________________
એ જ રીતે “અણહ્નિકા કલ્પસુબોધિકા ગુજરાતી વિ. સં. ૨૦૦૯માં છપાયેલ છે, તેમાં પણ સ્પષ્ટપણે આ મુજબ જણાવાયેલ છે કે,
વળી બીજો માસ અધિક હોય તેની વાત તો બાજુ પર રહી પરંતુ ભાદરવો માસ અધિક હોય તો પણ પહેલો ભાદરવો માસ અપ્રમાણ જ છે. જેમ ચૌદશ અધિક હોય તો પહેલી ચૌદશને લેખામાં નહિ ગણીને બીજી ચૌદશે પાક્ષિક કૃત્ય કરવામાં આવે છે. તેમ અહીં જાણવું.” (પેજ-૫૭૪)
(સંપા. સારાભાઈ નવાબ) તે રીતે વિ. સં. ૧૯૮૧માં છપાયેલા કલ્પસૂત્ર સુબોધિકા-ગુજરાતી ભાષાંતરમાં પણ આ રીતે જણાવાયું છે કે,
“વળી બીજો માસ અધિક હોય તો પણ પહેલો ભાદરવો અપ્રમાણ જ છે. જેમ ચતુર્દશી અધિક હોય તો પહેલી ચતુર્દશીને લેખામાં નહિ ગણીને બીજી ચતુર્દશીએ પાક્ષિક કૃત્ય કરવામાં આવે છે તેમ અહીં જાણવું.”
આ બધાં શાસ્ત્ર પ્રમાણોથી એ સિદ્ધ થાય છે કે બે ચૌદશ આવી શકે છે ને બે ચૌદશ હોય તો પહેલી તજીને બીજી ચૌદશને આરાધવાનું ફરમાન કરે છે, તો પછી બે પાંચમ વખતે પણ તેમ કરવામાં ઉપરોક્ત શાસ્ત્રપાઠોથી હરકત શી ? સંવત્સરીની ચોથની વૃદ્ધિ મનાય ને શું પાંચમની ન મનાય ?
વળી સંવત્સરી ચોથમાં આવે છે, મોટામાં મોટી બાર મહિનામાં તિથિ હોય તો ભાદરવા સુદ ચોથ છે. એની વૃદ્ધિ મનાય, પણ પાંચમની વૃદ્ધિ મનાય નહિ, આ બહુ ભયંકર વાત નથી ? ભાદરવા સુદિમાં બે પાંચમ આવે ત્યારે સંવત્સરીનો ઉપવાસ કરીને પહેલી પાંચમે પારણું કરી ભાદરવા સુદિ બીજી પાંચમે પાંચમની આરાધના કરનારને પાંચમની આરાધના પણ બહુ સારી રીતે થશે.
એવી જ રીતે પર્વતિથિઓના ક્ષયમાં પૂર્વતિથિઓમાં આરાધના થાય છે. મહોપાધ્યાય શ્રી ધર્મસાગરજી ગણિવર રચિત શ્રી પ્રવચન પરીક્ષા' નામક ગ્રંથમાં જણાવાયું છે કે –
"त्रयोदश्यां द्वयोरपि तिथ्यो: समाप्तत्वेन चतुर्दश्या अपि समाप्तिसूचक: स સૂર્યોદયસમ્પન્ન થવ (વિમઃ ૪)”
ભાવાર્થ : જ્યારે ચૌદશ તિથિનો ક્ષય આવે છે, ત્યારે તેની પૂર્વ ના-પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમાજ - ભ - - - ૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org