________________
‘આ વર્ષમાં તો જોધપુરી વતરા પ્રમાણે પંચમીનું ક્ષય છે, ચોથ ઉદયવાળી છે. તે છતાં ત્રીજને વિષે તાણવો એ બારસની ચૌદશ જેવો છે. જેમ બારસ પર્વતે ઉત્તર અને અપર્વની આદિમાં છે, તેમ સઘળી ત્રીજો પણ પર્વને ઉત્તર અને અપર્વણી(ની) આદિમાં છે. માટે ત્યાં પર્યુષણ કરવાથી અમોને તે કેવળ અપર્વ પર્યુષણનું સંભવ થાય છે. કોઈ પ્રકારે પર્વપણું સંભવતો નથી.”
( રજા પત્રમાંથી) આ વખતે આત્મારામજી મહારાજને ભા. સુ. પના ક્ષય સંબંધમાં એક ઉચ્ચ કોટિના શ્રાવક શ્રી અનુપચંદભાઈએ પત્ર લખ્યો હતો.
આ અનુપચંદભાઈને પણ જાણવા જેવા છે. ભરૂચના એ વતની. બહુ ઉંચી કોટિના શ્રાવક. એમનો બોધ બહુ સારો અને ક્રિયા પણ બહુ ઉંચી. સાધુઓને પણ અભ્યાસ કરાવતા. દૂધ પીવે કે કરિયાતું પીવે, એમના મોં ઉપર ફેરફાર જણાય નહીં, એમનું મૃત્યુ પણ એવું જ થયું. શ્રી સિદ્ધગિરિ ઉપર ચડતાં નવટુંકોનું વર્ણન કરતાં કરતાં એક જગ્યાએ બેસી ગયા અને સમાધિભાવે મૃત્યુ પામ્યા.
એ સુશ્રાવક શ્રી અનુપચંદભાઈએ પૂ. આત્મારામજી મહારાજને લખ્યું કે, ‘પાંચમનો ક્ષય છે, તો પાંચમના કાર્યો ચોથે થાય એવી આજ્ઞા આપો.' પૂ. આત્મારામજી મહારાજે જણાવ્યું કે “પાંચમનો ક્ષય કરવો સારો છે.” એ અરસામાં પૂ. આત્મારામજી મહારાજ કાળધર્મ પામ્યા. શ્રી અનુપચંદભાઈએ વિચાર્યું કે, “પૂ. આત્મારામજી મહારાજના શિષ્યો સંમતિ આપે તો ચોથ-પાંચમ ભેગાં કરીશું.' શ્રી સાગરાનંદસૂરિજી સંઘથી જુદા પડ્યા :
વિ. સં. ૧૯૫રમાં સકળ શ્રી સંઘે ભાદરવા સુદ-૪ સાચવી. ફક્ત પેટલાદ ગામે રહેલા શ્રી સાગરાનંદસૂરિ મહારાજ અને એમના થોડા સાધુઓએ સંઘથી જુદા પડી ભાદરવા સુદ-૩ની સંવત્સરી કરી.
શ્રી સાગરાનંદસૂરિ મહારાજનો તમારા બધા કરતાં મને વધારે પરિચય છે. અમે સાથે બેઠા છીએ. સાથે વ્યાખ્યાનો કર્યા છે અને એમની અમુક શક્તિઓ માટે અમે આજે પણ એમને માનપૂર્વક યાદ કરીએ છીએ.
૨
- - - - - - ૫ર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમજ મજા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org