Book Title: Pathik 1998 Vol 38 Ank 01 02
Author(s): Nagjibhai K Bhatti and Other
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 51
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સિક્કાઓની શ્રેણીમાં તેમના સમયના સિક્કાઓ અનોખી ભાત પાડે છે. બ્રિટિશકાળ દરમ્યાન ઉપર્યુક્ત કચ્છના રાઓના પ્રચલિત સિક્કાઓની હકીકત નીચે મુજબ છે : (૧) દેશળજી બીજા (ઈ.સ. ૧૮૧૯-૧૯૨૦) ઈસ્ટ ઈન્ડિયા કંપનીના શાસન દરમ્યાન કચ્છ રાજ્ય મુઘલઢબના સિક્કા ચાલુ રાખ્યા હતા. દેશળજી બીજાની કોરી ઉપર ફારસીમાં અકબર બીજાનું નામ તથા નાગરીમાં “રાઓ દેશલ' લખાતું હતું. બીજી બાજુ ફારસી ભાષામાં હિજરી વર્ષ તથા ટંકશાળનું નામ ભૂજ લખવાનું એમણે શરૂ કર્યું હતું. કદ અને વજનમાં આ કોરીઓ અગાઉની કોરી જેવી જ હતી, પરંતુ દેશળજીએ અર્ધી કોરી પણ પાડી હતી. અર્ધી કોરી ઉપર મુખ્ય બાજુ પર ટંકશાળનું ફારસી નામ તથા બીજી બાજુ નાગરીમાં “રાઉશ્રી દેશળજી' સાથે વિક્રમ સંવતનું વર્ષ પણ લખાતું હતું. આ રાજાના કોરીના પ્રકારના દોકડા, અકબર બીજાના ફારસી નામવાળા દોકડા તેમજ તાંબિયા પણ મળે છે. બહાદુરશાહના નામવાળા દોકડા, તાંબિયા તથા ઢગલા પણ હતા. દેશળજી બીજા પહેલાં કોરીના સિક્કા ગુજરાતના સુલતાન મુઝફરશાહના સિક્કાની નકલરૂપ હતા અને તે બધા હિજરી ૯૭૮ (ઈ.સ. ૧૫૭૦)નું વર્ષ ધરાવતા હતા. એના પર અગ્રભાગમાં મહારાવનું નામ નાગરીમાં આપવામાં આવતું હતું, બાકીનું લખાણ મુઝફ્ફરશાહ ત્રીજાના સિક્કાનું હતું. દેશળજી બીજાએ આ ગુજરાત-શૈલી થોડો વખત ચાલુ રાખી હતી અને પછી એ છોડીને મુઘલ બાદશાહના નામે સિક્કા પડાવ્યા હતા. સોનામાં દેશળજી બીજાએ પચ્ચીસ કોરીના સિક્કાઓ પડાવ્યા હતા. (૨) પ્રાગમલજી બીજા (ઈ.સ. ૧૮૬૦-૧૮૭૫) મહારાઓ પ્રાગમલજી બીજાનું આયુષ ભલે ટૂંકું હોય, તેઓ જુવાનીમાં ભલે અવસાન પામ્યા હોય, પરંતુ તેમનું કાર્ય, સિક્કાશાસ્ત્રમાં તેમનું નામ, ભૂજના ભવ્ય ઇટાલિયન સ્ટાઈલના “પ્રાગ મહેલ' અને ભવ્ય ટાવર દ્વારા શિલ્પ સ્થાપત્યના ક્ષેત્રે તેમનું પ્રદાન ક્યારેય ભૂલાય તેવું નથી. ' પ્રાગમલજી બીજાના સોનું, ચાંદી અને ત્રાંબુ એ ત્રણે ધાતુઓના સિક્કાઓ મળે છે. પ્રાગમલજી બીજાના સિક્કાઓ ઉપર એક બાજુ દેવનાગરી લિપિમાં “મહારાજાધિરાજ મિરજા મહારાઓ શ્રી પ્રાગમલજી બહાદુર' અને સંવત તથા બીજી બાજુ ફારસીમાં “મુલ્લું મુઅઝમ ક્વીન વિકટોરીઓ ઝરબ ભૂજ અને સન લખેલી છે. આમ મહારાણી વિકટોરીયાના નામ તેમજ ખિતાબવાળા આકર્ષક સિક્કાઓ પ્રાગમલજીએ કચ્છમાં શરૂ કર્યા હતા. (૧) સોનાના સિક્કા : મહારાઓશ્રી પ્રાગમલજી બીજાએ ૨૫, ૫૦ અને ૧૦૦ કોરીના સિક્કાઓ પડાવ્યા હતા. આ સિક્કાઓનો અગ્રભાગ મુઘલ શૈલી ધરાવે છે. એને પૃષ્ઠ ભાગમાં મહારાવનું નામ, બિરુદ, સિક્કાનું મૂલ્ય, ટંકશાળનું નામ અને વિક્રમ સંવતનું વર્ષ નાગરીમાં આપેલું છે. પ્રાગમલજી બીજાની સોનાની કોરી ખૂબ જ આકર્ષક હતી. ટંકશાળનો ઉલ્લેખ હવે ‘ભૂજનગર તરીકે થવા લાગ્યો. બીજી બાજુ ત્રિશૂળ, અર્ધચંદ્ર અને કટાર દર્શાવાતાં હતાં તથા નાગરીમાં “મહારાઉશ્રી પ્રાગમલજી' અને વિક્રમ સંવત લખેલા હોય છે. મહારાઓશ્રી પ્રાગમલજીના સમયમાં સોનાના ભારે કિંમતના સિક્કા છાપવા પાછળના કારણો એમના સમય દરમ્યાન નિશાળોનાં મકાનો, દવાખાનાં, પ્રાગમહેલ જેવા મહાલયો જેવાં મોટાં બાંધકામો હાથ ધરવામાં આવતાં ખર્ચની ચુકવણી સરળતાથી થાય એ દષ્ટિ હશે એમ જણાય છે. (પથિક દીપોત્સવાંક-૧૯૯૭ ૦૪૮) For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68