Book Title: Pathik 1998 Vol 38 Ank 01 02
Author(s): Nagjibhai K Bhatti and Other
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પથ્થર, ખનિજ કે કોઇ પેસ્ટ વડે બનાવેલ હોય તેમ લાગે. દરેક અક્ષર લગભગ ૩૬ X ૨૫ સે.મી.નો છે. સંભવતઃ આ કોઈ સૂક્તિવાક્ય રહ્યું હોય. અલબત્ત, જ્યાંસુધી આને પૂરેપૂરા ઉકેલી વાંચી ન શકાય ત્યાં, સુધી તેના (અર્થ વિશે) કંઈ ચોક્કસ કહી શકાય નહિ. હા, એટલું અવશ્ય કહી શકાય કે વિશ્વમાં સિંધુ - સંસ્કૃતિના કોઈ પણ સ્થળેથી આ પ્રકારના એક પણ અક્ષર મળેલ ન હોઈ આ લખાણને વિશિષ્ટ અને ખૂબ જ મહત્ત્વની ઉપલબ્ધિ ગણી શકાય. આશા રાખીએ કે આને જલ્દીથી (જે નજીકના ભવિષ્યમાં શક્ય લાગતું નથી !) ઉકેલવામાં આવે. શક્ય છે કે આ પાળિયામાં તત્કાલીન નગરનું નામ અંકિત હોય ! પોલિશ્ડ પિલર Acharya Shri Kailassagarsuri Gyanmandir આવી જ એક બીજી વિશિષ્ટ પ્રાપ્તિ (finds) તે પોલિશ્ડ પિલર. મુખ્ય મહેલના સ્વિમિંગ પુલ પાસેથી એક પોલિશ કરેલ પથ્થરનો સ્તંભ (પિલર) મળેલ છે. અત્યાર સુધી એવું મનાતું હતું કે આ (પોલીશ કરવાની) કળા ગ્રીક સંસ્કૃતિની દેણ છે અને આપણે તેની પાસેથી તે શીખ્યા પરંતુ અહીંથી પ્રાપ્ત આ પોલિશ કરેલો પથ્થરનો સ્તંભ એ સિદ્ધ કરે છે કે ગ્રીક સંસ્કૃતિ પૂર્વે પણ અહીં લોકો એ કળા જાણતાં હતાં. અંત કે વિનાશ : તો, અન્ય એક મહત્ત્વની ઉપલબ્ધિ તે શ્રી બિસ્તે શોધી કાઢેલ હડપ્પીય માનવના પગલાની સંપૂર્ણ નિશાની (ફૂટ - પ્રિન્ટ). બરસ્તાન : નગર બહાર કબ્રસ્તાન મળી આવેલ છે. સામાન્ય રીતે સિંધુસંસ્કૃતિમાં ઉત્તર-દક્ષિણ કબરો હતી (કે હોય છે), પરંતુ અહીંથી આ ઉપરાંત પૂર્વ-પશ્ચિમ અને ઇશાન-નૈઋત્યવાળી કબરો પણ મળી આવેલ છે. સંભવતઃ તે મિશ્ર વસ્તીનું પરિણામ-પ્રતીક હોય. આ કબરોમાંથી અન્યત્ર મળતાં હાડકાં અને અન્ય કંઈ વાસણ બંગડી ઇત્યાદિ વસ્તુઓ મળેલ નથી. કદાચ શબને અગ્નિદાહ આપ્યા પછી વધેલા અવશેષો (આજની બાબતમાં અસ્થિ કે ફૂલ) દફનાવવામાં આવતાં હોય. છેલ્લે એક મહત્ત્વનો સવાલ : -આવી વિશાળ ને સમૃદ્ધ વસાહતનો અંત-વિનાશ કઈ રીતે થયો હશે ? અહીં લગભગ ૬૦૦ વર્ષ (૨૫૦૦ ઈ.પૂ. - ૧૦૦૦ ઈ.પૂ.) સુધી હડપ્પીય વસવાટ રહ્યાનું અનુમાન છે. આ પછીથી તેનો અંત થવા પામ્યો. સિંધુસંસ્કૃતિનાં તમામ નગરોના અંતનું છેવટનું કારણ જેમ હજુ એક રહસ્ય (મિસ્ટરી) જ રહેલ છે તેમ અહીં પણ ગણી શકાય. આમ છતાં આ સ્થળના પ્રમુખ ઉત્ખનન અધિકારી શ્રી બિસ્તે આ અંગે જે થોડી પણ મહત્ત્વની વાત કરી છે તે નોંધીએ : “ ધોળાવીરામાં દેશની જે સૌથી મોટી વસાહત મળી આવી છે ત્યાં રહેતા લોકો તથા અન્યત્ર જ્યાં જ્યાં હડપ્પીય લોકો વસતા હતા ત્યાં તેમનો વેપારધંધો એ સમયના પશ્ચિમના દશો મેસોપોટેમિયા, ઇરાન, મધ્યએશિયા તેમજ અખાતી પ્રદેશોમાં હતો. ત્યાં કોઈ પ્રચંડ રાજકીય ઊથલ-પાથલ થતાં, તેની સામેના અહીંના વેપાર-ધંધાનાં સંબંધો કપાઈ જતાં, હડપ્પીય લોકોના રાજગાર-ઉદ્યોગ એકાએક પડી ભાંગતાં તેઓ પછીથી ત્યારબાદ ત્યાંથી સ્થળાંતર કરી ગયા હશે અને વસાહતો એમ જ ખાલી પડી રહી હશે.” બીજું કારણ આપતાં તેઓ જણાવે છે કે “કાં તો એ સમયના હવામાનમાં અચાનક ફેરફાર થતાં માનવજાતનો વિનાશ થવા પામ્યો હોય.” ધોળાવીરાના અંત વિશે તેઓ વિશેષમાં જણાવે છે કે “હડપ્પીય યુગ દરમ્યાન એક તબક્કે ધરતીકંપ અગર તો એવી જ બીજી કોઈ કુદરતી આફતથી આ નગરને ભારે નુકસાન થયું હોવું જોઈએ. આનો પુરાવો નગરની બીજી હરોળમાં ફરીથી ઊભી કરાયેલી મજબૂત દીવાલો .. પથિક દીપોત્સવાંક-૧૯૯૭ - ૭ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68