________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરતાં તે સમયના માનવીના પગનાં નિશાન, જે આજે પણ છે. સાથે પાંચ-સાત આકારનાં વાસણો, બળેલ. મૃત્તિકા, મણકા વગેરે તમામ પુરાતત્ત્વીય પુરાવાઓ ધોળાવીરામાંથી મળ્યા છે. ધોળાવીરાની નગરરચના:
આ શહેરની ખાસ ધ્યાન ખેંચે તેવી તેની કિલ્લેબંધી છે. ટીંબા નીચેથી નીકળેલ મહેલ છે, જેને સિંટાવેલ પણ કહેવામાં આવે છે. તેને મજબૂત કિલ્લાથી રક્ષવામાં આવ્યો છે. બીજો કિલ્લો આ મહેલ તેમજ ઉપલા નગરની સુરક્ષા માટે બાંધવામાં આવ્યો છે. પાંચ હજાર વર્ષ પહેલાં પણ આ શહેરને દુશ્મનોના હુમલાથી રક્ષણની દૃષ્ટિએ સાવચેત કરવામાં આવ્યો હતો. મહેલમાં પાણીનું એક મોટું ટાંકું છે, જેમાંથી વિશાળ ગરનાળા દ્વારા નદીનું પાણી લાવવાની વ્યવસ્થા છે. આ ગરનાળાં ભૂગર્ભમાં હોવાથી કિલ્લો બંધ હોવા છતાં પણ પાણીનો પ્રવાહ ચાલુ રહે. નાહવા માટેનો એક મોટો હોજ છે. કિલ્લાની મધ્યમાં ઉપરનાં વિસ્તારમાં મહેલની બાજુમાં એક વિશાળ મેદાન છે, જેમાં મનોરંજન રમતગમત કે જાહેર કાર્યક્રમો માટે તેનો ઉપયોગ થતો હશે એવું લાગે છે. મેદાનની એક તરફ મહેલમાં બેઠેલી વ્યક્તિઓ અને બીજી તરફ નગરજનો બેસી શકે ને કાર્યક્રમો જોઈ શકે એવી બેઠકવ્યવસ્થા છે. મહેલથી થોડે દૂર ઉપલું નગર છે, જેમાં વેપારીઓ અને ધનવાન લોકો વસતા હશે. એ ઉપરાંત બેથી પાંચ ઓરડાવાળાં મોટાં મકાનો પથ્થરોનાં બનાવેલ છે તેમજ ખૂબ જ વ્યવસ્થિત રીતે કાટખૂણે કાપતા રસ્તા છે, જેના પરથી લાગે છે કે એ સમયનાં લોકોને ભૌમિતિક ખ્યાલ પણ હતો. ત્યાં સુંદર ગટરવ્યવસ્થા છે. દરેક ઘરમાંથી નીકળતું ગંદું પાણી ઘરમાંથી બહાર ભોંખાળ જેવા માટલામાં અને ત્યાંથી ગટરમાં લઈ જવાતું, આવી સુંદર વ્યવસ્થા સાથે ઘરેણાં, મણકા વગેરે બનાવવાની તેમ તેમાં કાણાં પાડવાની દુકાનોની હાર પણ જોવા મળે છે. આ ઉપરાંત નગરથી દૂર ઓછી પૈસાદાર કે ગરીબ વસ્તી હોવાનું પણ અનુમાન થાય છે, જેને નીચલું નગર કહે છે. અહીં કાચા-પાકાં નાનાં મકાનો દેખાય છે. અહીં પણ ગંદા પાણીની વ્યવસ્થા ઉપલા નગર જેવી જ છે.
' આ ઉપરાંત અહીંથી હથિયારો, મણકા, સોનાનાં આભૂષણો, હડપ્પીય મુદ્રાઓ , વજનિયાંઓ (તોલમાપના), માતૃકા મળેલ છે, પરંતુ આશ્ચર્ય સાથે કહેવું પડે છે કે કોઈ પણ દેવ કે દેવીનું મંદિર કે એવું પ્રાર્થનાસ્થળ મળેલ નથી તેથી સિંધુ-સંસ્કૃતિનાં લોકો દ્વૈત અથવા શિવ કે પરમ બ્રહ્મનાં ઉપાસકો હોવાનું માની શકાય. છીપની એક ગોળ રિંગ (વર્તુળ) મળી છે, જેના ઉપરના ભાગમાં અને નીચેના ભાગમાં એમ ઊભા કાપા કરવામાં આવ્યા છે, તેથી વિદ્વાનો અને પંચાગ અથવા હોકાયંત્ર હોવાનું તારણ કાઢે છે. આ ઉપરાંત અહીં સમાધિસ્થાનો (કબરો) ઉત્તર-દક્ષિણ તરફ એ ઉપરાંત પૂર્વ-પશ્ચિમ અને ઇશાન-નૈત્ય તરફ આવેલી પણ મળી છે, જે અહીંની અલગ અલગ વસ્તીનો સૂચક ખ્યાલ આપે છે, પણ આ સમાધિસ્થાનોમાંથી માનવ-અવશેષો કે હાડકાંને બદલે વાસણો નીકળ્યાં છે, તેથી એમ માની શકાય કે અગ્નિસંસ્કાર બાદ રાખ દાટવાની પ્રથા હશે, પરંતુ મહેલમાં આવેલા પાણીના ટાંકાની ઉપર (જે ઉત્તર તરફનું ટાંકું છે) ખોદકામ દરમ્યાન એક સંપૂર્ણ હાડપિંજર પદ્માસનની સ્થિતિમાં નીકળેલ, જે મેં મારી આંખે જોયેલું છે. આ હાડપિંજર પાસે કમંડલ તેમજ સાધુઓ પાસે હોય એવી ચીજો પડેલ હતી, જે અત્યારે પણ દશનામ ગોસ્વામી સમાજની પુરુષ વ્યક્તિનો સ્વર્ગવાસ થાય ત્યારે એમની સાથે સમાધિમાં રાખવામાં આવે છે. આથી એમ મનાય કે એ સમયમાં પણ ભગવાં ધારણ કરનાર કે સાધુને પદ્માસનમાં બેસાડીને સમાધિ આપવાની પ્રથા હશે. એને બાળવામાં (અગ્નિદાહ) નહિ આવતો હોય અથવા એ હાડપિ૪ર સિંધુ સંસ્કૃતિના અમુક સમય બાદનું પણ હોઈ શકે ! અમુક વિદ્વાનોનું એવું માનવું છે કે આ શહેર નદીકાંઠે વસેલ નથી, પણ સિંધુકાંઠે વસેલ મહાબંદર
(પથિક દીપોત્સવાંક-૧૯૯૭ - ૧૭).
For Private and Personal Use Only