________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહારાવની અદમ્ય ઇચ્છામાંથી જ આ ખિતાબ પ્રાપ્ત થયો હતો.
માહીમિરાતબ યા માહેમુરાતબ ઃ- લખપતજીને ‘મીરજા' ખિતાબની સાથે સાથે એક સોનાની માછલી પણ મુઘલ સમ્રાટ તરફથી આપવામાં આવી હતી. તેને ‘માહીમિરાતબ' કે માહેમુરાતબ' કહેવામાં આવતી હતી. આ માછલીનું હમણાં સુધી ભૂજમાં સરઘસ કાઢવામાં આવતું, આ ઉપરાંત આ વખતે ઢાલ અને તલવાર પણ ભેટ અપાયેલી. આજે પણ તે આયના મહેલમાં આવેલા હીરામહેલની ગાદી પર પડેલી
છે.
સમાપન : આમ કચ્છના શાસકોએ કચ્છનું ભારતીય સંધમાં વિલીનીકરણ થયું ત્યાંસુધી આવા અનેક ખિતાબો ધારણ કરીને પોતાના સાર્વભૌમત્વને અધિકૃત રીતે પ્રસ્થાપિત કરવાના પ્રનો કર્યા હતા, પરંતુ મીરજા મહારાવ રાયધણજી બીજાના સમયના ફતેહમહમદના શાસનના દ્વિતીય તબક્કાનાં કેટલાંક વર્ષોને બાદ કરતાં તેમાં સફળતા મળી નહોતી. ‘જામ’ ‘રાવ' ‘મહારાવ' ‘મીરજા' શબ્દોમાં ક્યાંય સાર્વભૌમત્વનો અણસાર આવતો નથી, ‘મહારાજાધિરાજ' ખિતાબ કચ્છના શાસકને જે પરિસ્થિતિમાં પ્રાપ્ત થયો તે કાલમાં સાર્વભૌમત્વના સંદર્ભમાં અપ્રસ્તુત બની ગયો હતો. પૂર્વે જણાવ્યા પ્રમાણે આ ખિતાબ લખપતજી માટે દીવાન જોશી તુલસીદાસે કાબૂલનઃ એ વખતના શહેનશાહ મહમહશાહ પાસેથી મેળવી આપ્યો હતો. આનો અર્થ પ્રાચીન અને મધ્યકાલ મુજબ સ્વતંત્ર અને સાર્વભૌમ કરવામાં જોખમ છે. જે યુગમાં આ ખિતાબ કાબૂલ તરફથી કચ્છને મળ્યો તે યુગ અફઘાનિસ્તાનનો સુવર્ણયુગ નથી. જો આ વખતે અફઘાનિસ્તાન મજબૂત હોત તો કદાચ આ શોભાનો ખિતાબ પણ કચ્છના રાવને મળી શક્યો નહોત, કારણ કે અફઘાનિસ્તાન પોતાના સામ્રાજ્યના ભાગ તરીકે સિંધને ગણતું હતું અને સિંધના સ્થાનિક શાસકો કચ્છને સિંધનો જ એક ભાગ ગણતા હતા. આમ કચ્છ પર સાર્વભૌમત્વ અફઘાનિસ્તાનનું હતું તેમ વર્ષોથી માનવામાં આવતું હતું. આ અધિકારને પ્રસ્થાપિત કરવાની અફઘાન શાસકોમાં શક્તિ નહોતી, પરિણામે કચ્છ પર વાસ્તવમાં મુઘલ સમ્રાટોનું સાર્વભૌમત્વ પ્રત્યક્ષ રહ્યું હતું:
મરાઠા સામ્રાજ્યવાદના ઉદય પછી મુઘલોના વારસદાર તરીકે મરાઠાઓ પણ નામનું જ સાર્વભૌમત્વ કચ્છ પર ધરાવતા હતા, તેનો ખ્યાલ પેશવાએ હિજરી સંવત ૧૨૦૫માં ગાયકવાડને આપેલ દશ વર્ષની મુદતની એક સનદ પરથી આપે છે. આ સનંદમાં જે પ્રદેશો પર ગાયકવાડનો અધિકાર સ્વીકારવામાં આવ્યો હતો તેમાં કચ્છનો પણ સમાવેશ થતો હતો, એટલું જ નહિ, તેમાં નગરઠઠ્ઠા અને સિંધુ સાગરનો પણ સમાવેશ થઈ જતો હતો. ૪૦
૪૧
આમ મુઘલો પછી મરાઠાઓ કચ્છ પર નામનું સાર્વભૌમત્વ ધરાવતો હતા, એટલું જ નહિ, કચ્છ પેશવા તથા ગાયકવાડ બંનેનો સંયુક્ત ખંડિયો પ્રદેશ હતો. આ ઉપરાંત કચ્છની પૂર્વ તરફનાં અને માળવાના ઉચ્ચ પ્રદેશની પશ્ચિમના સમગ્ર પ્રદેશમાં ફેલાયેલાં તમામ રાજપૂત રાજ્યો પણ ગાયકવાડનાં ખંડિયાં હતાંરે તેથી કચ્છ મરાઠાઓના સાર્વભૌમત્વમાંથી બચી ન શકે. આમ અફઘાનિસ્તાન કચ્છના શાસકને ‘મહારાજાધિરાજ' નો ખિતોબ આપીને કોઈ ઔપચારિકતા પૂરું કરતું હતું તેનાથી વિશેષ તેનું મહત્ત્વ નથી. આમ છતાં ‘મહારાજાધિરાજ' ખિતાબ કચ્છનાં દરબારી અને ખાનગી સાધનોમાં દેખાય છે, જ્યારે રાયધણજી બીજાના સમય (ઈ.સ. ૧૭૭૮ થી ૧૮૭૩)માં અંગ્રેજો અને અન્ય સત્તાઓ સાથેનાં સંદર્ભમાં આ ખિતાબ વપરાયેલ નથી.
આમ કચ્છના શાસકોનો વિવિધ ખિતાબોનો અભ્યાસ કરતાં સ્પષ્ટ થાય છે કે તેમણે એક પછી એક ઉચ્ચસ્તરીય ખિતાબો પ્રાપ્ત કર્યા, પરંતુ દિલ્હી કે અમદાવાદના શાસકો જેવું અને જેટલું સાર્વભૌમત્વ પ્રાપ્તકરી શક્યા નહોતા.
પથિક દીપોત્સવાંક-૧૯૯૭ - ૩૯
•
For Private and Personal Use Only