________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કચ્છની મિયાણાજાતિઃ સાંસ્કૃતિક અભ્યાસ
પ્રો. એમ. જે પરમાર
પ્રાસ્તાવિક :
કચ્છ ત્રણ બાજુએ દરિયાથી વીંટાયેલું દેખાશે, પરંતુ તેની ઉત્તરે સિંધ, દક્ષિણે સૌરાષ્ટ્ર અને પૂર્વમાં સૌરાષ્ટ્રગુજરાત તથા રાજસ્થાન પ્રદેશો સાથે જમીન વડે તે જોડાયેલું છે. આ બધા પ્રદેશોની રાજકીય હિલચાલોની અને સંસ્કૃતિઓની પ્રથાઓની અસર કચ્છ ઉપર પડેલી છે. યાદવો, મૌર્યો, શકો વગેરે જાતિઓનાં પગલાં કચ્છની ભૂમિ ઉપર પડ્યાં હતાં. આથી કચ્છની તળપદી છે તથાપિ એ સર્વોશ ભારતીય છે. અત્યારે પણ બાહ્ય સંસ્કૃતિના અવશેષો કોઈ કોઈ જાતિઓની જીવનપ્રવૃત્તિઓમાં દેખાય આવે છે, પરંતુ એ ભારતની સંસ્કૃતિઓમાં એકરંગ બની ગયા છે.
ઇતિહાસ જુદા જુદા કાલના લોકોનું આલેખન કરે છે. તે લોકો(સમાજ)ના ધબકતા જીવનનો વૃત્તાંત ઈતિહાસ કરે તેથી કોઈ પણ ઇતિહાસ તેમની જાતિઓ, તેમના રિત-રિવાજો, સંસ્કારો, તેમની માન્યતાઓનું સમાજજીવન, આર્થિક, ધાર્મિક કે રાજકીય જીવનનાં પાસામાંથી તેમના જીવનમૂલ્યનો ખ્યાલ આવે છે. - કોઈ પણ દેશ અથવા તે પ્રદેશની સંસ્કૃતિનો અભ્યાસ કરવો હોય તો તેમની ઐતિહાસિક ઘટનાઓ, સામાજિક મૂલ્યો, સાહિત્ય અને કલાસંપત્તિનો વિચાર કરવો જ જોઈએ, કારણ કે સંસ્કૃતિનાં ઘડતરનો આધાર લોકોની ભૌગોલિક ઐતિહાસિક સામાજિક અને આર્થિક સ્થિતિ પર રહેલો છે. આ સિદ્ધાંત કચ્છના ઇતિહાસ, તેની સંસ્કૃતિ, તેના લોકોને બરાબર લાગુ પડે છે. કચ્છમાં વસતી વિવિધ જાતિઓ:
કચ્છી પ્રજા સાગરની જેમ ધીર ગંભીર અને શાંત છે. કચ્છની વિશાળ ભૂમિમાં અનેક પ્રજા આવી સમયને વર્તીને રહે છે. ઈ.સ. પૂર્વે ૧૬૦૦ થી ૧૫૦૦ વચ્ચે યાદવો સાથે આભીરો પણ આવ્યો. ઈ.સ. પૂર્વે ૩૨૬માં યૂનાની આવ્યા. ઈ.સ. ૧૮૦ની આસપાસ શક-ક્ષત્રપો આવ્યા. ૧લી સદીમાં ઇરાની પેહલવી, પાંચમી-છઠ્ઠી સદીમાં હુણગુર્જર, વગેરે પ્રજા આવી. સાતમી સદીમાં આરબ, આઠમી સદીમાં પારસી અને દસમી સદીમાં પઠાણો વગેરે આવનાર પ્રજા હતી. આફ્રિકાથી સીદી તથા અન્ય પ્રજા આવી. કચ્છમાં આ બધા એકરસ બની ગયા.'
કચ્છી પ્રજાનાં શારીરિક ચિહ્ન જોઈએ તો આ માનવીય સમીક્ષણનાં પ્રમાણ જોવા મળે. આથી રત્નમણીરાવ ભી. જોટે કહે છે કે ગુજરાતની ભૂમિએ અનેક ભ્રમણયુગ, ઘણી જાતિઓને ગુજરાતે આશ્રય આપ્યો. કિરાત, હુણ, આંધ, પુલિન્દ્ર, પુલ્કસ, આભીર, યવન વગેરે જાતિઓને શુદ્ધ કરી ઉપર ઉઠાવેલ છે. કચ્છની પ્રજા પ્રવાસી પ્રજા છે. આહીર, કાઠી, રબારી, જત તથા અન્ય પશુપાલક જાતિઓ અહીં આવી વસી છે. ઉત્તરથી સમા, સિંઘમાંથી સોઢા, પૂર્વેથી વાઘેલા, સિંધ મારવાડ અને ગુજરાતમાંથી વાણિયા, બ્રાહ્મણો, ભાટિયા, લોહાણા, મુલતાન્ની સિંધથી કારીગર વર્ગ આવ્યો. ચારણ મારવાડથી અને આમ કચ્છ જાણે કે એક માનવરસથાળ બની ગયું. કચ્છના બન્ની વિસ્તારમાં જત, જુણેજા, પશુપાલકો, વાગડના વિસ્તારમાં આહીર, મિયાણા સુરજબારી માળિયામાં વસે છે. ખારવા મુન્દ્રા લખપત માંડવી દરિયાકાંઠાના વિસ્તારમાં વસે છે. વિવિધ પ્રજા કચ્છમાં આવીને કચ્છી બની કચ્છી પ્રજાનું ગૌરવ ગણે
મિયાણાજાતિઃ આગમન - વિસ્તારનો પ્રારંભિક ઈતિહાસ :
ભારતવર્ષની પ્રજાઓની આર્ય-અનાર્ય પાકૃત સંસ્કારી સંસ્કૃતિઓના સમન્વયથી ભારતીય માનસ સભ્યતા ઉદ્દભવી ભૂતકાળમાં થયેલ ઘટનાઓ અને માનવ-આવરણો સ્થળ, કાળ અને કારણથી નિયત થયેલ હોય છે. કચ્છમાં અનેક જાતિ સમૂહમાં અલગ અલગ તેમની સંસ્કૃતિ જોવા મળે છે.
મિયાણાની વસ્તી રાજકોટ જિલ્લો, અમદાવાદ જિલ્લો, સુરેન્દ્રનગર જિલ્લો, કચ્છ જિલ્લામાં જોવા મળે છે. મિયાણા સિંધમાંથી કચ્છમાં આવ્યા. સિંધમાં તેઓ ઘણા સમયથી મુસ્લિમ હતા. તેમની કેટલીક અટકો મૂળ રાજપૂત
(પથિક દીપોત્સવાંક-૧૯૯૭ • ૬૦)
For Private and Personal Use Only