Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana

View full book text
Previous | Next

Page 9
________________ ગુણસ્થાનકે અને બન્યાદિ એમ સલમાતિ સીમ ભેદ-પ્રભેદાની વિચારણામાં ભારે રસ ધરાવતા હોય છે, પણ તેઓ એના હેતુઓ વિચારવામાં ગુચવાઈ જાય છે. બીજી બાજુ કેટલાકને હેતુઓની વિચારણા સારી ફાવે છે તેઓને પ્રકૃતિએ આદિની ગણનામાં રસ ઉપજ નથી શ્રાવકેમાં પૂર્વ કર્મ સબધી અધ્યયનને રસ વિશિષ્ટ ક્ષેત્રોમાં સારો જોવામાં આવતા હતા. આજે પણ છે પણ પૂર્વ જે જોવાતા નથી. અર્થલક્ષી અધ્યયન વધવાને કારણે એમાં આટ આવી છે. આ એક પ્રધાન કારણ છે. આ અધ્યયન જીવને કર્મ એ છા કરવામાં અત્યન્ત ઉપયોગી છે એવું સમજાય તે આ વિષયમાં રસ વિશેષ વધે જેમાં રસ વધે છે તે વિષય સહેલે લાગે છે. એ વિષય પછી છોડવો ગમતો નથી. કર્મગ્રન્થ વિષયક અધ્યયન વધે એ અંગે એવા એવા ઉપાયો યોજવા જોઈએ કે જેથી એ અધ્યયન કરનારાઓની પ્રતિષ્ઠા-ગૌરવ વધે. કર્મસંબંધી વિચારણા આગમસૂલક છે. વર્તમાનમાં વિદ્યમાન અગીયાર અંગ આદિ ૪૫ આગમે છે. તેમાં જુદે જુદે સ્થળે કર્મસંબંધી અનેક વિચારે છે. પણ કેટલાક ભાવો એવા છે કે જે આગમમાં વર્તમાનમાં ઉપલબ્ધ થતા નથી. મૂળ તે આ વિષયને સવિસ્તર સાંગોપાંગ સમજાવતું કર્મપ્રવાદ નામનું આઠમુ પૂર્વ હતું. બારમું દષ્ટિવાદ અંગવિચ્છેદ પામતા એ પૂર્વ પણ વિચ્છેદ પામ્યું. આય સ્થૂલભદ્રજી સુધી ૧૪ પૂર્વે હતાં. ત્યારપછી આર્ય વજસ્વામીજી સુધી દશ પૂર્વે હતાં. એ પછી ઘટતાં ઘટતાં પૂર્વજ્ઞાન વિરુદ પામ્યું. સૂરિરન્દર હરિભસૂરિજી મહારાજના સમયમાં જેકે પૂર્વો વિચ્છેદ પામી ગયા હતાં પણ કેટલાક પૂર્વના છૂટક છૂટક પ્રવાહ વહેતા હતા એ પ્રવાહમાં અવગાહન કરવું અતિકઠન હતું. કેઈ વિરલાને જ એ શક્ય હતું. શ્રી હરિભદ્રસૂરિજી મહારાજે એ પ્રવાહમાં અવગાહન કરીને તે તે ભાવ જળવાઈ રહે, ભાવિ ભને ઉપકારક બને તે માટે પૂર્વાનુમારિ કેટલાક પ્રકરણાદિ ગ્રન્થ ગુથ્થા જેમાંના વર્તમાનમાં પણ કેટલાક વિદ્યમાન છે. ચર્ણિમહાર પણ એવાજ મહાપુરુષ હતા. તેઓશ્રીએ આ પંચસંગ્રહ પ્રન્થ ગુશે, જેમાં પૂર્વગત વિષયનું સંકલન કર્યું છે. એથી આ ગ્રન્થનું મહત્વ વિશેષ છે. શ્વેતામ્બર જૈનશાસનમાં આ ગ્રન્થની પ્રતિષ્ઠા વિશિષ્ટ છે. આ ગ્રન્થનું અધ્યયન કરવુ કરાવવું એ એક ખુમારી છે. આ અધ્યયન કરનાર-કરાવનાર ક્ષણભર વિશ્વનું ભાન ભૂલી જાય છે, એવા પ્રકારની તલ્લીનતા કેળવ્યા સિવાય આ ગ્રન્થને રસાસ્વાદ માણી શકાતો નથી. કસબધી વિચારણામાં સ્પર્ધા કરે એવું દિગમ્બરેનું સાહિત્ય છે કર્મસાહિત્ય અને દિગમ્બરે પણ ખૂબખૂબ ગૌરવ લે છે. શ્વેતામ્બર દર્શનના ઉલ્લેખ પ્રમાણે મૂળભૂત પ્રવાહમાથી દિગમ શ્રી વીરનિર્વાણ બાદ સાતમા સૈકામાં છુટા પડયા, શિવભૂતિથી આ મત પ્રત્યે. જૈનશાસનમાં સાત નિહ ગણાવ્યા છે. તે દિગમ્બરને આઠમા સર્વ નિહલ સ્વરૂપે કહ્યા છે. દિગમ્મરે કેવલીને કાલાહાર અને સ્ત્રીને મોક્ષ માનતા નથી આ મુખ્ય બે વિચારોના અનુસન્ધાનમાં બીજી ઘણી વિચારણાઓથી દિગમ્બરે છુટા પડી ગયા છે. દિગમ્બરે ગણધરચિત આગામે સવ વિદ પામ્યા છે, તેમની પાસે જે કાંઇ સાહિત્ય છે તે વિશિષ્ટ મુનિએનું રચેલું છે એમ તેઓ માને છે. આમ તે સામાન્ય રીતે એમ મનાય છે કે મૂળભૂત વિષયમાં દિગમ્બર-શ્વેતામ્બર વચ્ચે મતભેદ નથી. પણ એ માન્યતા બહુ

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 950