Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana

View full book text
Previous | Next

Page 11
________________ પૂજ્ય આચાર્યદેવશ્રી વિજ્યભક્તિસૂરીશ્વરજી મહારાજ સાહેબની જીવન....તિ જે પ્રદેશમાં કલિકાલ કપતરુ મનવાંછિત પૂરક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના ચમત્કારથી પૂણામી શખેશ્વર પાર્શ્વનાથ તીર્થ આવેલું છે. તે ઉત્તર ગુજરાતના વહિયાર પ્રદેશમાં “સમી નામે ગામ છે. ગામ રેહામણું છતાં નાનું અને નાનું હોવા છતાં રળિયામણું છે, તથા ચરમતીથપતિ પ્રભુ મહાવીરનું દેવવિમાન સમ મનોહર જિનાલય સુંદર ઉપાશ્રય, જ્ઞાનમંદિર, પાંજરાપોળ આદ ધર્મસ્થાનેથી શોભતું છે. શાસન પ્રત્યે અવિહડ શ્રદ્ધાવાનું લક્ષમીરવીની કૃપાવાળા શેઠશ્રી વસ્તાચો પ્રાગજીભાઇ ત્યાંના મુખ્ય આગેવાન છે. તેમની પત્નીનું નામ હસ્તબાઈ છે. સં. ૧૯ર૯ના આશ્વીન શુકલા અષ્ટમીના દિવસે માતુશ્રી હસ્તબાઇએ કૃષિને દીપાવનાર પુણ્યશાળી તથા પ્રભાવશાળી પુત્રને જન્મ આપ્યો. બાળકને જન્મદિવસ એ શ્રી નવપદજીની શાશ્વતી એળીની આરાધનાને દિવસ હતો તેથી આ દિવસ જ બાળકની ભવ્યતા તથા ઉત્તમતાને સૂચવતા હતા, તેમ જ લાહકવાયો આ બાળક માતા તથા પિતાના ચિત્તને પોતાના અદૂભુત ગુણેથી મોહ પમાડતા હેવાથી જાણે બાળકનું માહન એવું નામ રાખવામાં આવ્યું ઉપયોગી વ્યાવહારિક કેળવણી સાથે રુચિપૂર્વક સુંદર ધાર્મિક જ્ઞાન પણ પ્રાપત કરી આ બાળક ધર્મક્રિયાઓમાં વધુ ને વધુ ઉત્સાહિત બનવા લાગે. નાના મોટા અનેકને પિતાની સાથે ધર્મક્રિયામાં જોડવા લાગ્યા અને લેકે પણ ધર્મક્રિયામાં તેની હાજરી જોઈને આનંદ સાથે ઉત્સાહ અનુભવવા લાગ્યા. યુવાની આવવા સાથે તેના હૈયામાં સંસારત્યાગની ભાવના રમવા લાગી. સાચુંજેઓના સમાગમથી સંસારની અસારતા હૈયામાં લાગી, તેમ જ સશુરાઓ તરફથી પ્રાપ્ત થતા ધર્મોપદેશ સંસાર ત્યજવા મન મજબૂત બનાવ્યું. તેમાં પણ પૂ. આ. શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મ. સા. ના પરિચયથી તે તેમને ક્ષણ ક્ષણની મહત્તા સમજાવા લાગી, પિતાનું જીવનનાવ ધર્મના આચારમાં અર્પણ કરવા ઉત્સુક બન્યા પોતાની આ ભાવના સંઘ સમક્ષ વ્યક્ત કરતા પૂ આ. ૧૦૦૮ શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મ. સાને સમી પધારવા વિનતિ કરી અને અતિ ઉત્સાહ સાથે તેઓશ્રીએ સમીમાં મંગળ પ્રવેશ કર્યો.

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 950