Book Title: Pathik 1998 Vol 38 Ank 01 02
Author(s): Nagjibhai K Bhatti and Other
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 21
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે, પરંતુ હજુ દરિયાઈ બંદર મોટના પુરાવાઓ નથી મળ્યા, જેવા કે લંગર, મોટી ગોદી વગેરે, પણ એકાદ નાની ગોદી જેવું છે. આ ઉપરાંત એક મોટું પાટિયું સિંધુ લિપિમાં મળ્યુ છે, જેની ભાષા ઉકેલાતી નથી. એ ઉકેલ માગે છે. આ જાતનું પાટિયું માત્ર આ ધોળાવીરાના ઉત્ખનનમાંથી જ મળ્યું છે. સિંધુકલા : શિલ્પ-સ્થાપત્યમાં મહેલનાં દરવાજાની સુંદર કમાનો, બંને તરફનાં પથ્થરોની કોતરણી, મહેલના સ્તંભના સુંદર ગોળ ચોરસ વગેરે અલગ અલગ ઘાટના વ્યવસ્થિત ધસેલા પથ્થરો - વચ્ચે કાણાં પાડેલા જે સ્તંભને ઊભા કરતા એક બીજાને કાણાંથી જોડીને મજબૂતી વધારી શકાય. પથ્થરોને માત્ર માટીની ચોડાઈથી જ એક બીજા સાથે જોડીને સમગ્ર નગરની રચના કરવામાં આવી છે. આજની જેમ સિમેન્ટ કે ચૂનાનો જરા પણ ઉપયોગ નથી કરવામાં આવ્યો છતાં વર્ષોથી ટકેલ છે. નદીકિનારાનાં તેમજ હિમાલયના દેવદારનાં લાકડાંનો ઉપયોગ મકાનની છત, રાચરચીલું, બારી, દરવાજા તેમજ દાદર, વહાણ વગેરે બનાવવા માટે થતો. ધાતુમાં તાંબાનો ઉપયોગ પતરાં, હથિયાર, આભૂષણો વગેરે બનાવવા થતો. ચાંદી, સીસું, સોનું બહુ ઓછા પ્રમાણમાં વપરાતાં. સોનું કોલરની ખાણોમાંથી તથા તાંબું પશ્ચિમ એશિયાના દેશોમાંથી આવતું. અહીં ધાતુઓ ગાળવાની ભઠ્ઠી હતી, જેમાં કલાત્મક તલવાર, તીરની નોક, ભાલા, બરછી વગેરે તેમજ વહાણમાં વપરાતી ધાતુના ઘાટ ઘડાતા. સોનું, સીસું, પથ્થરો, ચાંદી, મણકા, શંખ વગેરેમાંથી અહીંનાં જ કારખાનાંમાં ઘરેણાં બનાવવામાં આવતાં. એના પુરાવામાં મણકા ઘસવાનાં,બનાવવાનાં ને તેમાં કાણાં પાડવાનાં સાધનો પણ મોટા પ્રમાણમાં મળ્યાં છે. ઘરેણાની નિકાસ પણ કરવામાં આવતી, આ ઉત્ખનન દરમ્યાન આભૂષણોથી લદાયેલી સ્ત્રીઓની મૂર્તિઓ પણ મળી છે. આ ઉપરાંત સુતરાઉ કાપડનું સુંદર બજાર હતું અને અહીંથી તેની નિકાસ થતી, જેને ઇરાકનાં લોકો સિંધુ કાપડ કહતા. ગ્રીક લોકો આ કાપડને સિંધન કહેતા, જેનો ગ્રીક ભાષામાં ઉલ્લેખ છે. આ કાપડ આજની ખાદી જેવું હતું અને તે બનાવવાની સમગ્ર દુનિયામાં સિંધુસંસ્કૃતિના લોકો પાસે આગવી રીત હતી. એકહથ્થુ સત્તા હતી, જેમ કે આઝાદી પહેલાં ભારતીય ઉપખંડ(અત્યારે બાંગલાદેશ)ના ઢાકાની મલમલ આખી દુનિયામાં વખણાતી હતી. વહાણવટું પણ ખૂબ જ સમૃદ્ધ હતું, જેથી આખી દુનિયા સાથે વેપાર ચાલતો અને ૨૦ થી ૨૫ વહાણ લાંગરી શકે એવી સગવડ હતી. તે સમયે નૌકાશાસ્ત્રમાં કોઈ આધુનિક સાધનો નહોતાં. છતાં અનુભવો અને આકાશ, તારા, ચદ્ર વગેરેની જાણકારીની મદદ પડે સમસ્ત દરિયો ખેડીને, દેશ-દેશાવરની મુસાફરી કરીને વેપાર કરતા, આજના નારાયણસરોવર (કોટેશ્વર) પાસેથી દાખલ થયેલું જહાજ (મોટા રણમાંથી ) ખંભાતના અખાત સુધી આવી શકતું. કચ્છની માટીનાં માનવી-માટીનાં સુંદર વાસણો ઉપરાંત નાના છોકરાઓ માટેનાં સુદંર રમકડાંઓ, જેવાં કે ગાડાં, ગાડી, બળદ, પક્ષી, હાથી, ઘોડા વગેરે બનાવતાં. આજે પણ કચ્છમાં પ્રજાપતિઓની વિશિષ્ટતાઓ છે ને દુનિયામાં વખણાય છે. છેલ્લે થયેલ ઉત્ખનન : જાન્યુઆરી, ૧૯૯૭થી ઉત્ખનનનો નવો તબક્કો શરૂ થયા પછી નવી વસ્તુઓ મળી છે : એક તો જળાશયમાં સાડા છ ફૂટ ખોદકામ થતાં બન્ને તરફ ખડકમાંથી કોતરેલાં પગથિયાં નીકળ્યાં છે. એ ઉપરાંત પથિક દીપોત્સવાંક-૧૯૯૭ - ૧૮ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68