________________
ચાલુ વર્ષ એન્જીની આરાધના ક્યારે કરવી ? સંવત્સરી ભાદરવા સુદ-૪, તા. ૧૩-૯-૯૯, સોમવારે જ શા માટે ?
= એક મહત્ત્વ માર્ગદર્શન
ચાલુ વર્ષે સંઘમાન્ય જન્મભૂમિ પંચાંગમાં સંવત્સરી ભાદરવા સુદ-૪ના સોમવારે આવતી હોવાથી દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશાળ સંખ્યામાં ભાવિકો સોમવારે, ભાદરવા સુદ-ચોથના દિવસે સંવત્સરી મહાપર્વની આરાધના કરવાના છે.
આમ છતાં કેટલાકો દ્વારા એવો પ્રશ્ન કરાઈ રહ્યો છે કે, સંવત્સરી સોમવારની કરવાની કે મંગળવારની ?
બે ત્રીજ હોય તો સંવત્સરી તા. ૧૪-૮-૯૯ના મંગળવાર, ભા.સુદ-૪ના જ કરવી જોઈએ. એના બદલે તા. ૧૩-૯-૯૯ના સોમવારની બીજી ત્રીજે શી રીતે કરી શકાય ?
આ પ્રશ્ન કરનાર મહાનુભાવો જો સંઘમાન્ય જન્મભૂમિ પંચાંગ જોશે, તો તેમને ખ્યાલ આવશે કે હકીકતમાં ભાદરવા સુદ-૩ બે છે જ નહિ, પણ ભાદરવા સુદ-૫ બે છે. એટલે મંગળવારની સંવત્સરીનો કોઈ પ્રશ્ન આવતો જ નથી.
જન્મભૂમિ પંચાંગમાં : ભાદરવા સુદ-૩, તા. ૧૨, રવિવાર ભાદરવા સુદ-૪, તા. ૧૩, સોમવાર ભાદરવા સુદ પ્રથમ-૫, તા. ૧૪, મંગળવાર ભાદરવા સુદ દ્વિતીય-૫, તા.૧૫, બુધવારે છે.
આમ છતાં પોતાની કલ્પનાથી બે પાંચમ ન માનતાં બે ત્રીજ કરવી અને પંચાંગની સાચી ચોથને બીજી ત્રીજ માની છોડી દેવી, પ્રથમ પાંચમને ચોથ કહેવી અને આરાધવી તે સત્યનિષ્ઠા સાથે સંગત થતું નથી. ૧૩ - - - - ૫ર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમજ -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org