Book Title: Pathik 1998 Vol 38 Ank 01 02
Author(s): Nagjibhai K Bhatti and Other
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 60
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪. નખત્રાણા : દેશલપરની શૈલગુફા-૧. શૈલગુફા-૨ પૂ. અરેશ્વરજી મંદિર (મંજલ-લાખેડીની હદ પાસે), ઘડીમેડી-જે શૈવમની હવે પ્રતીતિ કરાવે છે. અને પુંઅરાએ જણાવેલા પુષ્પગઢનો પુરાતન કિલ્લો. ૫. લખપત : સિયોત જૂના-ધરણ વાઘેલાના પાટગઢની પાસેની શૈલુફાઓ જેની માટેની બૌદ્ધકાલીન સલો નીજરમાન મનાઈ છે. અને ખુદ લખપતનો કચ્છનાં ક્રોમવેલ જમાદાર ફતેહમહંમદે બંધાવેલો કિલ્લો અને કચ્છમાંનું વર્ષો જૂનું ગુરુદ્વારા જે આદ્ધિતાય મનાય છે. ૬. મુન્દ્રા- ભદ્રેશ્વરજી વસઈનું જૂનું મંદિર- જે વસઈ તીર્થ તરીકે આખાયે ગુજરાત તો શું ભારત ભરનાં શ્રાવકોમાં ખૂબ જ જાણીતું છે. ૭. ભૂજ:- કેરાનું શિવમંદિર, જેનું વિશેષ ઉત્પનન ચાલુ જ છે તથા એની જે રિતતાને સમારવાનું કામ પણ આમ તો એ ભલે લાખા ફુલાણીથી પહેલાં ગણાતું હોય છતાં એ લાખાએ બંધાવ્યાનું ગણાય છે. - ભૂજ અને ભૂજની આસપાસનાં આવાં ઘણાએ સ્થનો-રક્ષિત સ્મારકો તરીકે લાવાયાં નથી. જે રક્ષણ માંગે છે. સાથે સાથે માંડવી કે અબડાસાનાં કેટલાંક સ્થાનો પણ રસિત સ્મારકો તરીકે જાહેર થાય એય જરૂરી છે. વળી અન્ય તાલુકાઓમાં રહી જવા પામેલા પણ ગણનાપાત્ર ગણાવાને લાયક છે. કચ્છમાં હજુ સુધી - રક્ષિતન ગણાયેલા તાલુકાઓનાં સ્મારકો : ૧. અંજાર : ભુવડેશ્વરજીનાં મંદિરની સાથે – એ જ પરિસરમાં ઊભેલી એ ભુવડ ચાવડાની ડેરીબંધ ખાંભી એ સ્વ. રામસિંહજી રાઠોડનાં કુળદેવના મંદિરમાંની કચ્છભરનાં પાબુ મંદિરોમાં સૌથી કલાત્મક રહેલી કાળી ધોડીઓ તથ જૈન દહેરાસર નીરખીને નિર્ણય કરવા જેવાં રહેલાં છે. ધમડકા - કાલીમંદિર, સફલાનાથ ગંધપિયુ મસાણ, (કાળોવડ આજે નથી) અને સામી બાજુ-ભવાની ભુવનેશ્વરીજીનું મંદિર, જે હાલમાં પાંચ ગામોનાં સોઢા ક્ષત્રિયોના સહયોગથી જોગણીના મંદિરનું રૂપ ધારણ કરી રહેલ છે. . સંધડ-માતાજી જોગણીનાળ હરૂડી માતાજીના મંદિરની આથમણી બાજુ થીરા નામે ગુરૂજીઓને અપાયેલું ગામ તેની એકાદ કિલોમીટરના અંતરે હર્ષદા માતાજીનું પ્રાચીન મંદિર માંથી એકાદ કિ.મી. ના અંતરે છે. જેનાં જૂનાં સ્થાપત્યોને સાચવી રાખીને દીવાલમાં મઢી દેવામાં આવેલ છે. આમ આ મડકા અને વીરા એવીર વિક્રમનાં સગડ કચ્છમાં પણ પહોંચ્યા છે એવી પ્રતિતિ કરાવનારાં છે. જૂનું ધમડકા તો પદના ધરતીકંપમાં નાશ પામ્યું પણ એમાંનાં મંદિરો હાલમાં પ્રજાલક્ષી બનેલાં દેખાય છે. “કચ્છ ઇતિહાસ પરિષદ” નાં તા. ૨૨ ઓગષ્ટનાં સંશોધન પ્રવાસમાં અહીંનાં કેટલાંક પ્રાચીન મંદિરોનો આજની ત્વરિત ગતિએ જીર્ણોદ્ધાર થવા લાગ્યો છે ને કેટલાંક ફરીને ઊભાં થઈ ગયાં એ સગી આંખે ભાળ્યું છે. ૨. ભચાઉ :- અહીંનો ડુંગરી કિલ્લો દૂરથી પણ આપણું જોતાં ધ્યાન ખેંચે છે. ૩. રાપર : ગેડીનું પુરાતન મંદિર, દશાવતારની મૂર્તિ, વાવ અને કલાત્મક પાળિયા વરણેશ્વર-મધ્યેની ભૂરિયાબાવા મેકમડાની સમાધિ અર્થાત્ કબર તદ્દ્ન જીર્ણ અને જર્જરિત થઈ ગઈ છે, જેનો આધાર પલંગને મળતો આવે છે. ૪. નખત્રાણા :- પુંઅરાની છત્રી-વડીમેડીની સામી બાજુ, આ ચારથંભી છત્રીની ભૂમિમાં પુંઅરાને અગ્નિદાહ દેવાયો હતો, આસ્થાનને સંપૂર્ણતઃ સુરક્ષા બક્ષ્યા કરતાં, તેને ત્યાંથી અવંબંધ ઉપાડીને અહીંનાં રક્ષિત સ્થાનો પાસે પધ્ધગઢમાં, નિંઢી બડી મેડીનાં પરિસરમાં લઈ આવવી આવશ્યક ગણાશે તથા નખત્રાણા પાસેનો મોટીવીરાણીનો જર્જરિતતાને આરે ઉભેલો કિલ્લો. (પથિક દીપોત્સવાંક-૧૯૯૭ - ૫૭) For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68