Book Title: Pathik 1998 Vol 38 Ank 01 02
Author(s): Nagjibhai K Bhatti and Other
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 61
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫. લખપત : અહીંના વિશાળ દિવાલ ધરાવતા કિલ્લાને ગુરુદ્વારાની સાથે જ ત્યાં નો ભવ્યકૂબો, પુરાતન શિવમંદિર અને કચ્છમાં દ્વિતીય એવું હાટકેશ્વરજી મંદિર ૬. મુન્દ્રા : શિવમંદિરની સામે તવવાળા નાકે જૈન છત્રીઓ અને પગલાં, તીર્થધામ વસઈ, ભદ્રેશ્વરજીના પોલિસ થાણા અંદરનું શિવમંદિર. ૭. ભૂજ :- બોલાડી હબાયની ધા૨ ૫૨ - નપ સૈકાથી હજુ પણ હયાત ઊભેલું એ બો લાડીગઢનું નાકું પથ્થર સાથે પથ્થરો સમાવીને પડવાને પાંકેડ ઊભું છે તે, દાદુપીરનો સ્થાપત્ય સભર કૂંબો અને કલાત્મક ઝરૂખાએ. ભાવેશ્વરની વાવ અને કલ્યાણેશ્વરૂપરિધની શિલ્પ નિતરતી સમાધિ દેરીઓ. ૮. અબડાસા : નાના મોટા કરોળિયાઓથી આગળ જતા ભીમનાથજીનાં રસ્તે આવતું બૌઆનું નાજૂક શિવમંદિર, જે અત્યારે યક્ષનો થડો થઈ ગયો છે. નાંદ્ર નો કિલ્લો, કચ્છનાં કેટલાક ક્ષત્રિયોએ પોતાનાં ભવ્ય ભૂતકાળના પ્રતીક ગઢ કિલ્લાઓને સમાવી લીધાં છે ત્યારે રસ્તે બસમાં દૂરથી રળિયામણોપણાનું ભાસ કરાવતો આ કિલ્લો પણ રક્ષણ માગે છે. નાનાનાંદ્રાની ગઢી. આગળ જતાં રાપરગઢમાંનો નાંદ્ર જેવો પણ વિશાળ કોઠો અને ચોરાપરનો ચબૂતરો, જે કચ્છમાં અન્ય કબૂતરખાનાઓ કરતાં કંઈક જુદી ભાત પાડનારો છે. અહીંનાં મોતા (શ્રાવક) સતીમાનો પાળિયો ખાંભી જે જૈનોમાં ઓછાં જોવા જાય છે. તથા વાંકુમાં પ્રવેશતાં નજરે પડતી પાળિયાઓની હારમાળા પૈકીનો ત્રિશૂલધારી પાળીયા કચ્છ આખામાં ક્યાંએ નથી દેખાતા. ૯. માંડવી :- ગઢ કિલ્લાનો કમાડ સાથેનો કથકોટકક્ષાનો દરવાજો એ બિલેશ્વરજી ગઢની ડેરીઓ દર્શાવતી કલાત્મક વાવ. ફરી સહેજ ભચાઉ તરફ દૃષ્ટિ કરતાં ઃ- મનફરાની ધર્માદા જાગીરના પરિસરનાં પુરાતન સ્થાનો આં ધોઈનાં કિલ્લાનું પ્રવેશધાર તેમ દોઢી કોઠાઓ, પાતાર્બેશ્વરજી પછવાડેનાં વિવિધ પ્રજાઓનાં અજાયબ પાળિયા, અરે ? કચ્છમાં તો જ્યાં જ્યાં- જે તાલુકાઓમાં ઘૂમવાને નીકળી પડો ત્યાં ત્યાં નવીન સંશોધનમાં તમોને કંઈને કંઈ જોવાને મળશેજ “કચ્છઇતિહાસ પરિસદે” વર્ષમાં ત્રણચાર આવા પ્રવાસો ખેડવાને નક્કી કરેલ છે, ત્યારે ગમે ત્યાં કંઈને કંઈતો જરૂરથી જ નિહાળવાને મળતું જ હોય છે. કચ્છનો કોઈ પણ તાલુકો એવો નથી કે જ્યાંથી કંઈ ને કંઈ મળવા ન પામ્યું હોય... કચ્છનાં આઝાદીની અર્ધી સદીનાં પ્રાગૈતિહાસિક સ્થાનો ઃ કચ્છમાં સંશોધાયેલા એ ઉત્ખનન પામેલાં તાલુકા વારનાં કેટલાંક પ્રાગૈતિહાસિક સ્થાન જે મળી આવ્યાં છે તે પણ ગુજરાતનાં પુરાતત્વવિદોએ ઇતિહાસકારોના કથનાનુસાર ગુજરાત ભરનાં અન્ય જિલ્લાઓ કરતાં મોખરાનું સ્થાન ધરાવે છે. ૧. અંજાર તાલુકો :- કોટડા આમ તો આથાંટીંબાઓ મળી આવ્યા છે એ સૌને કોટડા નામથી ઓળખવામાં આવે છે. આવા કોટડા કચ્છના દરતાલુકે દેખાય છે. બાદ આ જ તાલુકે જાંગ - ચાંદ્રાણી, પીરવાળાં ખેતર તથા ગામનો સમાવેશ થાય છે... ૨. ભચાઉ :- કંથકોટ બાદ શિકારપુર જેવાં સ્થાનો પણ શોધાયાં છે અને શોધાય છે. -- ૩. રાપર :- સૂરકોટડા, સણવા, સેલારી મોરાઓ-જાટાવાડા, કેંરાસી ગેડી, પાબુમઢ-૨વજેસડા, લાખાપર રામવાવ, અને આ જ તાલુકામાં ગણના થાય છે એ આખાએ વિશ્વની નજર જેના પર ઠેરાઈ છે એ, ખડીરનું ધોળાવીરા.. ૪. નખત્રાણા ઃ- દેશલપર-ગુંતલીની આખી નદીમાં ભૂતકાળમાં ગરક થઈ ગયેલ અને રીવસાહત, વાડાવિધેડી કોટડા ભડલી- ગઢવાળી, વાડી નવા ખીરસરા એ સ્થાનો પણ પોતાનું આગવાપણું દર્શાવનારાં છે. અહીં પથિક દીપોત્સવાંક-૧૯૯૭ - ૫૮ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68