Book Title: Parvatithi Kshay Vruddhi Ange Saral ane Shastriya Samaj
Author(s): Saddharm Samrakshak Samiti Mumbai
Publisher: SadDharm Samrakshak Samiti Mumbai

View full book text
Previous | Next

Page 113
________________ ચાલુ વર્ષ એન્જીની આરાધના ક્યારે કરવી ? સંવત્સરી ભાદરવા સુદ-૪, તા. ૧૩-૯-૯૯, સોમવારે જ શા માટે ? = એક મહત્ત્વ માર્ગદર્શન ચાલુ વર્ષે સંઘમાન્ય જન્મભૂમિ પંચાંગમાં સંવત્સરી ભાદરવા સુદ-૪ના સોમવારે આવતી હોવાથી દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશાળ સંખ્યામાં ભાવિકો સોમવારે, ભાદરવા સુદ-ચોથના દિવસે સંવત્સરી મહાપર્વની આરાધના કરવાના છે. આમ છતાં કેટલાકો દ્વારા એવો પ્રશ્ન કરાઈ રહ્યો છે કે, સંવત્સરી સોમવારની કરવાની કે મંગળવારની ? બે ત્રીજ હોય તો સંવત્સરી તા. ૧૪-૮-૯૯ના મંગળવાર, ભા.સુદ-૪ના જ કરવી જોઈએ. એના બદલે તા. ૧૩-૯-૯૯ના સોમવારની બીજી ત્રીજે શી રીતે કરી શકાય ? આ પ્રશ્ન કરનાર મહાનુભાવો જો સંઘમાન્ય જન્મભૂમિ પંચાંગ જોશે, તો તેમને ખ્યાલ આવશે કે હકીકતમાં ભાદરવા સુદ-૩ બે છે જ નહિ, પણ ભાદરવા સુદ-૫ બે છે. એટલે મંગળવારની સંવત્સરીનો કોઈ પ્રશ્ન આવતો જ નથી. જન્મભૂમિ પંચાંગમાં : ભાદરવા સુદ-૩, તા. ૧૨, રવિવાર ભાદરવા સુદ-૪, તા. ૧૩, સોમવાર ભાદરવા સુદ પ્રથમ-૫, તા. ૧૪, મંગળવાર ભાદરવા સુદ દ્વિતીય-૫, તા.૧૫, બુધવારે છે. આમ છતાં પોતાની કલ્પનાથી બે પાંચમ ન માનતાં બે ત્રીજ કરવી અને પંચાંગની સાચી ચોથને બીજી ત્રીજ માની છોડી દેવી, પ્રથમ પાંચમને ચોથ કહેવી અને આરાધવી તે સત્યનિષ્ઠા સાથે સંગત થતું નથી. ૧૩ - - - - ૫ર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમજ - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 111 112 113 114 115 116