________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આકૃતિ અતિ સુંદર, મનોહર, સપ્રમાણ અને સુસ્પષ્ટ અંકિત છે. તેમાં બુદ્ધ પદ્માસન ઉપર પ્રસન્ન ચિત્તે ભૂમિસ્પર્શ મુદ્રામાં બેઠેલા દેખાય છે. તેમની ડાબી અને જમણી બાજુમાં સ્તૂપો, તેના પર છત્રયષ્ટિ અને તે ઉપર ઊડતી ધ્વજાપતાકા સ્પષ્ટ દેખાય છે. ઉપરના શિરોભાગે અલગ પ્રકારના સ્તૂપની પ્રતિકૃતિ જણાય છે. તેની બંને તરફથી પીપળાના પાનની ડાળીઓ વેલની જેમ કલાત્મક રીતે છેક નીચેની તરફ લંબાય છે, બંને બાજુના સ્તૂપો અને શિરોભાગના સ્તૂપની આકૃતિઓનો તફાવત નોંધપાત્ર છે.
બુદ્ધને માથે વાંકડિયા વાળ અને તે પર ઉષ્ણીષનો આકાર છે. નેત્ર અર્ધબીડેલાં છે. ચહેરા પર સૌમ્ય કરુણાર્દ્ર સ્મિત વિલસી રહ્યું છે. સંઘાટી ડાબે ખભે ઓઢેલી અને જમણો ખભો ઉઘાડો છે. ઉઘાડા છાતીના ભાગે ડીટડી સ્પષ્ટ દેખાય છે. અંતરવસ્ત્રના કટિબંધને કારણે તે ભાગ સુંદર રીતે ઊપસી આવ્યો છે. વસથી અર્ધ ઢંકાયેલા પગ પરની વલ્લીઓ સ્પષ્ટ જણાય છે. પગની પાનીઓ ઉઘાડી છે. બુદ્ધ સ્વસ્થ ટટાર બેઠા છે. જમણો હાથ લંબાઈને ઢીંચણ સહારે રહીને તેનાં આંગળા ભૂમિને સ્પર્શે છે. ડાબો હાથ પલાંઠીના ખોળામાં ચત્તો હથેળી સાથે રાખ્યો છે, તેનો અંગૂઠો-આંગળાં સ્પષ્ટ દેખાય છે. પદ્માસનની પીઠિકાની ઉ૫૨ ખીલેલી કમળ પાંદડીઓ બબ્બેની ઉપર નીચે સપ્રમાણ ગોઠવાઈને અંકિત છે, જેથી ચોરસ રચાઈને સુંદર આકૃતિ સર્જે છે. બુદ્ધ સહિતની આ અતિ સુંદરતમ દૃશ્ય રચનાને તેવા જ સુંદરતમ કલાત્મક ગોખમાં સ્થાપિત કરીને મઢી લીધી છે ! પદ્માસનની પીઠિકા નીચેના ભાગમાં વચ્ચોવચ્ચ કંઈક સ્તૂપ આકારનું છે અને તેની આસપાસ લખાણવાળી ત્રણથી- ચાર લીટીઓ હોય તેવું વર્તાય છે. આખીય તકતી પીપળાના પાનના આકારમાં ઢાળેલી છે, જેનો અણિયાળો છેડો ઉપરની તરફ રાખ્યો છે.
આવી માટીની કાચી તકતી(મુદ્રા)માં સ્પષ્ટપણે ઉપર્યુંક્ત વિગતો ઉપસાવવામાં આવી છે કલા અદ્ભુત છે. વળી સદીઓ સુધી (લગભગ ૧૦૦૦ વર્ષ) આ તકતીઓ આ અવસ્થામાં આ જ પર્યત જળવાઈ રહી છે તે બાબત જ આશ્ચર્યજનક છે.
એક તકતીમાં ‘ભાગવત' (ભાગવત) સ્પષ્ટ વાંચી શકાય છે.'ૐ બીજી તકતીમાં વચ્ચોવચ્ચ મોટા સ્તૂપની પ્રતિકૃતિ અને બંને તરફ બીજા નાના સ્તૂપ છે. નીચેના ભાગમાં લખાણની ચાર લીટીઓ છે. તકતીં ખવાઈ ગઈ છે. પુરાતત્ત્વ ખાતાના વંચાણ મુજબ આ બૌદ્ધોની લોકપ્રિય ‘પ્રતિતી સમુત્પાદ'ની વિખ્યાત ગાથા છે, જેમાં સારિપુત્તના પ્રશ્નના ઉત્તરમાં બુદ્ધના શિષ્ય અસજિએ (અશ્વજિતે) તેને તથાગતના મતનો સાર સંક્ષેપમાં જણાવ્યો છે તે છે :
ये धर्मा हेतुप्रभवा हेतु र-तेषां तथागतो ह्यवदत् । तेषां च यो निरोध एवंवादी महाश्रमणः ॥
અર્થાત્ ‘હેતુના પ્રભાવવાળા જે ધર્મો ત્તત્ત્વો) છે તેનો હેતુ તથાગતે કહ્યો છે અને એનો જે નિરોધ છે (તે પણ કહ્યો છે) : મહાશ્રમણનો વાદ આ પ્રમાણે છે.' આ ગાથા અંકિત અનેક તકતીઓ અહીંથી સમય સમયે પ્રવર્તમાન લિપિમાં એટલે કે મૈત્રકકાલથી શરૂ કરીને ગુજરાતના સોલંકી રાજાઓના પ્રારંભકાલ અર્થાત્ : લગભગ પાંચમી શદીથી દસમી સદી સુધીના લિપિમરોડોમાં મળી આવી છે.' બુલર લુણાવાડાની તેની તારીખ ૨૪-૨૧૮૭૨ની નોંધમાં તેને વલભીમાંથી આ ગાથાવાળા નાનાં માટીનાં તાવીજ (A Small circular seal of clay - probably amulets worn by most Buddhists( ૯મી -૧૦ મી સદીના લિપિ મરોના અક્ષરોમાં મળી આવ્યાનું જણાવે છે. આવાં તાવીજ બૌદ્ધો પહેરતા હોવાનું તથા વલભી તથા કન્હેરીમાંથી પણ તે પુષ્કળ પ્રમાણમાં મળી આવતાં હોવાનું તે જણાવે છે." આ ઉપર્યુંક્ત ગાથાની લોકપ્રિયતા અને તે ૧૦મી સદી સુધી પ્રચલિત હોવાની બાબતને સમર્થન આપે છે.
બીજી તકતીઓમાં ભગવાન બુદ્ધને વિવિધ હસ્તમુદ્દાઓ, જેવી કે ધર્મપ્રવર્તન અને અભયમાં પણ દર્શાવ્યા
પથિક દીપોત્સવાંક-૧૯૯૭ - ૧૧
•
For Private and Personal Use Only