Book Title: Pathik 1998 Vol 38 Ank 01 02
Author(s): Nagjibhai K Bhatti and Other
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 34
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લીટીમાં “થંભે ભિકૃતે’” એવું વાંચી શકાય છે. આ લેખની અગત્ય એટલા માટે છે કે તેમાં સર્વપ્રથમ વાર જ આભીર રાજાનો ઉલ્લેખ જોવા મળે છે. આભીર રાજાના ઉલ્લેખવાળો આ ગુજરાતનો સર્વપ્રથમ અભિલેખ છે તેમાં આભીર રાજા ઇશ્વરદેવનું નામ વાંચી શકાય છે, જે સૂચવે છે કે ક્ષત્રપકાળમાં આભીરોનું અસ્તિત્ત્વ હતું. શ્રી રસેશ જમીનદારનું માનવું છે કે પશ્ચિમી ક્ષત્રપોના શાસનકાળમાં આભીરો વહીવટીકાર્યોમાં મુખ્યાધિપતિઓ તરીકે સ્થાન ભોગવતા હોવા જોઈએ. દોલતપર ખાતેથી જ એક ક્ષત્રપકાલીન મસ્તક મળી આવેલ છે, જે મ્યુઝિયમના પુરાતત્ત્વ વિભામાં પ્રદર્શિત કરવામાં આવેલ છે. આ મસ્તક વિષ્ણુનું છે કે સૂર્યનું તે સ્પષ્ટ થતું નથી, પણ કચ્છ મ્યુઝિયમમાં તેનો ઉલ્લેખ “સૂર્યમુ” તરીકે કરવામાં આવેલ છે. આ અંગે સંશોધન જરૂરી છે. અંધૌ ખાતેથી અન્ય એક ક્ષત્રપ શિલાલેખ રજી સદીનો (૧૨૨ સે.મી. ઊંચો તથા ૨૮ સે.મી. પહોળો) મળી આવેલ છે. આ શિલાલેખનું વંચાણ થયું હોવાનું જણાતું નથી, કેમકે તેની નોંધ જોવા મળેલ નથી. જો તેનું કોઈએ વંચાણ કરેલ હોય તો તેની વિગત લેખકને મોકલવા વિનંતી છે; જોકે મ્યુઝિયમમાં રહેલ લેખ સાથેના લેબલમાં આ લેખમાં ક્ષત્રપવંશની પ્રશસ્તિ હોવાનું જણાવ્યું છે. રાપર તાલુકાના મેવાસા ખાતેથી મળેલ ત્રીજી સદીના આરંભનો એક લેખ ક્ષત્રપોની વંશાવલી જાણવામાં મદદરૂપ થાય છે. આ લેખ ભર્તૃદામાના સમયનો છે (શક સંવત - ૨૦૫ ઈ.સ. ૨૮૩) જોકે ભારતના જાણીતા પુરાતત્ત્વવિદ બી. ડિસકર તેને શક સંવત ૩૦૦નો માને છે પરંતુ શક સંવત ૨૦૫ ને જ અધિકૃત માનવામાં આવે છે. રાજકોટના વૉટસન મ્યુઝિયમમાં રહેલ એક શિલાલેખની વિગત પણ મેવાસાના લેખને મળતી આવે છે. ભૂજ તાલુકાના ખાવડા ખાતેથી મળેલ રજી સદીનો એક લેખ મ્યુઝિયમના સંગ્રહમાં છે. ૯૪ સે.મી. ની ઊંચાઈ અને ૭૪. સે.મી. પહોળાઈ ધરાવતા આ લેખની જાડાઈ ૩૧ સે.મી. ની છે. આ શિલાલેખનું વાચન કચ્છ મ્યુઝિયમના ભૂતપૂર્વ ક્યૂરેટર શ્રી જે.એમ.નાણાવટી અને ગુજરાતના જાણીતા પુરાતત્ત્વવિદ શ્રી હરિપ્રસાદ ગ. શાસ્ત્રીએ કરેલું છે. આ લેખ ક્ષત્રપ રાજા રુદ્રદામાના સમયનો છે અને રુદ્રદામાના જ સમયના જૂનાગઢના લેખ કરતાં વહેલા સમયનો છે, એટલે કે શક સંવત ૫૦ શ્રાવણ વદ - ૫ ના સમયગાળાનો છે.ધનદેવે પોતાના પિતાની યાદમાં આ લખિલેખ સ્થાપ્યો છે. આ લેખમાં પણ ખાસ કરીને ક્ષત્રપરાજાની વંશાવળી નાંધાયેલી છે. ત્સામોતિક, ચાષ્ટન, જયદામા, રુદ્રદામા-૧ આ રીતનાં રાજવીનાં નામો વંચાય છે. કચ્છમાંથી મળેલા આ શિલાલેખોના આધારે એવું અનુમાન કરી શકાય કે ગુજરાતમાં પશ્ચિમી ક્ષત્રપોનો સૌપ્રથમ વસવાટ કચ્છમાં અને ખાસ કરીને અંધૌમાં જ શરૂ થયો હોય. ઈ.સ. ૮૯ થી ઈ.સ. ૨૮૩, અર્થાત્ શક સંવત ૧૧ થી ૨૦૫ સુધી પશ્ચિમી ક્ષત્રપોની સતા કચ્છમાં ટકી હોય. ગુજરાતના દીર્ધકાલીન ઇતિહાસમાં જે મહત્ત્વનાં સ્વતંત્ર રાજ્યોની ગણના થાય છે તેમાં પશ્ચિમી ક્ષત્રપોનું પ્રથમ હરોળમાં સ્થાન છે. આમ ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસમાં કચ્છ પ્રદેશનું પ્રદાન અનેરું છે. કચ્છમાંથી મળી આવેલા આ શિલાલેખો આપણા ઇતિહાસની ખૂટતી સાંકળો જોડવામાં મદદરૂપ પુરવાર થાય છે, અંધૌની ધરતીમાં હજુ પણ ઘણું ધરબાયેલું હશે, જેનું ઉત્ખનન સવેળા હાથ ધરાય તે જરૂરી છે. સંદર્ભ સૂચિ ઃ (૧) કચ્છ સંસ્કૃતિ સમસ્યાઓ અને સમાધાન. લે-રાજરત ગોસ્વામી, ક્યરેટર, વડોદરા મ્યુઝિયમ. (૨) કચ્છમિત્ર દીપોત્સવી, સંવત - ૨૦૪૪. (૩) કચ્છ સાંસ્કૃતિક પત્રિકા, વર્ષ-૪ અંક ૧૧-૧૨, (૪) ગ્રામવિકાસ. અંક-અપ્રિલ-૧૯૭૦ માના શ્રી દિલીપ કે.વૈદ્યનો લેખ. (૫) પથિક દીપોત્સવી અંક સંવત-૨૦૧૭ માનો શ્રી જે.એમ.નાણાવટીનો લેખ. (૬) આર્ટ કલ્ચર એન્ડ નૅચરલ હિસ્ટરી ઑફ કચ્છ : મ્યુઝિયમ બુલેટિન નં ૨૬ માનો શ્રી અગ્રવાલનો લેખ. (૭) SAKAS IN INDIA, By SATYA SHRAVA. પથિક, દીપોત્સવાંક-૧૯૯૭ - ૩૧ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68