Book Title: Parvatithi Kshay Vruddhi Ange Saral ane Shastriya Samaj
Author(s): Saddharm Samrakshak Samiti Mumbai
Publisher: SadDharm Samrakshak Samiti Mumbai
View full book text
________________
‘પ્રતિમાશતક' ગ્રંથ જ્યારે તેઓશ્રી લખતા હતા ત્યારે તેનાં પાનાં લખીને તેઓશ્રી ગોચરી જાય અને પાછળથી તે લખાણ વિરોધીઓ સળગાવી નાખે. એક ભક્ત શ્રાવકે તેમને વિનંતી પત્ર લખી જણાવ્યું કે, “ભગવંત ! હવે બસ રાખો. આપના પ્રયાસોનું કાંઈ ફળ આવતું નથી અને અશાંતિની આગ વધી રહી છે.” ત્યારે તે ભક્ત શ્રાવકને પૂ. ઉપાધ્યાયજી મહારાજે જણાવ્યું છે કે, “ભગવાનના શાસનના સત્યોને પ્રગટ કરતાં કરતાં અશાંતિના દાવાનળમાં સળગી મરવું એમાં જ પરમ શાંતિ છે.' આ જવાબ વાંચીને પેલો ભક્ત પણ અપૂર્વ આનંદમાં આવી ગયો.
આ મહાપુરુષે આ બધી વેદના તેમના ૧૨૫-૧૫૦-૩૫૦ ગાથાના સ્તવનમાં ઠાલવી છે. એની કડીએ કડીએ તેમનાં હૈયાનું દુઃખ વ્યક્ત થાય છે અને શાસનના સત્યોનો અપલાપ કરનારાઓનો સિદ્ધાંતની સાક્ષીએ નિડર પ્રતિકાર તે સ્તવનમાં નજરે ચડે છે.
એવો એ કાળ હતો. તેમાં આ બધી ગરબડો ચાલી પડી છે, તેને અમે અંધારયુગ કહીએ છીએ. વિ. સં. ૧૫૨ની સાલમાં શું થયું ?
હવે પાછા સં. ૧૯૫રની વાત પર આવીએ. “જૈનધર્મ પ્રકાશમાં ચોથપાંચમ ભેળા લખ્યા. તે વખતે ભાવનગરથી પૂ. પં. શ્રી ગંભીરવિજયજીએ અમદાવાદના કોઈ શ્રાવક ઉપર પત્ર લખેલો. તેમાં જણાવેલ કે –
“સં. ૧૯૨૯ની સાલમાં તથા સં. ૧૯૩૦ની સાલમાં પર્યુષણ મધ્યે એકમની તથા ચોથની હાનિ આવી હતી. તે ઉપરથી સં. ૧૯૩૦ની સાલમાં ચોથની હાનિના લીધે જે ત્રીજનું સંવત્સરી પર્વ કર્યો હતો તે ખૂલી રીતે વાજબી જ હતો, પણ આ પર્યુષણમાં ચોથની હાનિ નથી. પાંચમની હાનિ છે. તેથી ત્રીજની હાનિ ગણવી, તે ઘણા વિચાર ભરેલી છે. પ્રથમ તો તિવ્યંતર છે, બીજું - ચોથ તિથિ સાબૂત છે, ત્રીજું-ત્રીજ તે બીજ પર્વને ઓળંગી રહી છે. પંચમી પર્વને દૂર છે, ચોથની સંવત્સરી તે પંચમી પર્વને નજીક કાલિકસૂરિ મહારાજે આચરેલી છે.”
(– ૧લા પત્રમાંથી)
નાણી " પર્વતિચિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમાજ:-- - - કર્યું - ૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116