________________
(૬) શ્રી કલ્પસૂત્ર-કિરણાવલી વૃત્તિ ઃ
કર્તા – મહોપાધ્યાય શ્રી ધર્મસાગરજી ગણિવર રચના – વિ. સંવત્-૧૬૨૮ પ્રકાશક – શ્રી આત્માનંદ સભા. ભાવનગર – વિક્રમ સંવત્ ૧૯૭૮ સને-૧૯૨૨ न हि नपुंसकोऽपि स्वापत्योत्यत्तिप्रत्यकिञ्चित्करः सन् सर्वकार्य प्रत्यकिञ्चित्कर एव, तद्वदधिकमासोऽपि न सर्वत्राप्रमाणं किन्तु यत्कृत्यं प्रति यो मासो नामग्राहं नियतस्तत्कृत्यं तस्मिन्नेव मासि विधेयम्, नान्यत्रेति विवक्षया तिथिरिव न्यूनाधिकमासोऽप्युपेक्षणीयः, अन्यत्र तु गण्यतेऽपि, तथाहि विवक्षित हि पाक्षिकप्रतिक्रमणं तश्च चतुर्दश्यां नियतं सा च यद्यभिवद्धिता तदा प्रथमां परित्यज्य द्वितीयाऽधिकर्तव्या दिनगणनायां त्वस्यां अन्यासां वा वृद्धौ सम्भवन्तोऽपि षोडशदिनाः पञ्चदशैव गण्यन्ते एवं क्षीणायां चतुर्दशापि दिनाः पञ्चदशैवेति યોધ્ય, તત્રાજ..
(પ્રતિઃ પૃ5-૨૭૮) ભાવાર્થ :- નપુંસક વ્યક્તિ પ્રજા ઉત્પન્ન કરવામાં અસમર્થ હોવા માત્રથી સર્વકાર્યમાં અસમર્થ નથી જ. તેવી રીતે અધિક માસ પણ સર્વત્ર અપ્રમાણ નથી, પરંતુ જે કાર્યને ઉદ્દેશીને જે માસનો નામનિર્દેશ કર્યો હોય તે કાર્ય તો તે જ માસમાં કરવું જોઈએ. બીજા માસમાં નહિ. એવી વિરક્ષા કરીને તિથિની જેમ ચૂનાધિક માસ હોય તો તે પણ ઉપેક્ષણીય છે. બીજે સ્થળે તેની ગણત્રી થાય પણ છે. તે આ પ્રમાણે પાક્ષિક પ્રતિક્રમણ ચૌદશને દિવસે નિયત છે. તે ચૌદશની જ્યારે વૃદ્ધિ થાય છે, ત્યારે પહેલી ચૌદશને તજીને બીજી ચૌદશને ગ્રહણ કરવી. દિવસની ગણત્રીમાં તો ચૌદશ કે અન્યતિથિની વૃદ્ધિથી સોળ દિવસ પણ પંદર જ ગણાય છે. એ રીતે (ચૌદશાદિનો) ક્ષય થયે છતે ચૌદ દિવસ પંદર જ જાણવા. અહિ
પણ તેમ જાણવું. (૭) પ્રવચન પરીક્ષા સટીક ઃ
કર્તા – મહોપાધ્યાય શ્રી ધર્મસાગરજી ગણિવર
-~-પર્વતિથિ
વૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમાજ ––
–
–
૫૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org