Book Title: Pathik 1998 Vol 38 Ank 01 02
Author(s): Nagjibhai K Bhatti and Other
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 18
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કચ્છમાં સિંધુ સંસ્કૃતિનું નગર શ્રી જયંતીગિરિ પી. ગોસ્વામી ધોળાવીરા : માનવીની પ્રગતિનો ઇતિહાસ એટલે સિંધુ નદીના તટપરનો પ્રદેશ અને એ પ્રદેશમાં કચ્છનો ઉત્તરનો ભાગ પણ આવી જાય છે. એ ભાગમાં ધોળાવીરા એ ભારતનું અત્યાર સુધીનું અતિ પ્રાચીન નગર છે. ઈતિહાસકારોનાં અનુમાન પ્રમાણે લગભગ સાડા ચારથી પાંચ હજાર વર્ષનો ગાળો આ નગરની પ્રાચીનતાનો પુરાવો આપે છે. આ નગર બે ટીંબાનું ખોદકામ કરતાં દેખાયેલ છે. એક વાલમિયા ટીંબા અને બીજા કુતાસીનું ખોદકામ કરતા અતિપ્રાચીન અને તમામ સગવડો સાથેનું નગર આજનાં શહેરોથી પણ સુંદર અને સ્વચ્છ હતું એ સાબિત થાય છે ને આજની આપણી પર્યાવરણ બાબતની બેકાળજી પણ બતાવે છે. કચ્છમાંથી ઓછામાં ઓછાં પપ થી ૬૦ જગ્યાએથી સિંધુસંસ્કૃતિનાં પ્રમાણો મળ્યાં છે, પરંતુ એ બધાંમાં અતિ પ્રાચીન અને વ્યવસ્થિત સમગ્ર નગરરચના તો માત્ર એક જ ધોળાવીરાને જ લેખાવી શકાય. અન્ય જગ્યાએથી તો અશ્મીભૂત અવશેષો, મણકા કે માતૃકાઓ જ માત્ર મળ્યાં છે. પ્રથમ ઉત્પનન : આજથી ૨૫ વર્ષ પૂર્વે જયારે પાકિસ્તાન ભારતની હિન્દુ સંસ્કૃિતિનો નાશ કરવા માટે ઈ.સ. ૧૯૭૧માં ભારત સામે યુદ્ધ જાહેર કરીને બોમ્બવર્ષા કરતું હતું અને ભારત તેમજ ભારત (ખાસ કરીને કચ્છ)ની ધરતીનો નાશ કરવાની કોશિશ કરતું હતું ત્યારે હિન્દુ સંસ્કૃતિનાં મૂળ તો ભારત(કચ્છ) ની ધરતીમાંથી બહાર આવવા લાગ્યાં કે જે હજારો વર્ષથી ધરતીમાં સમાયેલાં હતાં. એ એટલાં ઊંડાં નીકળ્યાં કે સમગ્ર દુનિયાને ખબર પડી કે હિન્દુ સિંધુ) સંસ્કૃતિ કે દુનિયાની જૂનામાં જૂની સંસ્કૃતિ છે. ખડીર એ કચ્છનો એક એવો ભાગ છે. કે જે ચારે તરફ રણથી ઘેરાયેલો છે, એટલે એની ચારે તરફ રણ છે અને તે રણમાં આવેલો એક ટાપુ છે. આ ભાગની અંદર આવેલું એક ગામ ધોળાવીરા છે. આ ભાગ કચ્છનાં અન્ય તમામ શહેરો અને ભાગોથી ઘણો જ દૂર આવેલો છે તેથી ત્યાંના લોકોને રોજી રોટી માટે સામાન્ય ખેતી છે અને અન્ય કોઈ સાધન નથી, તેથી સરકાર તરફથી લોકોને રોજી રોટી મળી રહે માટે દુષ્કાળમાં રાહતકામ ચલાવવામાં આવે છે. ઈ.સ. ૧૯૭૦૭૧ માં જ્યારે ધોળાવીરાનાં તળાવ પર રાહતકામ ચાલું હતું ત્યારે ત્યાં કામ પર દેખરેખ રાખનાર શ્રી શંભુદાનભાઈ ગઢવીને માટલાંનાં જૂનાં ચિત્રવાળાં ઠીકરાં મંળ્યાં અને એક હડપ્પીય મુદ્રા મળી આવી, જે તેમને અતિ પ્રાચીન લાગ્યા તેથી તેણે એ જગ્યા પર વધુ ખોદકામ કર્યું, જયાં વધુ પ્રાચીનતા જણાઈ. ત્યાર બાદ એમણે ભૂજના પુરાતત્ત્વવેત્તાઓને જણ કરી. એ જગ્યાનું ઈ.સ. ૧૯૭૦ થી ૧૯૭૨ સુધી પ્રથમ વખત ખોદકામ દિલ્હીની પુરાતત્ત્વ કચેરી (કેન્દ્ર સરકાર) તરફથી થયું, જેમાં શ્રી જગપતિ જોશીએ પ્રારંભિક ઉત્પન્ન કર્યું, પરંતુ ખરા અર્થમાં તો મુખ્ય કાર્ય ઈ.સ. ૧૯૯૦ થી ૧૯૯૩નાં ગાળામાં થયું. આ કામ શ્રી બિસ્ટ અને તેમના સાથીદારોએ કર્યું. અને તેથી જ ત્રણ ભાગમાં વહેંચાયેલું એક વિરાટ સિંધુ સંસ્કૃતિનું નગર પ્રકાશમાં આવ્યું. હપ્પીય સંસ્કૃતિની આ દેશભરમાં સહુથી મોટી વસાહત છે. (પથિક દીપોત્સવાંક-૧૯૯૭ - ૧૫): For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68