું તેને સૈકાઓથી ( પથિક દીપોત્સવાંક-૧૯૯૭ • પર) - - - - For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68