Book Title: Panchkarmagranthparishilan Author(s): Nagin J Shah Publisher: Jagruti Dilip Sheth Dr View full book textPage 5
________________ તથા અમુક વાતાવરણ અને પરિસ્થિતિમાં કેવો પ્રત્યાઘાત આપવો તે તેના હાથની વાત છે એવું કર્મસિદ્ધાન્ત માને છે. વળી, પુરુષ પોતાના પ્રયત્નથી પૂર્વર્મોની અસરો હળવી કે નષ્ટ ક્વી શકે છે એવું પણ કર્મસિદ્ધાન્તમાં સ્વીકારાયું છે. પુરુષ ઉપર કર્મનું નહિ પણ કર્મ ઉપર પુરુષનું આધિપત્ય છે - અલબત્ત પુરુષને તેનું ભાન થવું જોઈએ, તેનું ચિત્ત ચમકવું જોઈએ. કર્મસિદ્ધાન્ત નિરાશાવાદ કે અકર્મણ્યતા ભણી લઈ જતો નથી પરંતુ આશાવાદ અને પુરુષાર્થનો પોષક છે. પોતાનું કર્મ, પોતાનો પ્રયત્ન યોગ્ય ફળ પ્રાપ્ત કરાવે જ છે એવો વિશ્વાસ આપનાર કર્મસિદ્ધાન્ત છે. કર્મસિદ્ધાન્તમાં પુરુષપ્રયત્ન સ્વતંત્ર ઇચ્છારાતિ, નૈતિક જવાબદારી, આત્મસુધારણા, સાધના સર્વને પૂરતો અવકાશ છે, એટલું જ નહિ તે બધાંનો તે પોષક અને પ્રેરક છે. પ્રાચીન કાળથી કર્મવાદનો વિરોધ કરનારી એક વિચારધારા હતી. તે નિયતિવાદને સ્વીકારતી હતી. કર્મવાદીઓએ નિયતિવાદનો જોરદાર પ્રતિવાદ ર્યો છે. પરંતુ વિચિત્રતા તો એ છે કે આ જ કર્મવાદીઓએ સર્વદ્રવ્યોની સર્વ વ્યક્તિઓની સૈકાલિક સઘળી અવસ્થાઓના યુગપ સાક્ષાત્કારી જ્ઞાનરૂપ સર્વાત્વને સ્વીકારી અજાણપણે નિયતિવાદનો જ સ્વીકાર કરી લીધો છે. આવું સર્વજ્ઞત્વ ચુસ્ત જડ નિયતિ વિના સંભવે જ નહિ. આવો સર્વાવાદ નિયતિવાદ વિના સંભવે નહિ, તેનો આધાર જ નિયતિવાદ છે. પંડિતજીના કર્મસિદ્ધાન્તવિષયક લેખોના સંગ્રહરૂપ પ્રસ્તુત ગ્રન્ય તર્કબદ્ધ નિરૂપણવાળો અને પ્રમાણભૂત છે. આશા છે કે તે ભારતીય તત્ત્વજ્ઞાનના અભ્યાસીઓને અને જિજ્ઞાસુઓને અવય જ્ઞાનવર્ધક, વિચારપ્રેરક અને રસપ્રદ બનશે. ૨૩, વાકેશ્વર સોસાયટી આંબાવાડી, અમદાવાદ-૩૮૦ ૦૧૫ ૧૫, એપ્રિલ, ૨૦૦૭. નગીન જી. શાહ અનુવાદક-ગ્રન્થમાલાસંપાદક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 130