________________
તિથિ અંગે શ્રી સાગરાનંદ સૂ.મ.નું શાસ્ત્રાનુસારી મંતવ્ય
શ્રી સિદ્ધચક્ર પત્રનાં તિથિ અંગેનાં જે લખાણ ઉપર બન્ને જણે સહી કરીને “સૌએ આ પ્રમાણે વર્તવાનું છે" એમ જાહેરાત કરી વિવાદનો અંત લાવવો એમ પૂ. આ. ભ. શ્રી વિજયરામચંદ્ર સૂ. મહારાજે પૂ. આ. ભ. શ્રી સાગરાનંદ સ્. મ.ને વિનંતી કરી તે લખાણ વાંચો-વિચારો : જૈન શાસ્ત્ર પ્રમાણે પર્વતિથિઓનો ક્ષય હોય !?
પ્રશ્ન-૭૭૬ : સામાન્ય રીતે જૈન જનતામાં કહેવાય છે કે, બીજ-પાંચમ, આઠમ-અગીયારસ, ચૌદશ-અમાવાસ્યા અને પૂણિમા જે પર્વતિથિઓ તરીકે ગણાય છે, તેનો ક્ષય હોય નહિ એ હકીકત શું સત્ય છે ?
સમાધાનઃ જ્યોતિષ્કરંડક, સૂર્યપ્રજ્ઞપ્તિ અને લોકપ્રકાશ આદિ શાસ્ત્રોને જાણનારો મનુષ્ય એમ કહી શકે નહિ કે જૈન શાસ્ત્ર પ્રમાણે બીજ આદિ પર્વતિથિનો ક્ષય હોય નહિ, કેમ કે તેમાં અવમરાત્રિ એટલે ઘટવાવાળી તિથિઓ બીજ, પાંચમ વગેરે ગણાવી છે. વળી જો પર્વતિથિનો ક્ષય ન થતો હોય તો ક્ષયે પૂર્વ તિથિ: વેર્યા એવો શ્રી ઉમાસ્વાતિજીનો પ્રઘોષ પણ હોત નહિ, માટે જૈન
જ્યોતિષના હિસાબ પ્રમાણે પર્વતિથિનો ક્ષય જ ન હોય એમ કહેવાય નહિ, પણ આરાધના કરવા માટે નિયત થયેલ બીજ આદિ તિથિઓનો ક્ષય હોય તો આરાધના કરનારાઓએ તે તે આરાધવા લાયક બીજ આદિનો ભોગવટો પોતાના પહેલાંની એકમ આદિમાં થતો હોવાથી એકમ આદિ તિથિને દિવસે બીજ આદિ પર્વતિથિનું આરાધતા કાર્ય કરાય. માટે આરાધનાની અપેક્ષાએ પર્વતિથિનો ક્ષય ન હોય એમ કહેવું વ્યાજબી ગણી શકાય.
(સિદ્ધચક્ર-વર્ષ-૪, અંક-૪, પૃ. ૯૪) ભાદરવા સુદ-૫નો ક્ષય પણ શાસ્ત્રીય છે !
પ્રશ્ન : ભાદરવા સુદ પાંચમનો ક્ષય માની શકાય ? અને મનાય તો તે તિથિની ક્રિયા અને તપસ્યા ક્યારે કરવી ?
સમાધાન : કોઈપણ પર્વતિથિનો ક્ષય ન થાય, એવું નથી, કેમ કે જો પર્વતિથિનો ક્ષય જ ન થતો હોત તો ક્ષયે પૂર્વ તિથિઃ ા એટલે પર્વતિથિનો ક્ષય હોય તો પહેલાંની તિથિએ તે પર્વની તિથિને ક્ષયવાળી ગણવી, એવો પૂ. ૪૪-અe -- - - - -પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમજ -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org