Book Title: Parvatithi Kshay Vruddhi Ange Saral ane Shastriya Samaj
Author(s): Saddharm Samrakshak Samiti Mumbai
Publisher: SadDharm Samrakshak Samiti Mumbai

View full book text
Previous | Next

Page 24
________________ એટલે કે, ચૌદશના ક્ષયે તેરસમાં તેનું કાર્ય થતું હોવાથી તેમ જ તેની સમાપ્તિ તેરસમાં થતી હોવાથી તે તેરસરૂપ પૂર્વતિથિ જેમ તેરસ નામથી ઓળખાય છે, તેમ તે ચૌદશ નામથી પણ ઓળખાય છે. પૂનમના ક્ષયમાં ને કલ્યાણક તિથિમાં શું કરવું ? આ બધી ચર્ચા ચાલતાં વાદી શંકા કરે છે કે, " नन्वेवं पौर्णमासीक्षये भवतामपि का गतिश्चेत् अहो तव विचारचातुरी, यतस्तस्यां चतुर्दश्यां द्वयोरपि विद्यमानत्वेन तस्याप्याराधनं जातं भवति । ” (મુદ્રિત પ્રત પા. ) ભાવાર્થ : વાદીની શંકા છે કે, જ્યારે પૂનમનો ક્ષય હોય ત્યારે શી વ્યવસ્થા થશે ? તેનો ઉત્તર ગ્રંથકાર આપે છે કે, ‘શું તમારી આ વિચારચાતુરી ! કેમકે તેવા પ્રસંગે તો અમારે ચૌદશના દિવસે બંને તિથિઓ-એટલે ચૌદશ અને પૂનમ વિદ્યમાન હોવાથી પૂનમના ક્ષય પ્રસંગે ચૌદશના દિવસે પૂનમનું પણ આરાધન થઈ જ ગયું.” કલ્યાણક તિથિને અંગે પણ જ્યારે બે કલ્યાણક તિથિ સાથે હોય અને પછીની કલ્યાણક તિથિનો ક્ષય હોય, આ રીતનો પ્રસંગ આવે ત્યારે શું થાય ? તે માટે તત્ત્વતરંગિણીકાર ઉપા. શ્રી ધર્મસાગરજી મહારાજ જણાવે છે કે “ह्यतो ह्यस्माकमग्रेतन-कल्याणक - तिथिपाते पूर्वकल्याणकतिथौ द्वयोरपि विद्यमानत्वादिष्टापत्तिरेवोत्तरम् ।” (મુદ્રિત પ્રત પા. ૬) ભાવાર્થ : જેમ ક્ષય પ્રસંગે પૂર્વની તિથિમાં પાછળની તિથિની સમાપ્તિ હોવાથી તે પૂર્વની તિથિમાં બન્નેયની આરાધના થઈ જાય છે. એમ માનનારા અમારા મતથી તો જ્યારે પછીની-અલગની કલ્યાણક તિથિનો ક્ષય હોય તો પૂર્વની કલ્યાણક તિથિમાં બે તિથિઓ વિદ્યમાન હોવાથી તે દિવસે બન્નેયની આરાધના થઈ જાય છે, ને તે અમને ઈષ્ટ જ છે.” (તત્ત્વતરંગિણી) ‘જ્યારે તિથિની વૃદ્ધિમાં પૂર્વ તિથિમાં તે તિથિ સંપૂર્ણ છે, માટે પૂર્વ તિથિમાં તે તિથિની આરાધના કરવી પણ ઉત્તર તિથિમાં તેની આરાધના ન કરવી.' આમ કહેનારને ઉદ્દેશીને ‘તત્ત્વતરંગિણી’માં સ્પષ્ટપણે જવાબ આપતાં પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમ Jain Education International - For Private & Personal Use Only – ૧૫ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116