________________
કરવાની પ્રણાલી આજે હજારો વર્ષથી ચાલી આવે છે. એ તો તમને બરાબર સમજાયું ને ?
માટે જ પૂર્વધર શ્રી ઉમાસ્વાતિ વાચકનો એ પ્રઘોષ છે કે, તિથિનો ક્ષય હોય ત્યારે પૂર્વતિથિમાં તે તિથિનિયત કાર્ય થાય અને તિથિની વૃદ્ધિ હોય ત્યારે ઉત્તરતિથિમાં તે તિથિનિયત કાર્ય થાય. એ તમે સમજી શક્યા ને ? એટલે
જ્યારે જ્યારે પર્વતિથિના ક્ષય-વૃદ્ધિ આવે ત્યારે ત્યારે આ જ વ્યવસ્થા જૈન સંઘમાં હજારો વર્ષથી ચાલી આવે છે.
એથી એક પખવાડીયામાં દિવસો ભલે ઓછા-વધતા થાય પણ તિથિઓની સંખ્યા તો ઘટતી કે વધતી નથી, એ તમને સમજાયું ને ? પુનમ-અમાવાસ્યાની વૃદ્ધિમાં બીજી પુનમ કે અમાવાસ્યાએ તેની આરાધના થાય પણ બે તેરસ તો ન જ કરાય અને પુનમ-અમાવાસ્યાના સમયમાં તેની આરાધના ચૌદશમાં જ થાય, પણ તેરસનો ક્ષય તો ન જ થાય. આ પ્રણાલી જ શાસ્ત્રીય તથા સુવિહિત પરંપરાનુસારે છે, તે તમે આ પુસ્તકને વાંચતાં જોઈ શક્યા ને ? ને તમને તે બરાબર સમજાયું ને ?
ને ભાદરવા સુદિ પાંચમનો ક્ષય હોય તો ભાદરવા સુદ ચોથમાં તેની આરાધના થાય. તેમજ સુદિ ચોથ-ઔદયિક તે દિવસે હોવાથી સંવત્સરી મહાપર્વની આરાધના પણ તે જ દિવસે થાય. એ જ રીતે ભાદરવા સુદિ પાંચમની વૃદ્ધિ હોય તો બીજી પાંચમના દિવસે પાંચમની આરાધના થાય. ને ભાદરવા સુદિ ચોથ-સંવત્સરી પર્વની આરાધના ઔદયિક ચોથના જ થાય. પણ પાંચમની વૃદ્ધિમાં ચોથની કે ત્રીજની વૃદ્ધિ ન જ થાય. ને સંવત્સરી મહાપર્વ જે ઔદયિક ચોથના છે, તેની વિરાધના કદિએ ન થાય. આ તમને બરાબર સમજાયું ને ?
હજુ પણ સંશય જેવું લાગે તો ફરી-ફરી પુસ્તકને સરળતાથી ધ્યાનપૂર્વક વાંચી જોશો.
માટે કહેવાતી બહુમતિના નાદે ચડીને પર્વતિથિઓની કે સંવત્સરી મહાપર્વની વિરાધના ન થાય તેની કાળજી રાખશો ને ?
સમજુ માણસોએ હંમેશા સત્યને સમજવા નિરંતર પ્રયત્નશીલ રહેવું જ જોઈએ, ને તેમાં કદિયે ગાડરીયા પ્રવાહથી આંધળીયા નહિ કરવા એ બરાબર છે ને ?
- સંપર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમજ :- ----- ---- ૧૦૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org