________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨) ચાંદીના સિક્કા :
પ્રાગમલજી બીજાએ ચાંદીની એક કોરી ઉપરાંત અઢી કોરી અને પાંચ કોરીના સુંદર કલામય, સોળ સુંદર પર્ણોની અલંકારિક કિનાર પણ હતી તેવા સિક્કાઓ પાડવા શરૂ કર્યા. બ્રિટિશ તાજની સર્વોપરિતા સ્વીકાર્યા પછી પ્રાગમલજીએ મુઘલ બાદશાહને સ્થાને રાણી વિકટોરિયાના નામવાળા સિક્કા પાડવા શરૂ કર્યા. યંત્રમાં છપાયેલા કોરી સિક્કા ૫૨ એક બાજુ વિક્ટોરિયાનું નામ અને બિરુદ તથા ઈ.સ. ફારસીમાં અને બીજી બાજુ મહારાવનું નામ, ભૂજની ટંકાશાળનું ચિહ્ન, સિક્કાનું મૂલ્ય, વિક્રમ સંવત અને ટંકશાળનું નામ નાગરી લિપિમાં જોવા મળે છે.
પાંચ કોરીના સિક્કા ઉપર દોરેલા વર્તુળમાં રાજસૂચક ચિહ્નો તથા મહારાજાધિરાજ મિરજા મહારાઉશ્રી પ્રાગમલજી બહાદુર એવું લખાણ આવતું તેનું વજન ૧૧/૬ તોલા તથા વ્યાસ સવા ઇંચ હતો. જ્યારે અઢી કોરીનું વજન ૧૧/૩૨ તોલા તથા વ્યાસ એક ઇંચ કરતાં સહેજ ઓછો રહેતો.
(૩) તાંબાના સિક્કા :
પ્રાગમલજી બીજાના તાંબાના દોકડા ત્રણ પ્રકારના હતા : કટાર, નાગરીમાં સંવત તથા ટંકશાળના નામવાળી, ફારસીમાં મૂલ્ય, ખ્રિસ્તી વર્ષ તથા ટંકશાળના નામવાળા તથા વિક્ટોરિયાનાં નામ તથા ખિતાબો અને નાગરીમાં પ્રાગમલજીના નામવાળા. આવા જ દોઢ દોકડા તથા તાંબિયા હતા.
પ્રાગમલજીએ તાંબાના ત્રણ દોકડાના સિક્કા બહાર પાડ્યા હતા. આ સિક્કાના અગ્રભાગે ફારસીમાં ‘દોકડા ૩’ એમ અને ઈ.સ. લખાતાં હતાં. ફરતી ગોળાકાર જગામાં ફારસીમાં ‘ઝર્બ કચ્છ ભૂજનગર' લખવામાં આવતું હતું. તેનું વજન ૧૫/૮ તોલાં હતું તથા વ્યાસ ૧.૩ ઇંચ હતો.
આ રાજવીના બીજા પ્રકારના ત્રણ દોકડાના સિક્કા મળે છે તેના ઉપર એક બાજુએ ફારસીમાં ‘ક્વીન વિક્ટોરિયા મુલ્કે મુઆઝમે' લખાતું હતું, બીજી બાજુએ વર્તુલમાં ત્રિશૂલ, સંવત તથા પ્રાગમલજીનું નામ લખાતું હતું. આ સિક્કાનાં વજન અને વ્યાસને ત્રણ દોકડાના સિક્કા કરતાં કઈ જ તફાવત ન હતો. પ્રાગમલજીએ આવા જ પ્રકારના દોઢ દોકડા તથા તાંબિયાના સિક્કા પણ બહાર પાડેલા. દોકડાના સિક્કાનું વજન અર્ધા તોલાથી સહેજ વધારે હતું તથા તેનો વ્યાસ ૪/૫ ઈંચથી સહેજ ઓછો હતો, જ્યારે તાંબિયાનું વજન ૧/૪ તોલાથી સહેજ વધારે હતો.
(૩) ખેંગારજી ત્રીજા (ઈ.સ. ૧૮૭૬-૧૯૪૨)
મહારાઓ ખેંગારજી ત્રીજાનો કચ્છનો સુવર્ણયુગ ગણાય છે. તેઓના દીર્ધકાલના શાસન દરમ્યાન કચ્છમાં સોના, ચાંદી અને ત્રાંબાનું ત્રણે ધાતુનું ચલણ પ્રચલિત હતું. કચ્છ મ્યુઝિયમમાં રાખેલ ખેંગારજીના બસ્ટવાળા સિક્કાઓની ડાઈ સિક્કાના સંપૂર્ણ ઇતિહાસ પર પ્રકાશ પાડે છે.
(૧) ચાંદીના સિક્કા ઃ- ખેંગારજી ત્રીજાના ચાંદીના સિક્કાઓ વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ છે, જેમાં ચાંદીની અઢી કોરી, પાંચ કોરી અને દસ કોરીના સિક્કાનો સમાવેશ થાય છે.
શરૂઆતના સિક્કાઓમાં એક બાજુ રાણી વિકટોરિયા અને ઉત્તર કાલમાં ભારતની સામ્રાજ્ઞી વિક્ટોરિયા એ નામે ફારસીમાં લખેલ છે. પૃષ્ઠભાગ પર ‘મહારાજધિરાજ મિરજા મહારાજ શ્રી ખેંગારજી સવાઈ બહાદુર’ લખેલ છે. ત્યારબાદ એમના સમય દરમ્યાન સત્તા પર આવેલ બ્રિટિશ શહેનશાહો એડવર્ડ ૭મો, જ્યૉર્જ પાંચમો, એડવર્ક આઠમો અને જ્યૉર્જ છઠ્ઠાના સિક્કા પડાવ્યા હતા; જો કે આ મહારાવના ૧૯૪૨માં પાડેલા ૧૦ કોરીના સિક્કા પર અગ્રભાગમાં મહારાવની આકૃતિ અંકિત થઈ છે, જે એક વિશિષ્ટતા છે. કચ્છના
પથિક દીપોત્સવાંક-૧૯૯૭ + ૪૯
For Private and Personal Use Only