________________
અમારી સભા તરફથી સુમારે ૪૦ વર્ષથી મુનિરાજ શ્રી વૃદ્ધિચંદજી મહારાજજીની સૂચના અનુસાર શ્રીધર શીવલાલના જોધપુરી પંચાંગને આધારે જૈન પંચાંગ બનાવી-છપાવીને જૈન ધર્મ પ્રકાશના ગ્રાહકોને ભેટ આપવામાં આવે છે. પ્રસ્તુત વર્ષમાં તે જોધપુરી પંચાંગમાં ચૈત્ર સુદિ-૧૩ એક જ છે. પણ સુદિ-૧૪ બે છે, એટલે બે ૧૪ પાળી ન શકાય માટે પહેલી ચૌદશને બીજી તેરશનું કૃત્રિમ નામ આપવામાં આવ્યું છે. હવે વિચારો કે મહાવીર જયંતિ સુદિ-૧૩ જે વાસ્તવિક છે, તે દિવસે કરવી યોગ્ય કે કૃત્રિમ બનાવેલી બીજી તેરશે કરવી યોગ્ય ? જેઓ છાપેલા ભીંતે ચોડવાના પંચાંગ જુએ તેને તો આ ખબર ન હોય, એટલે તે તો બીજી તે૨શે જ મહાવીર જયંતિ કહે અને કરે, પણ જે સમજે તે તેમ કેવી રીતે કરે ?
વળી આ બાબત અમે જૈન ધર્મ પ્રકાશના કાર્તિક માસના અંકમાં પૃષ્ઠ-૨૭૮ મે ચર્ચારૂપે પણ પ્રથમ લખેલ છે. તે વાંચીને કોઈએ સવાલ ઉઠાવ્યો નથી. તેમાં બીજી બે બાબત પણ લખેલી છે, તે ઉપર સુજ્ઞોનું ધ્યાન ખેંચવામાં આવે છે.
(જૈન ધર્મ પ્રકાશ, પુસ્તક-૪૪મું, અંક-૩જો, પૃષ્ઠ-૮૬મું, જેઠ, ૧૯૮૪)
પરિશિષ્ટ-૯
પરિશિષ્ટ : ૯ માં પં. મ. શ્રી ગંભીરવિજયજી મહારાજનો થચર્ચા વિષયનો ઉપયોગી પત્ર પ્રસિદ્ધ કરેલ છે, જેમાં તેઓશ્રી સ્પષ્ટ જણાવે છે કે,‘બે તિથિ હોય ત્યારે આરાધના માટે બીજી તિથિ જ પ્રમાયા ગણાવી', તે બધી હકીકત ઘણી જ સ્પષ્ટતાપૂર્વક આ પત્ર વાંચતા સમજાઈ જાય છે, જેથી જેઓ એમ કહે છે કે, *પતિથિના ક્ષય-વૃદ્ધિ આપો ત્યાં પરંપરાથી હતા જ નહિ, ને પર્વતિથિના ક્ષયવૃદ્ધિ માનનારા નવા પંથી છે, નવો ઝઘડો ઉભો કરનારા છે', તે લોકોની આંખો ઉઘાડી નાંખે તેવો પં. શ્રી ગંભીવજયજી મહારાજનો આ જવાબ છે કે,
*તિથિની વૃદ્ધિ હોય તો પાછળની તિથિ ગ્રહણ કરવી, ને હાનિ હોય તો પહેલીની ગ્રહણ કરવી આ પ્રમાણે શ્રી ઉમાસ્વાતિજી મહારાજે કહેલ છે, તેથી વૃદ્ધિમાં બીજી તિથિ જ પ્રમાણ છે, શ્રી જ્યોતિષ કડક પયજ્ઞામાં કહ્યું છે કે, • જે તિથિ હાનિ પામે, તે પહેલી તિથિમાં સપ્તિ થાય છે, જે વૃદ્ધિને પામે છે, તે ઉપરની તિથિને સ્પર્શે છે.”
ET
Jain Education International
પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમજ
For Private & Personal Use Only
www.jainelibrary.org