Book Title: Parvatithi Kshay Vruddhi Ange Saral ane Shastriya Samaj
Author(s): Saddharm Samrakshak Samiti Mumbai
Publisher: SadDharm Samrakshak Samiti Mumbai

View full book text
Previous | Next

Page 52
________________ માત્ર બાર તિથિઓને જ પર્વતિથિઓ માનનારા પણ ખોટા છે. કલ્યાણકતિથિઓ પણ પર્વતિથિઓ જ છે. વળી પ્રતિષ્ઠા માલારોપણ આદિની તિથિઓની પણ આરાધના કરવી હોય તો શું થાય ? માટે ક્ષય-વૃદ્ધિનો નિયમ માત્ર બાર તિથિઓને માટે જ છે, એવું પણ નથી. જે દિવસે જે તિથિનો ભોગવટો ન હોય, તે દિવસે તે તિથિ મનાય જ નહિ. જે દિવસે જે તિથિનો ભોગવટો સૂર્યોદય સમયે હોય, તે દિવસે તે તિથિ ગણાય. એ તિથિના નિયત કાર્યને માટે તે જ દિવસ લેવાય, કે જે દિવસે એ તિથિનો ભોગવટો સમાપ્તિને પામેલો હોય. એક દિવસે જો બે તિથિના ભોગવટાની સમાપ્તિ થઈ હોય, તો એ દિવસનો સૂર્યોદય એ બન્ને ય તિથિઓ માટે પ્રમાણ ગણાય. આ પ્રશ્નમાં મુખ્ય બીનાઓ આટલી જ છે અને એને માટેના સ્પષ્ટ શાસ્ત્રપાઠો છે. તમે પણ જો સંસ્કૃત જાણતા હો અને પ્રયત્ન કરો, તો સહેલાઈથી તમે પણ સમજી શકો એવી આ વાત છે. આપણે તો સંવત્૧૯૫રના પ્રસંગને અવલંબીને, આ પ્રશ્નના સર્વસંમત નિરાકરણ માટે આટલી જરૂરી વાત કરી લીધી. | (જૈન પ્રવચન', વર્ષ-૨૨, અંક-૨૬, વિ. સં. ૨૦૦૭, . સુ. ૪, તા. ૮-૭-૧૯૫૧માંથી સાભાર.) * પર્વતિથિ ક્ષચવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમજ -- - - ૪૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116