Book Title: Pathik 1998 Vol 38 Ank 01 02
Author(s): Nagjibhai K Bhatti and Other
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 19
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉત્ખનનનો અંદાજે વિસ્તાર : રેતીનાં પડો નીચે દટાઈ ગયેલું આ નગર લગભગ એકથી દોઢ કિલોમીટરમાં પથરાયેલું છે. ૭૭૦ મીટર પૂર્વ-પશ્ચિમ અને ૬૧૬ મીટર ઉત્તર-દક્ષિણ લંબાઈ-પહોળાઈ ધરાવતા કિલ્લાની વચ્ચે ત્રણ ભાગમાં વસેલું વિશાળ નગર એટલું સુવ્યવસ્થિત છે કે આજના ‘ટાઉન પ્લાનિંગ’ને એક બાજુએ રાખી દે. આ સ્થળ કચ્છના પાટનગર ભૂજથી રા૫૨ ૧૩૫ કિલોમીટર છે અને રાપરથી ધોળાવીરા ૯૫ કિ.મી.થાય છે. પાકી સડક છે. ધોળાવીરાથી ૩ કિ.મી. કાચો રસ્તો છે, જે આ નગરમાં પહોંચાડે છે. હું ઈ.સ.૧૯૯૩નાં ફેબ્રુઆરી મહિનામાં ‘કચ્છ ઇતિહાસ પરિષદ'ના ધોળાવીરા પ્રવાસમાં જોડાયો હતો અને પ્રથમ વખત એ વિશાળ નગરને દૃષ્ટિ સમક્ષ નિહાળ્યું હતું. સિંધુસંસ્કૃતિનું સવાર ઃ માનવીની ઉત્ક્રાંતિની વાત કરીએ તો સૌપ્રથમ માનવ પ્રાણીએ આશરે ૩૦ લાખ વર્ષ પહેલાં ચાર પગે ચાલવાનું બંધ કરીને બે પગે ચાલવાનું શરૂ કર્યું એમ માનવશાસ્ત્રીઓનું માનવું છે. કચ્છમાં તો માનવ વસ્તીના પગ તો આજથી દોઢેક લાખ વર્ષ પહેલાં પડ્યા હોય એવું પણ માનવું છે. આના ઉપરથી એમ માની શકાય કે કચ્છ છેલ્લાં દોઢેક લાખ વર્ષ પહેલાં દરિયામાંથી સંપૂર્ણ ટાપુની રીતે બહાર આવ્યું હોય તેથી જ આજે સમગ્ર કચ્છનાં મોટા ભાગનાં સ્થળોમાંથી દરિયાઈ અશ્મીભૂત અવશેષો મળે છે. માણસ ગુફાઓ છોડીને ધીરે ધીરે ખેતી કરવા લાગ્યો અને તેણે પોતાનાં મકાનો, ઝાડની છાલ કે લાકડાં કે ઘાસની સળીઓમાંથી બનાવવાની શરૂઆત કરી ત્યાર બાદ ખેતીની પેદાશમાં સુધારો થતો ગયો, અનાજનું ઉત્પાદન વધવા લાગ્યું. પોતાના કુટુંબ અને પોતાના વસાહતીઓની જરૂરિયાત કરતાં વિશેષ અનાજ પાકવા લાગ્યું તેથી અનાજને જરૂરિયાત હોય એવા લોકોને દેવાની શરૂઆત થઈ. આમ ધીરે ધીરે વેપાર શરૂ થયો. વેપારન શરૂ થતાં માનવીની જીવનશૈલીમાં પરિવર્તન આવવા લાગ્યું. જરૂરિયાત પ્રમાણે નવા નવા ધંધાઓ શરૂ થયા. આ બાબતે માનવીના જીવનમાં ક્રાંતિનાં પાયા નાખ્યા અને પોતાની વસાહતથી દૂર સુદૂરના વિસ્તારોમાં જવા માટે જ નહિ દરિયા ઓળંગવા જરૂરી થતાં હોડી તરાપા બનાવવા લાગ્યા. જમીનમાર્ગે જવા માટે અન્ય પ્રાણીઓ ઘોડા, ઊંટ, બળદ વગેરેનો સહારો લઈ સ્થળાંતરની પ્રવૃત્તિ શરૂ કરી, આમ ઉત્ક્રાંતિના મધ્યમાંની અને માનવ સંસ્કાઁતિના ઉષ:કાળે માનવી (અત્યારની ભાષામાં) આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રિય વ્યવહારથી સંપત્ત બનો. હજારો વર્ષ પછી જે સંપૂર્ણ પ્રગતિની શરૂઆત કરી એમાં પાકાં મકાનો, એમાં મનોરંજનની સગવડ, પોતાના વેપારધંધાની સગવડ જેવી અનેક સગવડો સાથેની નગરી એટલે ઘોળાવીરા. આ ખરેખર અતિ પ્રાચીન નગર રચનાનો નમૂનો છે. સિંધુસંસ્કૃતિનાં પુરાવા : મોહેં-જો-દડો (પાકિરતાન), હડપ્પા (પંજાબ) ને રાયગઢી (હરિયાણા) તથા ગુજરાતમાં લોથલ ને કચ્છમાં ધોળાવીરા, દેશલપર (ગુંતલી), શિકારપુર, પાબુમઠ, નાની રાયણ, નેત્રા અને નવીનાળ વગેરે સ્થળોએથી સિંધુસંસ્કૃતિના પુરાવાઓ મળ્યા છે. કચ્છમાં લગભગ ૫૫ થી ૬૦ જગ્યાએથી પુરાવા મળ્યા છે, પરંતુ એ બધી ગ્રામવસાહતો છે એવું લાગે છે. માત્ર ધોળાવીરા જ એક નગર કે શહેર હોય એવું વિશાળ સંકુલ છે, જેના રાજા કે નગરના વહીવટદારનો મહેલ અને તેને ફરતે કિલ્લો છે. નાહવાના હોજ, પાણી સંઘરવાનાં ટાંકાંઓ, પાણી લઈ આવવા તેમજ નગરમાં પાણી પહોંચાડવાનાં નાળાં અને નહેરો, દુકાનો, વ્યવસ્થિત મકાનો, રમત-ગમત કે મનોરંજન માટેનાં મેદાનો, માટીના કેક આકારના ટુકડાઓ અને એ બધા પથિક૰ દીપોત્સવાંક-૧૯૯૭ - ૧૬ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68